________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E =Exhibited (for)
= પ્રદર્શિત U =Understanding (of) = સમજણ, સમજૂતી M =Mankind.
= માનવજાત, સમાજ a $ Muscum is ultimate surrouding exhibited for the understanding of the mankind.’ આમ મ્યુઝિયમ એટલે માનવજાતની સમજણ માટેની પ્રદર્શિત કરેલી માણસની આસપાસ અંતિમ પરિસ્થિતિ. આમ મ્યુઝિયમનો મુખ્ય હેતુ જ્ઞાનના ચક્રને પૂર્ણ કરવાનો છે. આગળ જતાં મ્યુઝિયમ શબ્દનો અર્થ “અભ્યાસ માટેનું સ્થાન” એવો થવા લાગ્યો હતો. જેને આજે આપણે “યુનિવર્સિટી” તરીકે ઓળખીએ છીએ. જગતનું સૌ પ્રથમ મ્યુઝિયમ ઈ.સ. પૂર્વે ૩જી સદીમાં ઈજિપ્તના એલેકઝાન્ડ્રિયા શહેરમાં સ્થપાયું હતું.'
૧૮મી સદીમાં આધુનિક મ્યુઝિયમ પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. તદનુસાર લંડનમાં ૧૭૫૩ માં બ્રિટિશ યુઝિયમ સ્થપાયું, જે ૧૭૫૯ માં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. જયારે ભારતમાં સૌ પ્રથમ મ્યુઝિયમની સ્થાપના ૧૮૧૪માં કલકત્તામાં ઇન્ડિઅન મ્યુઝિયમ નામથી થઈ હતી. તેના માનદમંત્રી તરીકે એક ડેનિશ વનસ્પતિશાસ્ત્રી ડૉ. નેથેનિઅલ વાલચ કામગીરી બજાવતા હતા. જયારે ગુજરાતનું સૌ પ્રથમ મ્યુઝિયમ ૧૮૭૭માં ભૂજમાં કચ્છના મહારાવ ખેંગારજી-૩જાએ સ્થાપેલી લલિતકલા સ્કૂલના એક ભાગ તરીકે સ્થપાયું હતું. જગતના બધા દેશોમાં ૧૮૭૮ના વર્ષ પછી મ્યુઝિયમોની સ્થાપનાનો વ્યાપ વધ્યો હતો.
૧૯મી સદીમાં સમગ્ર ભારતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિનો વ્યાપ વધી રહ્યો હતો. તે અરસામાં જ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મ્યુઝિયમ એવા વોટસન મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૮૮૮ માં કરવામાં આવી હતી. ૧૧૨ વર્ષ જૂનું આ યુઝિયમ એ પુરાતત્ત્વ, કલા, સંસ્કૃતિ તેમ જ હુન્નર અને વિજ્ઞાન વિષયક બહુ હેતુક મ્યુઝિયમ હોવાથી સૌરાષ્ટ્રમાં તે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ મ્યુઝિયમની સ્થાપના ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાના શાસનના ૫૦ વર્ષ પૂરાં થતાં ૧૮૮૭ માં તેમણે “કૈસરે હિંદ"નો ઇલ્કાબ ધારણ કર્યો અને તેની સુવર્ણ જયંતી ઉજવવાના મહા ઉત્સવની સ્મૃતિ કાયમી રાખવા માટે કાઠિયાવાડના રાજવીઓ, કાઠિઆવાડના પોલિટિકલ એજન્ટ, અન્ય તાલુકેદારો, રાજકુમારો અને ગૃહસ્થો તરફથી ફંડફાળો એકત્ર કરી રાજકોટમાં મ્યુઝિયમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ મ્યુઝિયમનું નામ કાઠિયાવાડના ૧૮૮૬ થી ૧૮૮૯ સુધી પોલિટિકલ એજન્ટ રહેલા કર્નલ જહોન ડબલ્યુ વોટસન જે ઇતિહાસ અને પુરાતત્ત્વમાં ઊંડો રસ ધરાવતા હતા, તેની સ્મૃતિમાં આપવામાં આવ્યું હતું. વોટસનનો જન્મ ૬-૨-૧૮૩૮ ના ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ પરગણાનાં ક્લિફટન ગામમાં થયો હતો. તેઓ માત્ર ૧૬ વર્ષની વયે લશ્કરી ખાતામાં જોડાઈને ૧૮૫૪માં હિન્દમાં આવ્યા હતાં. હિન્દમાં તેમણે પૂના, મુંબઈ, રાંચી વગેરે સ્થળે લશ્કરી હોદા સંભાળ્યા હતા. ઉપરાંત તેમણે ગોંડલ, કોલ્હાપુર અને ભાવનગર રાજયોમાં પણ કામગીરી બજાવી હતી. ભારતમાં તેઓ ૩૪ વર્ષ રહ્યા. તેમાં સૌથી વધારે તેઓ સૌરાષ્ટ્રમાં રાજકારી અધિકારી તરીકે આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટ, તો ભાવનગરમાં ઍમિનિસ્ટ્રેિટર અને છેલ્લે સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર સત્તા ધરાવતા પોલિટિકલ એજન્ટ તરીકે નિમાયા હતા. ૧૮૭૭ દરમ્યાન એક વર્ષ સુધી તેઓ કાઠિયાવાડની રાજસ્થાની કૉર્ટના અધ્યક્ષપદે પણ રહ્યા હતા. ભારતનાં ૩૪ વર્ષમાંથી મોટા ભાગનાં વર્ષો તેઓ સૌરાષ્ટ્રમાં જ રહ્યા હતા. અને રાજકારી અધિકારી તરીકેની પોતાની કામગીરી ઉપરાંત તેમણે સૌરાષ્ટ્રનાં વિવિધ રાજયોની જમીન, પ્રજા, ઇતિહાસ, ઉપજ, પુરાતત્ત્વ રીતીરિવાજો , ખેતી, ઉદ્યોગો, વેપાર, અર્થતંત્ર, ન્યાયતંત્ર, શિક્ષણ, ધર્મ, હોસ્પિટલો અને જોવાલાયક સ્થળોનો અભ્યાસ કરી ‘કાઠિયાવાડ ગેઝેટિઅર” (સર્વસંગ્રહ) જેવો અમૂલ્ય ગ્રંથ આપ્યો છે. તે તેમનું અવિસ્મરણીય પ્રદ્દાન ગણાવી શકાય.11 કર્નલ વોટસન અને વલ્લભજી હરિદત્ત આચાર્યે જૂનાગઢ આસપાસ ઘણાં સર્વેક્ષણ કર્યા હતાં અને ઘણી માહિતી એકત્ર કરી હતી તે અનેક ગ્રંથોમાં પ્રકાશિત કરવાની યોજના હતી, પરંતુ વોટસનના આકસ્મિક અવસાનથી આ કામગીરી અટકી પડી....વધુમાં ફૉર્બ્સની રાસમાળાની પ્રસ્તાવના પણ તેમણે લખી હતી. તેઓ એક સારા ઇતિહાસકાર ઉપરાંત ઉત્કૃષ્ટ કોટિના વહીવટદાર પણ હતા.૧૨ સૌરાષ્ટ્રના ઇતિહાસ ઉપર લખાયેલો આ પ્રથમ
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૯
For Private and Personal Use Only