________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથીદાંત ઉપરનું કોતરકામ અને સિનેમીક-આ બધાના નમૂનાઓને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં કમળ ઉપર બેઠેલા સાધુનો વેશ ધારણ કરેલા બોધિસત્વ ક્ષિતિગર્ભની પ્રતિમા તથા બૌદ્ધ મંદિરમાંથી મળેલું એક મોટું સુશોભિત ફાનસ- એ બન્ને ધ્યાનાકર્ષક નમૂનાઓ છે.
ઇજીપો-બેબીલોનિયન ગેલરીમાં મમી વગેરે ઇજિપના સાંસ્કૃતિક નમૂનાઓ તથા બેબીલોનિયાની સંસ્કૃતિના નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે.
ઇસ્લામિક ગેલરીમાં, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, ઇજીપ્ત, ઉત્તર આફ્રિકા અને સ્પેનમાંથી મળેલા કાપડ ઉપરની કામગીરીના નમૂનાઓ, કાંસાની મૂર્તિઓ, માટીકામના નમૂનાઓ, હાથીદાંતની વસ્તુઓ, લેકર-કામના નમૂનાઓ, ચિત્રો વગેરેને ગોઠવવામાં આવ્યા છે. વળી પશિયામાંથી મળી આવેલા ૧૫ મી થી ૧૭મી સદી સુ શાહનામાં, સુસુફ-સુલેખા વગેરેનાં લઘુચિત્રો અને પર્શિયન તથા ઇન્ડો-પર્શિયન સચિત્ર હસ્તપત્રોનો સંગ્રહ અહીં દર્શાવવામાં આવ્યો છે.
પાશ્ચાત્ય (યુરલેપિયન)ગેલરીમાં, જે યુરોપિયન તૈલી ચિત્રોનો સંગ્રહ પ્રદર્શિત કરેલો છે, તે પૌર્વાત્ય દેશોનાં શ્રેષ્ઠ સંગ્રહોમાંનો એક છે. અને તેમાં પહેલાંના પાશ્ચાત્ય રાજાઓનાં દુર્લભ તથા અજોડ મૌલિક તૈલચિત્રો ગોઠવાયેલાં છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ ગૅલરી તૈયાર કરેલી. આ ચિત્રો એકઠાં કરવાનું કામ મહારાજાએ લંડનના કલા-પ્રેમી મિસ્ટર મેરીઓન એચ.સ્પાઈલમેનને સોપ્યું હતું. ચિત્રોનો આ સંગ્રહ શરૂઆતથી તે અત્યાર સુધીના સમયની યુરોપિયન કલાનો ચિત્રાત્મક સારાંશ આપણી સમક્ષ રજૂ કરેલ છે. તેમાં મુખ્યત્વે બાયઝેન્ટાઇન શૈલી (જયારથી યુરોપિયન ચિત્રાત્મક કલા શરૂ થઈ) ઇટાલિયન શૈલી, સ્પેનિશ, ફલેમિશ શૈલી અને બ્રિટિશ શૈલીનાં ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે. તદ્ઉપરાંત બેલ્જિયમ ઓસ્ટ્રિયન, રશિયન અને અન્ય યુરોપિયન શૈલીના ચિત્રો પણ અહીં પ્રદર્શિત કર્યા છે. ચિત્રો સિવાય આ ગેલરીમાં ફ્રાન્સ, ગ્રેટબ્રિટન, ઇટાલી અને જાપાનના કેટલાંક પ્રખ્યાત શિલ્પોની પ્રકૃતિઓ પણ મૂકવામાં આવી છે.
આધુનિક ભારતીય ગૅલરીમાં કનુ દેસાઈ, રવિશંકર રાવળ, શ્યાવક્ષ ચાવડા, રાઝા, ચુઘતાઈ-બેન્દ્ર, યજ્ઞેશ્વર શુક્લ, જૈમિનિરાય વગેરે આધુનિક કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરેલી છે.
યુરોપિયન કલા તથા સંસ્કૃતિ દર્શાવતા વિભાગમાં ગ્રીક અને રોમન શિલ્પોની પ્લાસ્ટરની તથા ધાતુની પ્રતિકૃતિઓ, પાકી માટીના નમૂનાઓ કાંસુ, સોનું તથા ચાંદી ઉપર કરેલા ધાતુકામના નમૂનાઓ વગેરેને દર્શાવવામાં આવ્યા છે.
સ્કેલેટન ગેલરી મ્યુઝિયમના ભોંયરામાં આવેલી છે. આ ગેલરીમાં પ્રવેશતાંની સાથે જ બ્લ વહેલ માછલીનું હાડપિંજર મુલાકાતીઓનું ધ્યાન જકડી લે છે. આ હેલને ઈ.સ.૧૯૪૪માં પકડવામાં આવેલી વહેલની લંબાઈ ૭૨ ફટ છે. તદઉપરાંત આ ગેલરીમાં માણસ, ચિમ્પાન્ઝી, જીરાફ, વગેરેનાં હાડપિંજરો પણ રાખવામાં આવ્યાં છે. ભારતમાં આ ગેલરી અજોડ છે.
હમણાં થોડા સમયથી આ મ્યુઝિયમમાં બાળકો માટેની ગૈલરીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શાળાના બાળકોની જરૂરિયાતોને અનુલક્ષીને આ વિભાગમાં અમુક જ પસંદ કરેલી વસ્તુઓને પ્રદર્શિત કરેલી છે. તેમાં ભારતનાં સ્મારકો, પક્ષીઓના માળા, પશુઓની ઉત્ક્રાંતિ દર્શાવતા નમૂનાઓ પ્રાગૈતિહાસિક માનવ, ચંદ્ર ઉપર ઊતરતો માનવ, ગુજરાતની વિવિધ જાતિઓ, હિમાલય ઉપર પર્વતારોહણ, લોથલમાં થયેલું ખોદકામ, બુદ્ધનું જીવન, અને અન્ય નાના નાના ડાયરામાં પ્રદર્શિત કરેલા છે. આ ગેલરી મુલાકાતીઓ માટે ખુબ જ આકર્ષક બની રહે છે. અને શાળાના વિદ્યાર્થીઓને તે ખૂબ ઉપયોગી થઈ પડી છે.
બરોડા મ્યુઝિયમ એ ગુજરાતમાં સૌથી મોટામાં મોટું અને ખૂબ અગત્યનું મ્યુઝિયમ છે. તે સ્ટેટ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે અને ગુજરાતના મ્યુઝિયમ વહીવટી ખાતાના નિયામકની મુખ્ય કચેરી પણ આ મ્યુઝિયમમાં આવેલી છે. મ્યુઝિયમના નમૂનાઓની વિસ્તૃત વિગતો અને ચિત્રો સહિત તૈયાર કરેલ પુસ્તકો અને કાર્ડનું વેચાણ પણ અહીં થાય છે.
પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૧૨૦
For Private and Personal Use Only