________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન થાય છેઃ ભૂજનાં મ્યુઝિયમો
નરેશ અંતાણી*
આપણા પ્રાચીન સાંસ્કૃતિક કલાવારસાથી આજની પેઢી વિમુખ થતી હોય એવું લાગે છે, ત્યારે બીજી બાજુ આપણા આ સમૃદ્ધ વારસાનાં જતન અને રક્ષણ માટે મ્યુઝિયમમાં એનું કાળજીપૂર્વકનું જતન કરવામાં આવી રહેલ છે.
મ્યુઝિયમો હવે અજાયબઘર કે માત્ર સંગ્રહસ્થાન નથી રહ્યાં. કેળવણીના ક્ષેત્રમાં મ્યુઝિયમોનું પ્રદાન પ્રતિદિન વધી રહેલ છે. મ્યુઝિયમ એ શાળાકીય, ઉચ્ચ શિક્ષણ અને લોકશિક્ષણનું અસરકારક માધ્યમ બન્યું છે એટલે જ મ્યુઝિયમો વધુ લોકાભિમુખ બને, લોકો અને મ્યુઝિયમ વચ્ચેનું તાદાત્મય વધુ ગાઢ બને એવા ઉદેશથી સારાય ભારતવર્ષમાં દર વર્ષે “જાન્યુઆરીની ૮મી તારીખથી ૧૪મી તારીખ સુધી” અખિલ ભારતીય મ્યુઝિયમ સપ્તાહ" ઊજવવામાં આવે છે. આ દરમ્યાન અનેક લોકસચિકર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.
ભારતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિનું મંગલાચરણ ઈ.સ. ૧૮૧૪માં થયું. પ્રથમ કલકત્તાનું ઇન્ડિયન મ્યુઝિયમ સ્થપાયું અને ત્યારથી આજ પર્યત ભારતમાં મ્યુઝિયમની સ્થાપના થતી રહી છે. મ્યુઝિયમ એ શિક્ષણ અને સંસ્કારનું નીક મનાય છેઅને એટલે જ વિશ્વમાં સૌથી વધુ મ્યુઝિયમ ધરાવતો દેશ ફ્રાંસ એ સૌથી વધુ સમૃદ્ધ અને સંસ્કારી દેશ છે, એ જ રીતે ભારતમાં પશ્ચિમ બંગાળ સૌથી વધુ મ્યુઝિયમો ધરાવે છે અને બીજે નંબરે આપણું ગુજરાત આવે છે, જે આપણા માટે ગૌરવપ્રદ હકીકત છે. એનાથી વધુ ગૌરવજનક હકીકત એ છે કે આપણા રાજયમાં એકથી વધુ મ્યુઝિયમો અમદાવાદ, એ પછી વડોદરા અને પાંચ મ્યુઝિયમો ધરાવતું ભૂજ શહેર એ ત્રીજા ક્રમે આવે છે. વળી રાજયનું સૌથી જૂનું મ્યુઝિયમ પણ ભૂજ શહેરમાં છે.
મ્યુઝિયમ એ પ્રવર્તમાન સમાજમાં લોકશિક્ષણનું એક અસરકારક માધ્યમ બની રહે છે. રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળ અને યુગોની ઉત્તરોત્તર પ્રગતિનું જ્ઞાન પુસ્તકોમાં મળે એ કરતાં મ્યુઝિયમમાં જીવંત રીતે મળે છે. ત્યારે કચ્છના ઇતિહાસ અને વિકાસની યાત્રાનો ખ્યાલ આપતાં અનેક મ્યુઝિયમો ભૂજમાં આવેલાં છે, જેનો પૂર્ણ પરિચય ઉપયોગી થઈ રહેશે.
ભૂજમાં ખાસ કરીને નૃવંશશાસ્ત્ર તથા બહુહેતુક મ્યુઝિયમો આવેલાં છે. અહીં રાજ્ય સરકાર સંચાલિત એક મ્યુઝિયમ છે. જયારે અન્ય ચાર મ્યુઝિયમ ટ્રસ્ટ સંચાલિત છે. કચ્છ મ્યુઝિયમ
કચ્છના ઐતિહાસિક પાટનગર ભૂજેમાં ગુજરાતનું તથા પશ્ચિમ ભારતનું સૌથી જૂનું, ભારતનાં સદી વટાવી ચૂકેલાં પ્રથમ દશ મ્યુઝિયમો પૈકીનું કચ્છ મ્યુઝિયમ” આવેલું છે.
કચ્છ મ્યુઝિયમનું સંચાલન રાજય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ હેઠળ સંગ્રહાલય ખાતા દ્વારા કરવામાં આવે છે, જેની વડી કચેરી વડોદરા ખાતે આવેલી છે. આ ખાતાના સંચાલન હેઠળ રાજ્ય ભરમાં કુલ તેર મ્યુઝિયમો આવેલાં છે. કચ્છ મ્યુઝિયમ કચ્છનું એકમાત્ર સરકારી મ્યુઝિયમ છે.
એ મ્યુઝિયમનું નામ મુંબઈના તત્કાલીન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસનના નામ પરથી “ફર્ગ્યુસન મ્યુઝિયમ” પડ્યું, ૧૯૪૮માં ભારતના કેટલાંક રજવાડાઓનાં વિલીનીકરણ વખતે કચ્છનું પણ વિલીનીકરણ થતાં ત્યારથી લોકોમાં આ મ્યુઝિયમ “કચ્છ મ્યુઝિયમ” તરીકે ઓળખાયું, જે નામ આજ પર્યત ચાલુ રહ્યું છે.
કરછ એ ચારે બાજુ સમુદ્ર અને રણથી ઘેરાયેલા ટાપુ જેવો વિસ્તાર છે. કાચબા જેવો આકાર ધરાવતો આ * માનદ સંપાદક, ‘વલો કચ્છડો", ૩, નાગરની વંડી, છઠ્ઠી બારી, ભૂજ-કચ્છ, ૩૭૦ ૦૦૧
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૩૦
For Private and Personal Use Only