________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડોદરાનું મુખ્ય સંગ્રહાલય : (બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્સર ગેલરી)
ડૉ. આર.ટી. સાવલિયા*
આ સંગ્રહાલયનો શિલારોપણ વિધિ મહારાજા સયાજીરાવ ત્રીજાના હસ્તે ઈ.સ. ૧૮૮૭માં થયો હતો. પ્રજાના કલ્યાણ અને કેળવણી માટે એમણે આ સંગ્રહાલયની સ્થાપના કરી હતી. મહારાજાએ પોતાના દેશ-વિદેશના પ્રવાસ દરમિયાન ઘણા દેશોમાંથી કલા અને સૌંદર્યલક્ષી મૂલ્ય ધરાવતી દુwાપ્ય ચીજ-વસ્તુઓ-નમૂનાઓનો સંગ્રહ કરેલો. આ બધા અમૂલ્ય નમૂનાઓ એમણે આ સંગ્રહાલયને ભેટ આપ્યા. જેથી પ્રજાજનો આ નમૂનાઓ નિહાળી વિવિધ સાંસ્કૃતિક વૈભવ-વારસાની જાણકારી મેળવી શકે અને પોતાની સંસ્કૃતિની જાળવણી માટે જાગૃત બને. આને લીધે આજે વડોદરાના આ મુખ્ય સંગ્રહાલય પાસે ઘણા દુર્લભ નમૂનાઓ છે અને તેને કારણે તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
આ સંગ્રહાલયની ઇમારતનું બાંધકામ ૧૮૪૯ માં પૂરું થયું હતું. આ સંગ્રહાલય સાથે જોડાયેલી પિકચર ગેલરી-ચિત્રવીથિકા)નું બાંધકામ ૧૯૦૮માં શરૂ થયું અને ૧૯૧૪માં પૂર્ણ થયું. ૧૯૨૧માં તેને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી, ઇન્ડો-સેરસેનિક શૈલીમાં બાંધવામાં આવેલા આ સંગ્રહાલય અને પિશ્ચર ગેલરીમાં બે અલગ મકાનો છે, છતાં બન્ને એક આંતરમાર્ગ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.
ઈ.સ. ૧૯૪૩માં પ્રદર્શિત નમૂનાઓને વધુ રસપ્રદ અને માહિતી સભર બનાવવા માટે સંગ્રહાલયને ફરીથી વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવામાં આવ્યા. ૧૯૪૯માં મુંબઈ રાજયની સ્થાપના થતાં આ સંગ્રહાલયનો વહીવટ મુંબઈ સરકારના કેળવણી ખાતાના હાથમાં ગયો. જેના પ્રથમ નિયામક જે.એફ બ્લેક હતા.
આ સંગ્રહાલયને લોકભોગ્ય બનાવવા માટે ભૂસ્તરશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, માનવવિઘા, પુરાવસ્તુવિદ્યા, સંસ્કૃતિ કલા, લોકકલા જેવા વિવિધ વિષયોને લગતા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સંગ્રહાલયના ભોયતળિયે યુરોપીય ખંડો' તરીકે ઓળખાતા ચાર ખંડો છે. જેમાં ઈ.સ. ૭મી સદીથી, લઈને ૨૦મી સદી સુધીના ગ્રીકો-રોમન તથા યુરોપીયન કલાના નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એક ખંડમાં લધુચિત્રો રાખવામાં આવ્યાં છે. મુખ્ય મકાનની છ ગૈલરીઓમાં એશિયાઈ દેશોની સંસ્કૃતિ-કલાને પ્રદર્શિત કરેલી છે. એમાં એક ગૅલરી બર્મા, સિયામ, મલાયા, ઇન્ડો-ચાયના અને ઇન્ડોનેશિયાના નમૂનાઓ છે. આ નમૂનાઓમાં ૧૭મી સદીમાં તૈયાર થયેલ નેવારી ચિત્ર, એક મોટો ચાંદીનો વાઝ તથા જાતક કથાનાં દશ્યો કંડારેલ લાકડાની એક તાસક નોંધપાત્ર છે. બીજી ગેલરી “જાપાનીઝ ખંડ' તરીકે ઓળખાય છે. જેમાં જાપાનના ધર્મ, સંસ્કૃતિ અને કલાને લગતા નમૂનાઓ ગોઠવ્યા છે. ત્રીજી ગેલરી તિબેટી-નેપાલીઝ કલા-સંસ્કૃતિને વ્યક્ત કરતાં નમૂનાઓથી સુશોભિત કરેલી છે. ચોથી ગેલરીમાં ઈજિમ બેલિબાનની પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા અને કલાના નમૂનાઓ અને અન્ય ગેલરીઓમાં ચાઈનીઝ અને ઇસ્લામ ધર્મ પાળતા દેશોના નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે.
પાંચ ગેલરીઓમાં સિક્કાઓનો સંગ્રહ, ભારતીય કલા અને સંસ્કૃતિને લગતા નમૂનાઓ કાળક્રમે વર્ગીકૃત કરી દર્શાવેલ છે. છેડાની ગેલરીમાં પ્રાગૈતિહાસિક અને આઘ-ઐતિહાસિક સંસ્કૃતિ-કલાના અવશેષો ગોઠવેલ છે. બીજા છેડાની ગેલરીમાં મૌર્યકાલથી આરંભીને ઈ.સ. ૧૫મી સદી સુધીના નમૂનાઓ તથા ત્રીજી ગેલરીમાં વડોદરા રાજયના ઈતિહાસને લગતા નમૂનાઓ, ચોથી ગેલરીના આદ્ય ઐતિહાસિક કાલના અવશેષો તથા ચિત્રો અને પાંચમી ગેલરી કે જે “વડોદરા ખંડ' તરીકે જાણીતી છે, તેમાં ગુજરાતી અને મરાઠી કલાના નમૂનાઓ ભારતીય લધુચિત્રો તથા આધુનિક કલાનાં ચિત્રોનો સંગ્રહ છે.
૧૫ મી થી ૧૮મી સદી સુધીનાં યુરોપિયન ચિત્રોને બે ખંડોમાં ગોઠવવામાં આવ્યાં છે અને ૧૯મી સદીનાં + અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, એચ.કે. કૉલેજ કમ્પાઉન્ડ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૧૧૮
For Private and Personal Use Only