________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્યસુધર્માસ્વામી શ્રુતાગાર :
જ્ઞાનમંદિરના ભોંયરામાં વિદ્વાનો અને અભ્યાસીઓ માટે અધ્યયનની સુંદર વ્યવસ્થા સહિત ગ્રંથાલય છે. જયાં કુલ એક લાખ મુદ્રિત પ્રતો અને પુસ્તકો છે. ગ્રંથાલયમાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ અને દર્શન ઉપરાંત વિશેષ રૂપથી જૈનધર્મ સંબંધિત સામગ્રી અધિક છે. આ સામગ્રીને એટલી અધિક સમૃદ્ધ કરાઈ રહી છે કે જૈન ધર્મ સંબંધી કોઈ પણ જીજ્ઞાસુ અહીં આવી પોતાની જિજ્ઞાસા સંતોષી શકે. આર્યરક્ષિતસૂરિ શોધસાગર :
જ્ઞાનમંદિરમાં સંગ્રહિત હસ્તલિખિત ગ્રંથો તથા મુદ્રિત પુસ્તકોની વ્યવસ્થા કરવી એ જટિલ કાર્ય છે. પરંતુ ગ્રંથ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે બહુહેત કોમ્યુટર કેન્દ્ર જ્ઞાનમંદિરના દ્વિતીય મજલે કાર્યરત છે. ગ્રંથાલય સેવામાં કમ્યુટરનું મહત્ત્વ વર્તમાન સમયમાં અત્યંત આવશ્યક થઈ ગયું છે.
હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથો, તેમાં સમાવિષ્ટ કૃતિઓ તથા પત્ર પત્રિકાઓનું વિશદ સૂચિપત્ર તથા વિસ્તૃત સૂચનાઓ અનોખી પદ્ધતિથી વિશ્વમાં પ્રથમ વાર કમ્યુટરરાઇઝ કરવામાં આવી રહી છે. તેના પરિણામ સ્વરૂપ કોઈ પણ પ્રકાશન, કૃતિ, કર્તા, સંપાદક, પ્રકાશક, પ્રકાશન વર્ષ, ગ્રંથમાલા, કૃતિના પ્રથમ તથા અંતિમ વાક્યો, રચના સ્થળ, રચના વર્ષ વગેરે સંબંધિત કોઈની પણ ઓછામાં ઓછા બે અક્ષરોની જાણકારીથી પરસ્પર સંબંધિત અન્ય વિવરણોની વિસ્તૃત સૂચનાઓ બહુ જ સરળતાથી ઉપલબ્ધ થતી જોઈ વિદ્વદ્ વર્ગ આશ્ચર્યચકિત થઈ જાય છે.
દર્શકો તથા વિદ્વાનોએ અહીંની વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી છે. તથા તથા લાંબા સમય સુધી હસ્તપ્રતોને રક્ષિત કરવાની વ્યવસ્થાથી પ્રભાવિત થઈ અનેક જૈન સંઘોએ બંધ પડેલ જ્ઞાનભંડાર તથા લોકોએ સ્વયં પોતાના વ્યક્તિગત સંગ્રહો ને અહીં ભેટ આપ્યા છે.
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧• ૧૧૭
For Private and Personal Use Only