________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. ગુજરાત રાજયના રાજયપાલો શરૂઆતનાં વર્ષોમાં અહીં રહ્યા હતા. તેથી રાજભવન તરીકે આ ઇમારત લોકોમાં ઓળખાતી થઈ.
- ૧૯૭૫માં ગુજરાત સરકારે સરદાર સાહેબની જન્મશતાબ્દીની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મશતાબ્દી સમિતિ શ્રી ઢેબરભાઈના પ્રમુખપણા હેઠળ નીમવામાં આવી. આ સમિતિએ ગુજરાતમાં સરદાર સાહેબના સ્મારકો રચવાનું નક્કી કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિય સોસાયટી દ્વારા ૧૯૮૦માં ૭મી માર્ચના રોજ આ ઐતિહાસિક ઇમારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની શરૂઆત કરવામાં આવી. સોળ વર્ષથી આ સોસાયટી સરદાર સાહેબના જીવન અને કાર્યથી આમજનતાને પરિચિત કરાવવા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૧૦૨
For Private and Personal Use Only