________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રદર્શિત કરવામાં આવેલ છે.
ઉત્તર ગુજરાત હસ્તકલા વીથિ :
આ વિભાગમાં પાટણના ઓટીવા કુંભારોએ બનાવેલા પશુ પક્ષીઓના તેમજ સુશોભન માટે વપરાતા માટીના નમૂનાઓ. ચંદન કાષ્ટનો દાબડો (પેટી), સાગના લાકડાનો વાઘના પંજાના આકારનો બાજોઠ જે ત્રાંબાના પત્રાથી મઢેલ છે. તેમજ પાટણનું પટોળું અને તેના જુદા જુદા ડીઝાઈનના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ પ્રમાણે વિવિધ વિષયોને આવરી લેતા નમૂનાઓ ઉપર દર્શાવેલા ત્રણેય વિભાગોમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. તેથી વડનગર સંગ્રહાલય મલ્ટી પરપઝ મ્યુઝિયમ કહેવાય. જે ગુજરાતીમાં વિવિધ વિષયદર્શી સંગ્રહાલય કહેવાય છે.
વિશિષ્ટ નમૂનો ઃ
સારસ્વત મંડળ વીથિમાં પ્રદર્શિત કરવામાં આવેલ એક સફેદ પથ્થરની મૂર્તિ વિશિષ્ટ નમૂનો કહેવાય છે. આ શિલ્પના નમૂનામાં આગળની બાજુ બ્રહ્મા છે તેમજ પાછળના ભાગે વિષ્ણુ કંડારાયેલ છે. આ મૂર્તિ બારમી સદીની છે.
વડનગર સંગ્રહાલયમાં મોટા ભાગના નમૂનાઓ અપ્રકાશિત છે. જેના પર સંશોધનાત્મક અભ્યાસ કાર્ય થવું જરૂરી છે. સંગ્રહાલયમાં પધારતાં મુલાકાતીઓને સંગ્રહાલયમાં પ્રદર્શિત સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નમૂનાઓ જોઈને ઉત્તમ પ્રકારનું જ્ઞાન મળતું હોવાથી વિશ્વભરમાં સંગ્રહાલયો ચલુગમ્ય અવૈધિક શિક્ષણના બેનમૂન કેન્દ્ર છે.
આનર્ત દેશના આનતપુર, ચમત્કારપુર અને હાલમાં વડનગર નામે જાણીતા આ સ્થળો ઇતિહાસ અને તેની પૌરાણિક કથાઓ ચિત્તાકર્ષક છે.
ઉત્ખનનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ ક્ષેત્રમાં માનવ વસ્તી આશરે ૨૦૦૦ વર્ષો કરતાં કંઈક જૂના સમયથી શરૂ થતી લાગે છે. આ શરૂઆતથી વડનગરનો ક્રમિક ઇતિહાસ દેખાય છે. તેમાં વડનગરના હાટકેશ્વરક્ષેત્ર અને તેનાં તીર્થો આગવું સ્થાન ધરાવે છે.
સારસ્વત મંડળની પૂર્વ સીમા પર આવેલાં કિલ્લેબંધ વડનગરની આજુબાજુ ઘણો મોટો પરાં વિસ્તાર હતો તેના આશરે પાંચ કોશ પરિમંડળની સારી નોંધ ઈ.સ.ની ૭મી સદીમાં ભારતમાં આવેલાં યુઅન શ્વાંગ ચીની યાત્રીએ તેમના ‘સિચુકી’ નામના ગ્રંથમાં લીધી છે. આજનું વડનગર પ્રાચીન કાળમાં ગુજરાતને માળવા સૌરાષ્ટ્ર અને રાજપૂતાના પ્રદેશોને સાંકળતું એક અગત્યનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું.
આ વિસ્તારમાં બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ આદિ વિવિધ સંપ્રદાયોમાં માન્યતાઓ ધરાવનાર લોકોની સાથે વેદ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિતો પણ વસતા હતા. આવા આ સાંસ્કૃતિક ક્ષેત્રમાં વડનગરમાં સંગ્રહાલય શરૂ કરી એ સંસ્કૃતિના કેટલાંક અંગો દર્શાવવાનો પ્રારંભ કર્યો છે.
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે શરૂ કરવામાં આવેલા આ સંગ્રહાલયમાં પ્રારંભિક ધોરણે મુખ્યત્વે નીચેની ત્રણ વીથિઓ (ગેલેરીઓ) શરૂ કરવામાં આવી છે.
૧. વડનગરની સંસ્કૃતિ દર્શાવતી વીથિ.
૨. મહેસાણા, જિલ્લા (સારસ્વત મંડળ)ની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી વીથિ.
૩. મહેસાણા જિલ્લાની ઔદ્યોગિક કલા કારીગરીનું નિદર્શન કરાવતી વીથિ.
સંગ્રહાલયની ત્રણ વીથિઓની કેટલીક માહિતી નીચે મુજબ છે.
1. વડનગરની સંસ્કૃતિ દર્શાવતી વિથિ
વડનગર સંગ્રહાલય મુખ્યત્વે વડનગરની અને તેની સાથે ઉત્તર ગુજરાતની કલાકારી અને સંસ્કૃતિ દર્શાવતું પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ = ૧૨૪
For Private and Personal Use Only