________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યમાં આવેલ “દરબાર હૉલ' લોકો માટે ખુલ્લો મુકાયો છે. મહેલની ઉપ૨ આવેલ ટાવર લોકોને જોવા અપાય છે, જો કે હાલ ટાવર બંધ છે, પરંતુ ટાવરની ટોચ પરથી ભુજનું દૃશ્ય ખૂબ જ નયનરમ્ય દેખાય છે.
શરદબાગ પેલેસ
મહારાવશ્રી ખેંગારજી ત્રીજા (વિ.સ. ૧૮૭૬ ૧૯૪૬)ના સમયમાં આ ઉદ્યાન તથા મહેલ બનાવવામાં આવેલ છે. કચ્છના છેલ્લા રાજવી મદનસિંહજીનું આ સત્તાવાર નિવાસસ્થાન રહેલ હતું. આ ઉદ્યાનમાં મનમોહક ફૂલો ઝાડ વગેરે રોપવામાં આવેલ છે. રાજાશાહીના વખતમાં અહીં બોટનિકલ ગાર્ડન હતો. મહારાવશ્રી મદનસિંહજીનાં નિધન પછી આ ઉદ્યાન તથા પૅલેસ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે. (ચિત્ર ૨૧)
આ મહેલમાં મહારાવશ્રીની અંગત વસ્તુઓ અને ભેટ મળેલ વસ્તુઓ રાખવામાં આવેલ છે. આઠ ફૂટ લાંબા હાથીદાંત સાથેનું ઘડિયાળ અદ્વિતીય છે. આમ ભૂજનાં વિવિધ મ્યુઝિયમોમાં કચ્છનો ભવ્ય લાવારસો અકબંધ જળવાયો છે. શરદબાગ જોવાની ફી રૂ. ૫ છે.
નોંધ : ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપે ભારે વિનાશ વેર્યો અને ખાસ કરીને કચ્છમાં ભુજ, અંજાર, ભચાઉ અને રાપર શહેરોને લગભગ નેસ્તનાબૂદ કરી નાખવા જેવી જ પરિસ્થિતિ ઊભી કરી. કચ્છમાં થયેલી વ્યાપક નુકસાનીથી ભૂજ શહેરના આ સંગ્રહાલયો પણ બચી શક્યાં નથી, અગાઉના વર્ષોમાં આવેલા ધરતીકંપો સહન કરી ગયેલાં આ સંગ્રહાલયો આ ધરતીકંપ ખમી શક્યાં નહીં,
આ લેખ તૈયાર થઈ રહ્યો છે ત્યારે હાલ ભૂજના તમામ મ્યુઝિયમો જાહેર જનતા માટે અચોક્કસ સમય માટે બંધ છે.
વિનાશક ધરતીકંપથી શહેરના આ તમામ સંગ્રહાલયોને વ્યાપક અથવા થોડે ઓછે અંશે નુકસાન થયેલ છે. કચ્છ મ્યુઝિયમની સ્થાપના પછી ૧૮૮૪માં બંધાયેલી આ ઇમારત ને વ્યાપક હાનિ થયેલ છે (ચિત્ર ૨૨). પ્રથમ મજલો ધ્વસ્ત થઈ ગયેલ છે (ચિત્ર ૨૯). સંગ્રહાલયના સંગ્રહને થયેલ નુકસાનનો અંદાજ મેળવવાનું ચાલુ છે. સંગ્રહાલયને પુનઃ ધબકતું કરવા રાજ્ય સરકારે કાર્યવાહીઓ શરૂ કરી દીધેલ છે. આ જ રીતે આયના મહેલ, શરદબાગ અને ભારતીય સંસ્કૃતિ દર્શન-કચ્છ સંગ્રહાલયને પણ વ્યાપક નુકસાન થયેલ છે. આ સંગ્રહાલયોની ઇમારતોને ખાસ કરીને વધારે પ્રમાણમાં જફા પહોંચેલ છે. આ સંગ્રહાલયોને પુનઃ ધબકતા કરવામાં ખૂબ જ સમય લાગી જાય તેમ છે. આ માટે વ્યાપક નાણાં ભંડોળની જરૂર પડે તેમ છે, સરકાર તો આ ખાનગી સંગ્રહાલયોને તેના ધારાધોરણ અનુસાર નાણાકીય મદદ કરશે જ. પણ આપણા શ્રેષ્ઠીઓ કે જેઓ ધાર્મિક સેવાકાર્યમાં નાણાંભંડોળ આપવામાં ક્યારેય પાછા પડયા નથી. આ શ્રેષ્ઠીઓ આપણા સંગ્રહાલયો કે જે જ્યાં આપણી કલા, સંસ્કૃતિનો વારસો જળવાઈ રહેલ છે તેને પુનઃ બેઠાં કરવા માટે, મદદ કરવામાં પણ પાછી પાની નહીં કરે તેવી શ્રદ્ધા છે.
પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૧૩૬
For Private and Personal Use Only