Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 147
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસ્તાર “કચ્છ” તરીકે ઓળખાય છે. અહીંની પ્રજા ખડતલ, સહનશીલ અને મહેનતુ છે. અહીંની ભોમકા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી વિવિધતાવાળી છે. આ સંસ્કૃતિને “કચ્છ મ્યુઝિયમ"ના જુદા જુદા પંદર વિભાગોમાં સુંદર રીતે રજુ કરવામાં આવી છે. મ્યુઝિયમને કચ્છનો “ભોમિયો” ગાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે પુરાતન કાળનાં અનેક સંભારણાંઓને જાળવી રાખતા આ મ્યુઝિયમમાં શિલાલેખો, સિંધુ સંસ્કૃતિના અવશેષો, શિલ્પ સ્થાપત્ય, વિશાળ કરછ પ્રદેશની વિવિધ માનવ જાતિઓ, ચિત્રકલા, ધાતુ-શિલ્પ, સિક્કા, વસકલા, કચ્છી આભૂષણો, કચ્છની બેનમૂન ચાંદીકલા, કછી હથિયારો, કચ્છનું વહાણવટું ઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાનને લગતા અનેક નમૂનાને સુંદર રીતે જાળવી રાખવામાં આવ્યા છે. ગુજરાતના આ પ્રાચીન મ્યુઝિયમના દરેક વિભાગની આછેરી ઝલક અહીં પ્રસ્તુત છે. પ્રાચીન કાળમું જયારે ધાતુની શોધ નહેતી થઈ, ત્યારે માનવી પોતાની જરૂરિયાત માટે હથિયાર તરીકે પથ્થરનાં ઓજારોનો બનાવીને ઉપયોગ કરતા, દોઢ લાખથી દશ હજાર વર્ષ જૂના મનાતા આ સમયને પ્રાચીનાશ્મ, મધ્યાશ્મ તથા અંત્યાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તમામ સમયનાં પથ્થરનાં ઓજારો કચ્છમાંથી મળે છે, જેને આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ સિંધુ સંસ્કૃતિનાં છિદ્રોવાળાં ઠીકરાં, શંખની બંગડીઓ. માટીનાં પાત્રો પણ પ્રાપ્ત થયેલ છે, જે અહીં મોજૂદ છે. ઉપરાંત કચ્છના ખીરસરા નેત્રા અને ખડીર બેટનાં ધોળાવીરા ગામેથી સિંધુ સંસ્કૃતિનું મુદ્રાંક ૧૯૭૪માં મળેલ છે. ગુજરાતમાં આ પ્રકારનું મુદ્રાંક માત્ર લોથલમાંથી જ મળેલ છે. ભારતમાં પણ આ પ્રકારનું શીલ દુર્લભ છે. મુદ્રાંકમાં એક શૃંગી પશુ અને સિંધુ લિપિના અક્ષરો જોઈ શકાય છે. શિલાલેખોના વિભાગની અંદર ઈ.સ. ૪ થી સદીથી ૧૮મી સદી સુધીના શિલાલેખો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જે ક્ષત્રપ શિલાલેખો પ્રાપ્ત થયેલ છે તેના સૌથી વધારે કચ્છમાંથી ભૂજથી ૮૮ કિ.મી. દૂર આવેલા અંધૌ ગામેથી પ્રાપ્ત થયેલ છે, જે કચ્છમાં ક્ષત્રપોની મોટી વસાહત હોવાનાં પર્યાપ્ત કારણો રજૂ કરે છે. ગુજરાતમાં આભીરોનો એકમાત્ર લેખ ભૂજથી ૧૦૦ કિ.મી. દૂર પશ્ચિમે આવેલા દોલતપુર ગામેથી શક સંવત ૨૫૪, ઈ.સ. ૩૩રનો આભીર રાજા ઈશ્વરદેવનો છે. પાળિયા લેખમાં અણહિલવાડ પાટણના વાઘેલા રાજા સારંગદેવનો સંવત ૧૩૩૨, માગસર સુદ ૧૧ શનિવાર, તા. ૧-૧૨-૧૨૭૫નો છે. આ ઉપરાંત બીજા અભિલેખો સંવત ૧૭૦૬, સંવત ૧૬૭૪ અને સંવત ૧૮૦૦ વગેરેના છે. શિલ્પવિભાગમાં ઈ.સ. ૧૦મી સદી દરમ્યાન કચ્છમાં કેરા, કોટાય, પુંઅરો અને કંથકોટ ગામે સુંદર શિલ્પમય સુંદર મંદિરનું નિર્માણ થયેલ છે, જેના અવશેષો તથા જૈન અને વૈષ્ણવ સંપ્રદાયોનાં સ્થાપત્ય નજરે પડે છે. લખપતના દોલતપુર ગામેથી પ્રાપ્ત થયેલ ત્રીજી સદીનું સૂર્યમસ્તક બેનમૂન છે. પ્રસ્તશિલ્પની સાથે ધાતુશિલ્પના મનમોહક નમૂનાઓ અહીં પેશ કરેલ છે, જેમાં સમભંગમાં ઊભેલા અભય મુદ્રાવાળા ભગવાન બુદ્ધની કાંસ્ય પ્રતિમાના કમલાસન પર બ્રાહ્મી લિપિમાં લખાણ છે. જેમાં આ પ્રતિમા નાગસિંઘ નામક ભિક્ષકે પોતાની માતા સમાન ગુરુ કીર્તિદેવની સ્મૃતિમાં કરાવ્યાની નોંધ છે. પ્રતિમાનું લખાણ બ્રાહ્મી લિપિમાં હોઈ એનો સમય ઈ.સ. ૬,૭ મી સદીનો મનાય છે. રાવશ્રી ભારમલજી પહેલાએ સને ૧૬ ૧૭ માં ચાંદીની કોરીનું ચલણ શરૂ કર્યું, ત્યારથી સને, ૧૯૪૯ સુધીનો સંગ્રહ અહીં મોજૂદ છે. દેશી રાજયોમાં નિઝામ હૈદરાબાદ પછી કચ્છ એવું રાજય હતું કે જેના ચલણમાં નોટોનું નાણું શરૂ કરેલ, પરંતુ તે કોઈ પણ કારણે અમલમાં આવી શકેલ નહીં. કાષ્ઠકળાનાં નારાયણ સરોવર ગામેથી મળેલ ૧૯મી સદીનાં દ્વારની જોડ પરની કોતરણીમાં મૂકેલ પુષ્પની દરેક ભાત અલગ છે. એ જ પ્રમાણે બીજાં દ્વારોની પણ ફૂલપત્તીની કોતરણી અજોડ છે, તેમ અશ્વમુખવાળા ડામચિયા પણ સુંદર છે. કચ્છ પ્રદેશની જત, કણબી, વણિક, રબારી, ભરવાડ, કોળી, આહિર, મેઘવાળ તથા ભણસાળી કોમોનો પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202