________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રહાલય છે. પુરાણાન્તર્ગત નાગર ખંડમાં વર્ણવેલા મુખ્યતીર્થોનું સ્થાન દર્શાવી હાટકેશ્વર ક્ષેત્રનો નકશો, તથા ક્ષેત્રનાં ઐતિહાસિક સ્મારકોના ફોટાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ૨. મહેસાણા જિલ્લા (સારસ્વત મંડળ)ની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી વીથિ
વડનગર એ ઉત્તર ગુજરાતનું મહત્ત્વનું સાંસ્કૃતિક અને વિદ્યાકીય કેન્દ્ર રહ્યું છે. તેથી આ સંગ્રહાલયની બીક વિથિમાં વડનગરની આજુબાજુના ક્ષેત્રના અને મુખ્યત્વે મહેસાણા જિલ્લાની કલા અને સંસ્કૃતિનું નિદર્શન કરાવત નમૂનાઓ જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
આ વીથિને વિકસાવવા માટે મહેસાણા જિલ્લાની પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થતી પ્રાચીન પાષાણયુગન પથ્થરની વસ્તુઓથી શરૂ કરીને જુદા જુદા યુગની સંસ્કૃતિનું દર્શન થઈ શકે તેવા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવશે. ૩. મહેસાણા જિલ્લાની ઔદ્યોગિક, કલા અને કારીગરીનું નિદર્શન કરાવતી વીથિ
આ સંગ્રહાલયની ત્રીજી વીથિમાં ઉત્તર ગુજરાતની કલા કારીગરી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દર્શાવવા માં મહેસાણા જિલ્લાના વિસનગરના ધાતુકામના કલાત્મક નમૂનાઓ, પાટણના પટોળાં, કાષ્ટ કલાકૃતિઓ તથા મા કામના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
ઉપર્યુક્ત ત્રણ વીથિઓમાં પ્રદર્શિત નમૂનાઓ પૈકી કેટલાક મહત્ત્વના નમૂનાઓની વિગત નીચે મુજબ છે ૧. વલભીના મૈત્રક શાસકનું તામ્રપત્ર, ઈ.સ.ની ૭ મી -૮મી સદી, મૈત્રક સમય, વડનગર (જિ. મહેસાણા ૨. વરદમુદ્રામાં બૌદ્ધ પ્રતિમાનો ખંડિત હાથ, ધારિણી મંત્ર સાથે ઈ.સ.ની આશરે ૯મી સદી, તારંગા (તા. ખેરાઇ
જિ. મહેસાણા) ૩. ચૌલુક્ય રાજા મૂળરાજ પહેલાએ અણહિલવાડ પાટણમાંથી આપેલ તામ્રપત્ર, ઈ.સ. ૯૮૭, કડી. હરિ
મહેસાણા) ૪. નૃત્ય કરતી અપ્સરાની પથ્થરની મૂર્તિ, ઈ.સ. ની આશરે ૧૧મી સદી, લાડોલ, તા. વિજાપુર, જિ. મહેસાણા
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧૧૨૫
For Private and Personal Use Only