________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાષ્ટકલાના નમૂના
આ સંગ્રહાલયમાં આજના નવા સ્થાપત્ય પ્રકારને કારણે નાશના આરે ઊભેલા કાષ્ટકલાના નમૂનાઓ પણ સંગ્રહવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં નગરમાંથી મળી આવેલ કાષ્ટકોતરકામવાળી-વેલબટ્ટાની ભાતવાળી, બારી ટોડલા સાથેની તેમજ લાત્મક વેલ-બુટ્ટાવાળી દરવાજા ઉપરની દ્વારશાખ પણ પ્રદર્શિત કરીને મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત લાકડાનો કલાત્મક પટારો, તેમજ લોખંડની ભાતયુક્ત પેટી, માટીના ભૌમિતિક આકારો પણ સંગ્રહવામાં આવ્યાં છે.
છેલ્લે મહાત્મા ગાંધીજીની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડતને કારણે ૧૯૪૨-૪૩માં મોડાસા નગરમાં લગભગ ૨૫૦ જેટલાં યરવડા ચક્રો, તે વખતની મોડાસાની સાત હજારથી દશ હજાર જેટલી વસ્તીમાં ફરતાં થયાં હતાં એક યરવડાચક્ર- રેંટિયો-પણ આજની પેઢીને સ્વાતંત્ર્ય સંગ્રામનો પરિચય આપતો અહીં મુકાયેલ છે.
આ મ્યુઝિયમ જાહેર રજા, રવિવાર અને વેકેશનના સમય સિવાય દરરોજ બપોરના ૨ કલાકથી સાંજના પ-00 ક્લાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહે છે. તેને માટે માણસની વ્યવસ્થા છે. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળે કરી છે; તેમજ શનિવારના દિવસે સવારે ૮ થી ૧૧ તે ખૂલે છે. ગુજરાતના સંસ્કૃતિરસિકોને આ મ્યુઝિયમની મુલાકાતે આવવાનું નિમંત્રણ છે. એમની મુલાકાત અમારો આનંદ હશે !
• વિશેષમાં આ મ્યુઝિયમમાં ૧૫૦ જેટલા શિલ્પાવશેપ સંગ્રહાયેલા છે. જેમાંના ઘણાખરાનું ડોક્યુમેન્ટેશન યોગ્ય રીતે મ.સા. યુનિ.ના મ્યુઝિયોલોજીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના સહ્યોગથી થયેલું છે, આ મ્યુઝિયમ ઉત્તર ગુજરાત વર્તુળમાં સરકારમાં નોંધાયેલ છે. અહીંના શિલ્પાવશેષો આ પ્રદેશના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની જાગૃતિને કારણે સચવાયેલા છે તે નોંધવું જોઈએ. હાલમાં ગુજરાત રાજય મ્યુઝિયમ એસો.નો સહયોગ પણ મળે છે. ગુજરાત સરકારની ક્વચિત્ ક્વચિત્ અલ્પ ગ્રાંટ પણ મળે છે, ડો. વિનોદ પુરાણી પોતાની અધ્યાપકીય જવાબદારી ઉપરાંત રસ અને શોખથી આ મ્યુઝિયમની સાર-સંભાળની જવાબદારી સ્વીકારી તેના ડાયરેક્ટર તરીકે મહદ્ સેવાઓ આપે છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૨૯
For Private and Personal Use Only