Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 154
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતી આ વિપુલ સંસ્કાર સમૃદ્ધિ અને સામગ્રી જીવનભરના પરિશ્રમથી એકત્રિત થઈ, ત્યારે એનો સમુચિત વિનિયોગ કરતી અને તેના ગૌરવનો પરિચય કરાવતી એક સાર્વજનિક સંસ્થા સ્થાયીભાવે ' ઊભી કરવાની ફુરણાના ફળસ્વરૂપે દટ્ટી મે, ૧૯૭૭ના રોજ “ક સંસ્કૃતિ દર્શન આર.આર.ટ્રસ્ટ” ની રચના થઈ અને ભુજમાં ‘ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ' નામનું ભવન સ્થાપી તેમાં સંગ્રહાલય-સહ-અભ્યાસ કેન્દ્ર ચાલુ કરવા તથા તે દ્વારા કચ્છની લોકકલા અને કચ્છની પ્રાચીન-અર્વાચીન અભ્યાસ સામગ્રીના અધ્યયન, સંશોધન અને નિદર્શનની પ્રવૃત્તિને વિકસાવવાનું ધ્યેય રખાયું. ત્રણ વર્ષ બાદ ૧૨મી નવેમ્બર, ૧૯૮૦ અને બુધવાર(ગુરુપંચમ)ના દિવસે ભુજમાં આ ભાતીગળ સંગ્રહાલયની સ્થાપનાના શ્રીગણેશ મંડાયા. ધીરે-ધીરે તેનું સુચારુ આયોજન ઘડાતું ગયું, સામગ્રીઓ ગોઠવાતી ગઈ અને સંકુલ વિકસતું ગયું. ૧૯૯૧માં તેના ‘ચોરા-ચબૂતરા-પરબ” વિભાગનું પૂજય સંત શ્રી મોરારીબાપુના હસ્તે ઉદ્ઘાટન થયું અને રજી જુલાઈ, ૧૯૯૨ (આષાઢી બીજ)થી તે પ્રજાના પ્રદર્શનાર્થે ખુલ્લું મુકાયું. ૧૯૯માં આ યુઝિયમને રામસિંહજીભાઈએ ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન સોસાયટીને વિધિવત્ સુપરત કર્યું હતું. કચ્છીયત'નો મઘમઘાટ ભારતના વિશિષ્ટ પ્રકારના અને અનોખા આકારના લોકસંસ્કૃતિના આ અભિનવ સંગ્રહાલયમાં પાંચ હજાર વર્ષ પૂર્વેની સિંધુ સંસ્કૃતિના મોહેંજો ડેરોથી શરૂ કરીને આજ સુધીના કચ્છ પ્રદેશના સંસ્કૃતિ-સંસ્કારનાં પ્રાચીનઅર્વાચીન નમૂના અને તેની અભ્યાસ-સામગ્રીનાં સાધનો અહીં સચવાયા છે. તેમાં કલા, સાહિત્ય, કારીગીરી, ઇતિહાસ, ભૂશાસ, પુરાતત્ત્વ વગેરેનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમમાં લગભગ ૪, ૫૦૦ જેટલી વસ્તુઓ અને ૧,૫૦૦ જેટલા અલભ્ય એવા ગ્રંથોનો સંચય થયેલો છે! સંપૂર્ણ સંગ્રહાલય વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે ગોઠવાયેલું છે, જેથી દેશી-વિદેશી અભ્યાસુઓ માટે એક પ્રમાણભૂત સંદર્ભ કેન્દ્રની ગરજ સારશે. ભુજ શહેરની નૈઋત્ય, વિખ્યાત યુબિલી ગ્રાઉન્ડ મૂકીને ભુજ-માંડવી ધોરીમાર્ગ (કોલેજ રોડ)ઉપરથી જમણે એક ફાંટો દિધામેશ્વર મહાદેવના મંદિર તરફ જાય છે. એ પેટા રસ્તે પ્રવેશતાં ડાબે ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર આવેલું છે. લોકકલાનું આ સમગ્ર સંકુલ ૧,૪૯ર ચોરસ મીટરના પરિસરમાં વિસ્તરેલું છે. અને | ‘કચ્છીયત'થી મધમધે છે. સંગીતનાં સૂરોથી સ્વાગત ! સંકુલમાં પ્રવેશતાં ગ્રામ્ય પ્રદેશના ઘરની જૂની રચના પ્રમાણેની ‘ડેલી’ આવે છે, જેમાં સંગીતનાં આઠ સૂરોવાળી ઘંટડીઓના મધુર ઝંકાર પ્રવેશનારનું હાર્દિક અભિવાદન કરે છે ! રામાયણના પ્રસંગો પર આધારિત ( કમાંગરી શૈલીનાં સુંદર ચિત્રો, જે તેરા જાગીરના દરબારગઢમાં આવેલ છે, તેની બહુરંગી પ્રતિકૃતિની ચિત્રમાળા - ડેલીની ત્રણ ભીતો પર જોવા મળે છે. ડેલી વટાવી પ્રાંગણમાં પ્રવેશતાં સંસ્કૃતિદર્શન સંકુલનું મુખ્ય મકાન નજરે પડે છે. દૂરથી જોતાં તે મકાનની બહારની ભીંતો અને મોહેં જો ડેરોની પ્રતીકાત્મક ચિત્રલિપિ લગાવેલી દેખાય છે. આ વિશાળ પ્રદર્શન કક્ષ લંબ ગોળાઈવાળો (ઊંધા “યુ' અક્ષરના આકારનો) છે અને તેના “પ્રવેશક'માં ત્રણ દરવાજા છે. આમાં ડાબી તરફના દરવાજેથી પ્રવેશી પ્રદર્શન નિહાળતાં જમણી બાજુના દરવાજામાંથી બહાર નીકળવાની વ્યવસ્થા છે તથા સામેની વચ્ચેનો દરવાજો યુ આકારની મધ્યમાં રહેલા નાના પ્રદર્શન-ખંડમાં જવા માટેનો છે. આ મુખ્ય પ્રદર્શન કક્ષનાં પગથિયાં ચડી ‘પ્રવેશકમાં પ્રવેશતાં સામે ગ્રામ્ય પ્રદેશોની મહિલાઓ વહેલી સવારે ઊઠીને દળણાં દળતી તે મોટી “હાથઘંટી' (જે ભુજોડીના પાલીકા દ્વારા અપાયેલી છે) અને “ચરખા'ની અસલ વસ્તુઓ મૂકવામાં આવી છે. ફ્રાન્સમાં પેરિસ ખાતે યોજાયેલા ‘ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા'નું સ્વ. સુલેમાન જુમાએ જે નોબત પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ -૧૩૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202