________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળેલા અવશેષો તથા નગરના ટીંબામાંથી મળેલા અવશેષો એમ વિવિધ સ્થળોએથી મળેલા અવશેષો અહીં સંગ્રહાયેલા છે. ઉપરાંત શિલ્પકૃતિઓ, અભિલેખો, સિક્કાઓ તથા મૃભાંડોનો વિભાગ પણ તેમાં છે. હાલ આ મ્યુઝિયમ નવા મકાનમાં ખસેડાયેલું છે. લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર
સુરત એજન્સીમાં વાંસદા, ધરમપુર અને સચીન એ ત્રણ બીજા વર્ગની રિયાસત હતી. તેમાં વહીવટ ઉપર પોલિટિકલ એજન્ટ તરીકે સુરતના કલેક્ટર સંભાળ રાખતા હતા. ધરમપુર સિસોદિયા કુળના રાજવીઓના અધિકાર નીચે હતું. વિદેશોની કલાકારીગરીની હરીફાઈ કરી સ્થાનિક પ્રજા પોતાની કલા વિકસાવી શકે એ દૃષ્ટિએ ત્યાંના મહારાજાએ ઈ.સ. ૧૯૨૮માં મ્યુઝિયમની સ્થાપના કરી. એમાં ભારતીય કરતાં વિદેશી વસ્તુસંગ્રહ પ્રમાણમાં ઉપર્યુક્ત કારણે વધુ થયો છે. ૧૯૩૮માં એનો વહીવટ મુંબઈ રાજય ઉદ્યોગ વિભાગ કરતું હતું.
આ સંગ્રહાલયના નમુનાઓ બે મકાનમાં ગોઠવવામાં આવ્યા છે. ઉપરની ગૈલરી સાથેના મુખ્ય મકાનમાં કાચ કલા કારીગરીના નમૂનાઓ, હાથીદાંત ઉપરના કોતરકામના નમૂનાઓ, પથ્થર તથા કાઇ ઉપર કરેલી કોતરણીઓ, ધાતુકામ અને ચીનાઈમાટી પરનું કોતરકામ, રંગકામ ઉપરાંત કાપડ, ઘાસ, લેકર, જડતરકામના ઉત્તમ નમૂનાઓ અદ્ભુત રીતે દેશી-વિદેશી કલા-સૌંદર્યને વ્યક્ત કરે છે તે સાથે સિક્કાઓ, ટપાલ ટિકિટનો સંગ્રહ તથા જંગલ અને ખેતીવાડીની ઉત્પન્ન વસ્તુઓ, ભૂસ્તરશાસ્ત્ર તેમ જ પ્રાણીશાસને લગતા નમૂનાઓ, ચિત્ર ગૅલરી, શરીરને શણગારવા માટેનાં વસ્ત્રાભૂષણો, માટીકામના અને ઇંટોના નમૂનાઓ વગેરેનું માહિતી સભર પ્રદર્શન ગોઠવેલું છે.
બીજા મકાનમાં સંગીતનાં વાજિંત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. જેમાં લોકસંગીતના સાધનોમાં આદિવાસી પ્રજાનાં મૂળ વાજિંત્રો રાખવામાં આવ્યા છે. તે સાથે આદિવાસી સંસ્કૃતિ અને સંસ્કારની જાણકારી આપતું પ્રદર્શન પણ ગોઠવેલું છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૨૨
For Private and Personal Use Only