Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 156
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રદર્શન કક્ષની પછીત પાછળના ધોરીમાર્ગ પર પડે છે. તેનું આમુખ-દર્શન' પણ કલાત્મક અને પ્રતીકાત્મક છે. જાણે કોઈ સાંસ્કૃતિક કાર્યના મંગલાચરણ સબબ ગોઠવેલા ‘બાજોઠ'ની અને તે ઉપર ખુલ્લા ગ્રંથની વિરાટ કદની પાકી પ્રતિમાઓ સહિતનું આ આમુખ-દર્શન પદચાલકોને ઘડીભર ઊભા રાખી ધ્યાન આકર્ષિત કરે છે. આમ, વ્યક્તિગત રીતે શ્રી રામસિંહજીભાઈનું અને સંસ્થાગત રીતે તેમના સંસ્કૃતિ દર્શન સંગ્રહાલયનું આ સ્થળ કચ્છના લોક સાંસ્કૃતિક ક્ષેત્રે એક અવિસ્મરણીય સ્થાન બની રહે છે. ફરી શ્રી ઉમાશંકર જોશીનું વિધાન યાદ કરીએ તો ‘ઇતિહાસ તો દૂરના ભૂતકાળને સાચવે છે.નજીકનો ભૂતકાળ તો આ પ્રકારની સંસ્થાઓમાં સચવાય છે અને ભવિષ્યને પ્રેરે છે.' ‘ચોરો-ચબૂતરો-પરબ’ વિભાગ સંસ્કૃતિ દર્શન સંકુલનો બીજો નાનો ઉપવિભાગ બાજુમાં આવેલો છે. સંસ્કૃતિ દર્શનની બહાર નીકળ્યા પછી વચ્ચેનો રસ્તો ઓળંગી સામેના ‘ચોરો-ચબૂતરો-પરબ'ના નામે ઓળખાતા આ ખુલ્લા વિભાગમાં જઈ શકાય છે. ગ્રામ્ય લોક સંસ્કૃતિની તાસીર અને તસ્વીરને તાદશ કરતા અહીંના ભાતીગળ માહોલમાં કેસર-ચોરો, તુલસી-પરબ, ચબૂતરો, વિશાળ પારણું, લોકજાતિનાં ભંગાઓનાં હુબહૂ મોડેલ ઊભાં કરાયાં છે. ભારતીય સંસ્કૃતિ દર્શનનું આ ઓપર એર મ્યુઝિયમ' કહી શકાય. કેસર ચોરાનું પ્રવેશદ્વાર કાષ્ઠકલા અને શિલ્પકલાથી દીપી રહ્યું છે. કેસર ચોરામાં જન્મથી મૃત્યુ પર્યન્ત ઉપયોગમાં લેવાતા વિવિધ માટીકામનાં પાત્રો, વાસણો અને નમૂના રખાયાં છે. ટુંડા(વાંઢ)નાં રબારીઓ તથા બન્નીનાં માલધારીઓનાં ભૂંગાં તેની અસલ આંતરિક સજાવટ સાથે ઊભાં કરાયાં છે. પાસે જ કચ્છી આલેખકામથી ઓપતી તુલસી પરબ કૉલેજ રોડ પર આવેલી છે, જેનું ઉદ્ઘાટન પ્રખર રામાયણી સંત મોરારીબાપુના શુભ હસ્તે કરવામાં આવેલ. અહીં કચ્છની જ જુદી જુદી વનસ્પતિઓ વાવી ઉછેરવામાં આવી છે. અહીંના ‘કમ્મઠાણ'માં સમયાંતરે કચ્છી લોક કલાકારોને આમંત્રી એમની બેનમૂન કળાકસબની કારીગરીનું પ્રત્યક્ષ નિદર્શન પણ ગોઠવવામાં આવે છે. આમ, ના લોકકલા ગૃહ કલાકારો અને પ્રજા વચ્ચે જીવંત સંપર્ક અને સેતુ સ્થાપે છે. સ્કૃતિ દર્શનના સ્વપ્ર-દેષ્ટા આ સંગ્રહાલય સંકુલના સંસ્થાપક શ્રી રામસિંહજીભાઈ રાઠોડ કચ્છની લોકકલા અને સંસ્કૃતિના એક અચ્છા ધર્મી હોવા ઉપરાંત કચ્છના ભૂસ્તર, ભૂતળ અને પર્યાવરણના પણ ઊંડા અભ્યાસી હતા. શ્રી હરીન્દ્રભાઈ દવેએ યોગ્ય જરીતે તેમને ‘કચ્છી માનવતીર્થ' કહીને બિરદાવ્યા છે. ! તેઓ ખરે જ વ્યક્તિ મટીને સમષ્ટિ (સંસ્થા)બની ગયા erul. સાઉથ એશિયા પબ્લિશિંગ કંપની (દિલ્હી)દ્વારા પ્રકાશિત અને શ્રી.એલ.કે.ગુપ્તા દ્વારા સંપાદિત ‘બાયોગ્રાફી ન્ટરનેશનલ’(મેન ઍન્ડ વિમેન ઑફ એચિવમેન્ટ ઍન્ડ ડિસ્ટ્રિકશન), ભાગ-૩ જો (આવૃત્તિ ૧૯૯૧)માં તેમના વિશે જે નોંધ લેવાઈ છે, તે આ મુજબ છે : 12 શ્રી રામસિંહજી કે.રાઠોડ, ભારતીય લેખક અને માજી સરકારી નોકર, કચ્છ (ભારત)માં ૮મી સેમ્બર, ૧૯૧૭માં જન્મ, શિક્ષણ એમ.એસસી., ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં સેવાઓ આપી : પૂર્વેના કચ્છ રાજ્યના ગલ ખાતાના વડા અને ગુજરાત રાજ્યના વન અધિકારી, ૧૯૪૮માં ગુજરાતમાં ખનિજ સંપત્તિની આગાહી કરી, ૯૫૧માં દરિયાઈ કાંઠા સામે રેતીના આક્રમણને વિસ્તરતું અટકાવ્યું, કચ્છ પ્રદેશની લોક સંસ્કૃતિ ઉપર અધ્યયન, ૯૫૯માં ‘કચ્છનું સંસ્કૃતિ દર્શન' ગ્રંથ પ્રકાશિત, ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છના સ્થાપક ટ્રસ્ટી, આયના મહેલ અને નસિંહજી મ્યુઝિયમ-ભુજના ટ્રસ્ટી, ગુજરાત રાજ્ય હસ્તકળા વિકાસ મંડળના ડાયરેકટર, કચ્છી રામાયણ ‘કચ્છ બ્રેન્ડ રામરાંધ' પર સંશોધન (જે હવે પ્રકાશિત), ઉપરાંત બીજાં પુરસ્કારો અને પારિતોષિકો..." પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202