________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“વડનગર સંગ્રહાલય”
મુનીન્દ્ર જોષી
અશોક મોહિતે વડનગર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ૨૦”-૪૬' ઉત્તર અક્ષાંશ અને ૭૦”-૩૭’ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું પ્રાચીન નગર છે. ખેરાલુ તાલુકાના ૧૫૮ ગામો પૈકી વડનગર મોખરાનું સ્થાન ધરાવે છે. જે હાલ તાલુકા તરીકે ઓળખવામાં આવે છે.
વડનગરની ઉત્તરે પૂર્વ દિશાએ તારંગા અને અરવલ્લીના ડુંગરોની હારમાળા છે. પૂર્વના ૨૦ કિ.મી. દૂર સાબરમતી નદી છે અને ઉત્તરમાં પાંચ કિમી. રૂપેણ નદી વહે છે. આ દિશામાં ૩૦ કિ.મી.ના અંતરે સરસ્વતી વહે છે. તેના કિનારે માતૃગયા શ્રાદ્ધ તીર્થ સિદ્ધપુર નગર આવેલ છે અને પૂર્વમાં અડધા કિ.મી.ના અંતરે કપીલા નદી વહે છે. તેથી પૂર્વથી દક્ષિણ તરફ વહે છે. ત્યાં પાતાળ ગંગા તેમજ ગંગાજીનો અહીં પ્રાદુર્ભાવ હોવાની આખ્યાયિકા નાગર ખંડમાં આવેલ છે. વડનગર એક હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખાય છે. આ નગરનાં અન્ય નામો જેવાં કે ચમત્કારપુર, સ્કંદપુર, માનપુર, મદનપુર, અર્કસ્થલી, આનર્તપુર, આનંદપુર, વૃદ્ધનગર અને વડનગર તરીકેનું ઈતિહાસમાં વર્ણન છે.
આ નગરને છ પ્રવેશદ્વારો આવેલા છે. પૂર્વ તરફ અમરથોળ, અરજુનબારી, દક્ષિણે પીઠોરી, ગાંસકોળ અને પશ્ચિમે અમતોલ તેમજ નદીઓળ એવા નામના છે. પ્રવેશદ્વારથી સુરક્ષિત એવું આ નગર છે. આ જ પ્રવેશ દ્વારો સાથે ફરતો કોટ (દીવાલ) સંવત ૧૨૦૮માં પાટણના રાજા કુમારપાળે બંધાવેલ હતો. તે અંગેની કવિ શ્રીપાલની પ્રશસ્તિ આજે અરજુનબારી દરવાજે જડેલી થયેલ છે. તેમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. વડનગરની મધ્યમાં વડનગર સંગ્રહાલય આવેલ છે. જે ગુજરાત સરકારના સંગ્રહાલય ખાતાના નિયંત્રણ હેઠળ છે. આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન તા. ૧૬-૧-૧૯૯૬ ના રોજ માનનીય શ્રી ઈન્દ્રવિજયસિંહજી જાડેજા મંત્રીશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વરદ હસ્તે થયેલ છે.
વડનગર સંગ્રહાલયના ભવનમાં ત્રણ માળ આવેલા છે. મકાનના દરેક માળ ઉપર એક એક પેસેજ આવેલ છે. પ્રથમ માળ ઉપર વડનગર વીથિ, દ્વિતીય માળ ઉપર સારસ્વત મંડળ વીથિ તેમજ તૃતીય માળ ઉપર હસ્તકલા વીથિ આવેલ છે.
વડનગર વીથિ :
વડનગર સંગ્રહાલયના આ વિભાગમાં વડનગરમાંથી પ્રાપ્ત થયેલ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેમાં શિલ્પ-સ્થાપત્યના નમુનાઓ વિશેષ આકર્ષણ ધરાવે છે. તેમજ તામ્રપત્ર તથા વડનગરનાં ઐતિહાસિક સ્થળોના ફોટોગ્રાફ્સ તેમાં પ્રદર્શિત કરેલ છે. સારસ્વત મંડળ વિથિ :
સરસ્વતી નદીનો તટ જેની ઉત્તરે બનાસ નદી, દક્ષિણે રૂપેણ નદી અને પૂર્વએ સાબરમતી નદીનો તટ. આ ત્રણેય નદીઓના વિસ્તારોને એકત્ર કરતા પ્રદેશને સારસ્વત મંડળ તરીકે ઓળખવામાં આવે છે. જે હાલ મહેસાણા જિલ્લા તરીકે ઓળખાય છે. આ વિભાગમાં પાટણની રાણીની વાવના ફોટોગ્રાફસ, મોઢેરા સૂર્ય મંદિરના ફોટોગ્રાફ્સ, સિદ્ધપુરના રૂદ્રમાળના ફોટૉગ્રાફસ તેમજ મહેસાણા જિલ્લામાંથી મળેલા શિલ્પ સ્થાપત્ય તથા તામ્રપત્રોના નમૂનાઓ
+ અધિક્ષક પુરાતત્ત્વવિદ્ર, ઉત્તર વર્તુળ પુરાતત્વ ખાતું, ગુજરાત રાજય. * વડનગર સંગ્રહાલય, વડનગર, (ઉ.ગુ.)
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૨૩
For Private and Personal Use Only