________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજગર, મગર,
બેક ગ્રાઉન્ડ અને તે
કુદરતી રહેઠાણ * *
જ સુંદર ગોઠવવામાં
પહેરવેશ તેમ નિવાસ રજૂ કરતા ડાયરામાઓ નૃવંશવિ પાગમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત અહીં કચ્છી ગાડાંઓ પણ છે. આ કોમોની પરંપરાગત ઘરવખરી તેમ આભૂષણો પણ આ વિભાગમાં છે. આ વિભાગની ગોઠવણી પુનઃ સુંદર રીતે કરવામાં આવી છે.
ચિત્રકળા વિભાગમાં જુદા જુદા રાગ તેમ રાગિણી દર્શાવતી રાગમાળાનાં ચિત્રો તેમ જ ઉદયપુર મેવાડ વગેરે શૈલીનાં ચિત્રો કચ્છના મહારાવોનાં ચિત્રો, કચ્છી મહાપુરુષો, અલ્લારખા, શિવાજી, ઉમરશી, જરાદી, ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા, કચ્છના ક્રોમવેલ જમાદાર ફત્તેહમહમ્મદનાં ચિત્રો તથા સાઈઠ ફૂટ લાંબો તાજિયાનો પટ તથા એકાવન ફૂટ લાંબો કાગળ પરનો નાગ પંચમીની અસવારીનો પટ ધ્યાન ખેંચે છે.
આ બે ચિત્રપટ એ સમયના લોકોના સ્થાન પ્રમાણેનાં પહેરવેશ વગેરેનું નવજીવન રજૂ કરે છે. કચ્છ શૈલીમાં દોરાયેલાં રામાયણનાં બાલકાંડનાં લઘુચિત્રો પણ અહીં પ્રદર્શિત છે.
પ્રાકૃતિક ઇતિહાસ વિભાગમાં વન્ય પ્રાણીઓ સિંહ, વાઘ, દીપડા, રીંછ, વિવિધ પક્ષીઓ, અજગર, મગર, કિડીખાઉ અથવા પેગોલિન, જંગલી ગધેડા, ઓરિકસ વગેરેના નમૂનાઓ બેક ગ્રાઉન્ડ અને ફોર ગ્રાઉન્ડમાં રજૂ કરેલ છે. આ નમૂનાઓ એનાં પ્રાણી પોતાના અસલ કુદરતી રહેઠાણમાં હોય એવા જ લાગે છે. આ વિભાગ સંગ્રહાલયના શતાબ્દી ભવનમાં સુંદર ગોઠવવામાં આવ્યો છે.
૧૯૮૩ના વરસમાં કીડીખાઉ પ્રાણી ભૂજમાં જોવા મળેલ હતું. આ પ્રાણીનો ખોરાક કીડી, ઝીણા જીવડા તથા ઊધઈ છે.
વસ્ત્રકળા તથા લોકકળા વિભાગમાં અજોડ આભલા ભરતના નમૂનાઓ આહીર ભરત, રબારી ભરત, મોચી ભરત, કાપડ પર થતું રોગાની કામ, બાંધણી, ચણિયા ચોળી ઉપરાંત બળદ ઊંટનો શણગાર અહીં નજરે પડે છે.
માટીનાં વિવિધ પ્રકારનાં રમકડાં, હાથીદાંતની વિવિધ વસ્તુઓ તેમ જ મોતીકામના વિવિધ નમૂનાઓ આકર્ષક લાગે છે. વિવિધ ધાતુના નમૂનાઓમાં ધાતુનાં વાસણો, કાઠી કોમમાં વપરાય છે એવા ડબરા, અલંકૃત દીવીઓ, લેમ્પ, કમંડળ, ફુવારો, એસ્ટ્રોલોબ અને સને ૧૮૧૧માં કચ્છમાં ભૂજમાં બનતી ઘડિયાળનો નમૂનો ધ્યાન ખેંચે છે. આ ઘડિયાળનું ડાયેલ ચાંદીનું છે.
સોના તથા ચાંદી અને મીનાકામની કળામાં વિવિધ વસ્તુઓ રજૂ કરેલ છે. કચ્છનું ચાંદી પરનું કોતરણીકામ જગવિખ્યાત છે, જે “કચ્છ વર્ક” તરીકે ઓળખાય છે (ચિત્ર ૧૮-૨૦). ઉમરશી જરાદી આ કામ માટે જાણીતા કલાકાર હતા. ચાંદીની સુરાહી, નકમદાની, ઘોડાનો હાર, અલંકારો, ચાંદીનાં તાળાં, સાબુદાની, ચાંદીની પ્લેટમાં રજૂ થયેલ દુષ્યત-શકુંતલાનું દૃશ્ય, મીનાકારી કામનાં બટન, સોનાનો મુકુટ, હીરા વગેરે શોભાયમાન છે.
કચ્છના સાગરખેડુ જાણીતા છે. કચ્છી વહાણોના નમૂનાઓની પ્રતિકૃતિ, જેવી કે મચ્છીઆરી, હોરા, દંગી, ભંગી, બંગલો વગેરે દર્શાવેલ છે.
શિષ્ટ સંગીતનાં સાધનો ઉપરાંત નાગફણી, એકતારો, ચંગ, ઢોલક, નગારાં, ત્રાંસાં જેવાં લોકવાદ્યો અહીં છે. કચ્છી લોકવાદ્ય સુરંદો, જોડિયાપાવા, કાન વગેરે ઉમેરવામાં આવ્યા છે.
હથિયાર વિભાગમાં વિવિધ પ્રકારનાં કચ્છી શસ્ત્રો અને આયુધો પ્રદર્શિત થયેલ છે. હવે એ ઉદ્યોગનું સ્થાન સૂડી-ચપ્પએ લીધું છે. ૧૯૭૧માં ભારત પાક યુદ્ધ દરમ્યાન પાકે ભૂજ પર ફેકેલ ૭૫૦ રતલના વજનનો નેપામ બોમ્બના ટુકડાઓ અહીં પ્રદશિત થયેલ છે. નાની ગડૂદિયો તોપ” ધ્યાનાકર્ષક છે.
આ મ્યુઝિયમના પ્રાંગણમાં સને ૧૬૨૨ની સાલ ધરાવતી પોર્ટુગીઝ તોપ તથા કિલ્લા પરથી નીચે પડી ફાટે એવી ઘંટાકાર તોપ “મોર્ટાર' રાખવામાં આવી છે. હિજરી સન ૧૨૨૬ની બનાવટની મૈસુરના સુલતાન ટીપુએ કચ્છના જમાદાર ફતેહમહમ્મદને ભેટ આપેલ અરબી લખાણવાળી “હૈદરી” તોપ અહીં પ્રાંગણમાં રાખવામાં આવી છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૨
For Private and Personal Use Only