________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેક્સ્ટાઈલ્સ-મ્યુઝિયમ
પ્રા. સુભાષ બ્રહ્મભટ્ટ
બી.એસ. મકવાણા
આ છે દુનિયાભરમાં પંકાયેલું અને વિશ્વમાં જેનો જોટો નથી એવું મ્યુઝિયમ ઓફ ટેસ્ટાઈલ્સ, એટલે કે કેલિકો મિલનું વસ્ત્રાગાર, અનુપમ વસ્ત્રો બનાવવાની ભારતની સૈકા જૂની પરંપરાનો બે સદી ઉપરનો સજીવન ઇતિહાસ,
ગીરાબેન સારાભાઈ કહેતા કે, “ત્રણ દાયકા પહેલાની વાત છે. હું અમેરિકા ગયેલી ત્યારે ત્યાં મ્યુઝિયમોમાં ભારતનાં વસ્ત્રો વગેરેના વિવિધ ફોટો જોયા. મને થયું કે, આપણા દેશમાં આવું કેમ નહિ ? કાપડ અને વસ્ત્રો માટે તો ભારત સદીઓથી મશહૂર છે, આવી ભવ્ય પ્રણાલિકાને જાળવી રાખવા ભારતમાં કાંઈ જ નહિ ?'
આમાંથી કેલિકો મ્યુઝિયમ બનાવવાની યોજના આકાર ધરવા લાગી. ભારતની વસ્ત્ર પરંપરાના પ્રતીક રૂપે જૂના જમાનામાં વસ્ત્રો વગેરે મેળવવા અને કેલિકો મ્યુઝિયમને અનોખું બનાવવા ગિરાબેને બે વરસ આખા દેશમાં રઝળપાટ કરી,
વોશિંગ્ટનમાં મ્યુઝિયમ છે તેમાં ટેક્સટાઈલ સિવાય પણ ઘણી ચીજો છે. લંડનનું વિક્ટોરીઆ અને આલ્બર્ટ મ્યુઝિયમ અનેક અનુપમ ચીજોનો સંગ્રહ ધરાવે છે, પણ ફક્ત વસ્ત્રો અંગેનું જ મ્યુઝિયમ હોય તો વિશ્વમાં એક જ કેલિકો મ્યુઝિયમ છે.
ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ૧૯૪૯માં તેનું ઉદ્દઘાટન કર્યા બાદ કુવૈતના શેખ સહિત ઘણા રાજયોના વડા, ઘણાખરા દેશના એલચીઓ, આનંદ કુમારસ્વામી અને જહોન અરવીન જેવા કલાનિષ્ણાતો આ મ્યુઝિયમની મુલાકાતે આવી ગયા છે. ટેક્સટાઈલ્સ ડીઝાઈનીંગમાં રસ લેતા અભ્યાસીઓનો પ્રવાહ તો લગભગ અવિરત ચાલુ જ રહ્યો છે.
ડેન્માર્ક, જર્મની અને જાપાન સહિત પશ્ચિમના દેશોમાંથી લગભગ દરરોજ અહીં મુલાકાતીઓ આવે છે. વધારે આનંદની વાત એ છે કે સામાન્ય જનતાને ભલે તેની ખબર ન હોય, પણ આપણા દેશના કાપડની જૂની ડિઝાઈનોનો અભ્યાસ કરી નવી ડિઝાઈનો બનાવવા માટે ઘણા કારીગરો અહીં કલાકો ગળી જાય છે. મુંબઈ વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ આ મ્યુઝિયમના આશિક છે.
કેલિકો મ્યુઝિયમની વિદેશોમાં લોકપ્રિયતા એ જ વાત પરથી સાબિત થાય છે કે તેના આશ્રયે લગભગ ૧૮ પુસ્તકો અંગ્રેજીમાં બહાર પડી ચૂક્યાં છે. રૂા. ૨૫ થી માંડી રૂ. ૭00ની કિંમત હોવા છતાં તેની માંગ સારી રહે છે.
હવે તો ટેક્સટાઈલ જગતમાં મુંબઈ એક ડગલું આગળ વધી ગયું હોવા છતાં એક આવું સુંદર મ્યુઝિયમ અમદાવાદમાં શા માટે ?
એટલા માટે કે ભારતમાં કાપડ ઉદ્યોગોનો પાયો અમદાવાદમાં નંખાયો, જે ધીમે ધીમે દેશનું “માન્ચેસ્ટર કહેવાયું અને બીજું કારણ ત્યાં હવામાં ભીનાશ ઓછી હોવાથી સદીઓ જૂનાં વસ્ત્રો જળવાઈ રહેવાની શક્યતા વધારે છે. ભેજવાળી હવામાં વસ્ત્રો તેની મૂળ પરિસ્થિતિમાં સાચવવા મુશ્કેલ પડે છે.
જૂના જમાનાના દરબારગઢ જેવું મોટી ડેલીવાળું સ્વચ્છ અને સુઘડ મકાન, એ જ આ વસમ્યુઝિયમ. * પ્રિન્સીપાલ, શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ + સહાયક પુરાતત્ત્વ નિયામક, પુરાતત્ત્વ ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૧૧૩
For Private and Personal Use Only