________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બહેતુક મ્યુઝિયમમાં અનેક વિષયો આવરી લેવાયા છે. અહીં સંગ્રહાલય કરતાં પ્રદર્શનાલય છે. મ્યુઝિયમમાં વસ્તુઓની જાળવણી-સુરક્ષા કપરી છે. જનતાના જ્ઞાન માટે સુયોગ્ય રીતે પ્રદર્શિત કરેલ છે. અહીં લેબોરેટરીની વ્યવસ્થા ન હોઈ સાધારણ રીતે જરૂર પડ્યે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે ત્યારે તેને વડોદરા મોકલવામાં આવે છે. પરંતુ નિયમિત રીતે જીવાત દ્વારા રોગ ન લાગે વસ્તુનું રક્ષણ થાય તે માટે તકેદારી રાખી સફાઈની કાળજી લેવાય છે. મ્યુઝિયમમાં ફોટોગ્રાફિક રેકોર્ડ વગેરે વ્યવસ્થિત છે
નોંધ : મારા આ લેખમાં જે કંઈ વિગતો છે તેમાં રૂબરૂ મુલાકાત દ્વારા મ્યુઝિયમના કયુરેટર શ્રી પટેલ સાહેબ તથા ગાઇડ સંગીતાબેનનો સહયોગ પ્રાપ્ત થાય છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૪
For Private and Personal Use Only