________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથીદાંતની નકશી મૂકવામાં આવી છે. આ કારીગરીની ખાસિયત એ છે કે હાથીદાંતની તદન પાતળી ચીપોમાંથી હાથી, ઘોડા અને અન્ય પશુ તથા માનવ આકૃતિ બનાવી જડવામાં આવી છે. આજે કોઈ કારીગર આવું કમાડ તૈયાર કરે તો એને ૨ થી ૩ વર્ષ લાગી જાય અને કહેવાય છે કે આ કમાંડ ઈ.સ. ૧૭૦૮માં ભૂજના માધવ નામના સુથા માત્ર ૪CO કોરી એટલે અંદાજે રૂપિયા સોનું મહેનતાણું લઈ કરી આપેલ છે.
હૉલના થાંભલા તેમ જ દીવાલોમાં અરીસા જડવામાં આવ્યા છે. છત ઉપર પણ આરસ તેમજ વેલબૂટાનું કામ છે. વચ્ચેના ૮ ફૂટ x ૮ ફૂટ ના રૂમની અંદર બાજુની ભીંતો ઉપર આરસનું કામ છે. કાળા સોનેરી રંગની મુઘલાઈ ઢબની ફૂલવેલ અને કાચના સુંદર પાંદડાઓ જડી મૂકવામાં આવ્યો છે. બાજુની ભીંતોમાં પણ આયના જડવામાં આવ્યા છે. વચ્ચે રાવશ્રી લખપતજીને નીચે ઢોલિયો મૂકવામાં આવ્યો છે. આ ઢોલિયા ઉપર એઓશ્રીને ભેટ મળેલી રત્નજડિત મૂઠવાળી તલવાર અને ઢાલ રાખવામાં આવેલ છે. આ જગ્યાએથી જ મહારાવશ્રીએ સાહિત્ય સાધના કરી હતી, તેમ જ ખાનગી બેઠક પણ અહીં જ મળતી હતી.
આ ઉપરાંત પ્રજ તરફથી મળેલ ભેટના નમૂનાઓ જેવા કે, કાચકામના નમૂનાઓ, હાંડીઓ, ઝૂમરો, ઘડિયાળો વગેરે રાખવામાં આવ્યા છે. એક ઘડિયાળ તો એવું છે કે જે સમય, તારીખ, તિથિ, સૂર્ય, ચંદ્રનો ઉદય અને અસ્ત તથા મહિનો બતાવે છે. ચારે દિશામાં જુદા જુદા ચંદાઓ રાખવામાં આવ્યા છે.
આયના મહેલની રચના કરવામાં આવી, ત્યારે વીજળીની શોધ થઈ ન હતી એટલે એ વખતે રોશની કરવા માટેની મીણબત્તી તથા તેલના દીવા મૂકવામાં આવતા હતા. મીણબત્તીઓ મૂકવા માટે હાંડી તથા ઝૂમરની રચના કરવામાં આવી છે. આ ગોઠવણી એવી સુંદર કરવામાં આવી છે કે બધે સ્થળે પ્રકાશ ફેલાઈ જાય. આયના મહેલને દિવસમાં જોવા કરતાં મીણબત્તીની રોશનીમાં રાત્રે જોવો આહલાદક લાગે છે. આયના મહેલમાં એ વખતે જવાથી મુઘલ દરબારમાં જાણે પ્રવેશ્યા હોઈએ એવો અનુભવ થાય છે !
- આયના મહેલમાં કેટલાક નવા વિભાગો ઉમેરી તા.૧-૧-૭૭ના “મદનસિંહજી મ્યુઝિયમ અને તા. ૧૧-૮૨ના “કલાઅટારી કચ્છ” ની રચના કરવામાં આવેલી. આ નવા વિભાગોમાં નાગપંચમીની નીકળતી અસવારીની કચ્છી કમાંગરી શૈલીના ચિત્રપટો ઉપરાંત અસવારોની પાલખી, ગરમ પાણી માટેનું વરાળયંત્ર, રાજવી પોષાક, રાજ્યકાળ વખતના કેટલાક દસ્તાવેજો, અલભ્ય તસ્વીરો, કરચ્છી રાજવીઓની તસવીરો, અસવારીમાં નીકળતા નિશાન-ડંકા, માહિ મુરાતીબ, કચ્છી ચલણના સિક્કા, લગ્નની ચોરી વગેરે મૂકવામાં આવેલાં છે.
છેલ્લે કેટલાક સમયથી આયના મહેલના સંચાલકો દ્વારા “કચ્છી પ્રવાસી માહિતી કેન્દ્ર” શરૂ કરવામાં આવેલ છે, જે આ માહિતી કેન્દ્રમાં કચ્છ આવતા પ્રવાસીઓને વિનામૂલ્ય કચ્છના પ્રવાસનું માર્ગદર્શન આપવામાં આવે છે.
આ આયના મહેલ દ્વારા મહેલ તથા મ્યુઝિયમ અંગે પ્રકાશ તથા રંગીન પોસ્ટકાર્ડ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહીં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાય છે.
દર શનિવારે બંધ રહેતા આયના મહેલનો સમય સવારના ૯ થી ૧૨ તથા બપોરનો ૩ થી ૬:૩૦ નો છે. પ્રવેશ ફી રૂ. ૧૦/- છે. પ્રાગમહેલ
મહારાવશ્રી પ્રાગમલજી બીજા (ઈ.સ. ૧૮૬૦ ૧૮૭૫)ના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવેલા પ્રાગમહેલનો દેખાવ બહારથી ચર્ચ જેવો લાગે છે, જેની બાંધણી ઈટાલિયન છે. આ મહેલની બાંધણીના પથ્થરો કચ્છના અંધૌ ખાતેથી લાવવામાં આવેલ છે. આ મહેલમાં કચ્છ રાજ્યનો દરબાર ભરાતો, જ્યારે અમુક ખંડો મહારાવના અંગત ઉપયોગ માટે અનામત રહેતા. રાજ્યની લાઇબ્રેરી પણ આ મહેલમાં રહેતી. હાલ આ મહેલની
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૫
For Private and Personal Use Only