________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રાજકોટના વોટસન મ્યુઝિયમમાં પ્રદર્શિત લોકકલાનાં તત્ત્વો”
ડૉ. હસુતા એસ. સેદાણી*
મ્યુઝિયમ એ પ્રવર્તમાન લોકશાહી સમાજરચનામાં લોકશિક્ષણનું અસરકારક અને અધિકૃત માધ્યમ છે. રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળ તથા ઉત્તરોત્તર પ્રગતિનું જ્ઞાન મ્યુઝિયમ દ્વારા જીવંત રીતે પ્રાપ્ત થાય છે. સંખ્યાની દૃષ્ટિએ ભારતનાં મ્યુઝિયમોમાં ગુજરાતનો બીજો નંબર અને રાજકોટનું વોટસન મ્યુઝિયમ ગુજરાતનાં મ્યુઝિયમોમાં બીજા નંબરે છે. કલા અને પુરાતત્ત્વવિદ્યાના અનુરાગી જહોન વૉટસનના નામ પરથી આ મ્યુઝિયમનું નામ રાખેલ છે.
બહુહેતુક એવા આ મ્યુઝિયમમાં ઘણા વિભાગો છે. અહીં લોકસંસ્કૃતિનાં તત્ત્વો માનવજાતિ વિભાગ-પ્રવેશતાં પહેલા મજલામાં છે. એમાં પ્રવેશતાં જમણી બાજુએ ત્રણ શોકેઇસમાં સૌરાષ્ટ્રની રંગબેરંગી આદિમ જાતિઓ-રબારી, વાઘેર-ચારણ, અને આહીર તથા સતવારા જાતિના નાના કદના પરંતુ આબેહૂબ નમૂનાઓ દર્શાવ્યા છે. આ સુંદર પ્રતિકૃતિઓમાં સૌ પ્રથમ રબારી કોમનું જીવનદર્શન છે. સૌરાષ્ટ્રના રબારીઓ અલગ રીતે ઓળખાઈ આવે છે. પુરુષના પોશાકમાં માથે આંટાવાળી પાઘડી, ખભે ખેસ, ચોરણી, લાંબી ચાળવાળું ઘેરવાળું કેડિયું, ત્રિકોણાકાર કપડાનો ટુકડો બાંધેલ છે. જમણા હાથમાં ચાંદીનું કડું, કમ્મરમાં ચાંદીનો કંદોરો છે. રબારી સ્ત્રીએ ઊનનું વસ્ત્ર, જીમી પહેરેલ છે. હાથમાં રૂપાની ચૂડી ડોકમાં ટૂંપિયો પૈહાર છે.
બીજા નંબરના શોકેઈસમાં વાઘેર તથા ચારણની પ્રતિકૃતિઓ છે. એમાં વાઘેર પુરુષે કેડિયું, કસોકસ ચોરણી પહેરી છે. હાથમાં કુહાડી છે. ગળામાં ચાંદીનો હાર છે. દાઢી રાખેલ છે. એક પગમાં ચાંદીનું કડું છે. ખભાપર ખેસ છે. સ્ત્રીના પહેરવેશમાં કાળી ઓઢણી ઓઢી છે. ગળામાં ચાંદીનો હાર, હાથમાં કડલું, બીજા હાથમાં થેલી છે. વાઘેરો દ્વારકા ઓખા બાજુના જણાય છે. .
આ જ શોકેઈસમાં સાથે ચારણોના નાના કદના નમૂના છે. પુરુષને દાઢી છે. ઘેરદાર કેડિયું . નીચે ત્રિકોણાકાર કાપડ છે. ચૂડીદાર ચોરણો છે. ગળામાં મોતીની માળા છે. જાડા ઘા ઝીલનારી પાઘડી છે. ચારણ સ્ત્રીને માથે બેડું છે. ગળામાં હાર-માળા છે. લાલ સમચોરસ ઓઢણી, લાલ જીમી, ઘેરા રંગનું કાપડું છે. પગ ખુલ્લા છે.
ત્રીજા નંબરના શોકેઈસમાં લેબલ નથી, પરંતુ આહીર અને સતવારાની પ્રતિકૃતિઓ છે. આયર પુરુષે ચૂડીવાળું અને પીઠના ભાગે પાસાબંધી કેડિયું પહેરેલ છે. ભરાવદાર પાઘડી, ખભે ખેસ છે. પગમાં દેશી ઘાટના ફૂદડીવાળા જોડા છે. કમરે ભેટ વાળેલ છે. હાથમાં લાકડી છે. ખમીરવંતી કોમને શોભે એવો પોશાક છે. રંગોને કારણે આયો ઓળખાઈ જાય છે. આયરાણીએ લાલદેશી ભરતનો ચણિયો, કાળી, ઓઢણી ઓઢી છે. તસતસતું લીલુ કમખું છે. હાથમાં ભરતભરેલ થેલી છે. નાકમાં નથ છે ગળામાં એકદાણિયા હાર છે.
સૌરાષ્ટ્રમાં જામનગર અને ખંભાળિયાના સતવારા છે. તેમાં હિંદુ તથા મુલસલમાન પણ છે. કેડિયું જુદા પ્રકારનું છે. હાથમાં મોતીની લાકડી છે. માથે પાઘડી, ગળામાં માળા અને ખભા પર ખેસ છે. સતવારા સ્ત્રીએ લાલ બાંધણી ઓઢી છે. ઊનનું થેપાડું છે. પેટ સુધી લાંબું, પીઠ ખુલ્લી, લીલા રંગનું કાપડું અને ભરતભરેલ ઘેરદાર ધાધરો પહેરેલ છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રની એક વિશિષ્ટ કોમ ‘મેર' નું સુંદર મોટું ડાયોરામાં આ વિભાગમાં દર્શાવેલું છે. આ ડાયોરામાં અનોખા પ્રકારનું હોવાથી પ્રેક્ષકો માટે એક મુખ્ય આકર્ષણ બની રહેલ છે. અહીં મેર પ્રજાની ખુમારી
* અધ્યક્ષ : ભારતીય સંસ્કૃતિ વિભાગ, માતુશ્રી વીરબાઈના મહિલા કૉલેજ, રાજકોટ
પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૧૪૨
For Private and Personal Use Only