________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્રોને બીજા ખંડમાં ગોઠવવામાં આવ્યાં છે. ભારતના આધુનિક કલાના નમૂનાઓને અન્ય બે ગૅલરીઓમાં પ્રદર્શિ કરેલા છે. બીજી ગેલરી બુનર ગૈલરી અને રોરી ગૈલરી તરીકે જાણીતી છે.
ઉપરના મજલે ગેલરીમાં પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ ગોઠવવામાં આવ્યા છે. તેમાં પશ્ચિ તરફની ગૈલરી પ્રાણીશાસ્ત્રવિષયક નમૂનાઓ ધરાવે છે અને પૂર્વ તરફના ભાગની ગેલરી ભૂસ્તરશાસ્ત્ર તથા પ્રારી પ્રાણીવિદ્યાના નમૂનાઓ ધરાવે છે.
અન્ય બે ગેલરીમાં માનવજાતિશાસ્ત્રને અનુલક્ષીને વલ્લો, વાઘો ખેતીને લગતાં સાધનો, હોડી, સ્ટીમર તા. વરાળથી ચાલતા એન્જિન મૂકવામાં આવ્યાં છે.
પ્રાગૈતિહાસિક વિભાગમાં મોહેં-જો -દડો અને હરપ્પાની પ્રાચીન પાષાણયુગ તથા નૂતન પાષાણયુગની સંસ્કૃ તથા પ્રાગૈતિહાસિક કાળનો વિકાસનો તબક્કો વગેરે ઉદાહરણ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવ્યાં છે. તદૂઉપરાં આ વિભાગમાં ઉત્તર તથા પૂર્વ ગુજરાતમાંથી એકઠા કરેલા પ્રાચીન પાષાણયુગ અને લઘુપાષાણયુગના અવશેષો પા પ્રદર્શિત કરેલા છે.
પુરાતત્ત્વવસ્તુ વિદ્યાને લગતા વિશાળ વિભાગમાં મોટી સંખ્યામાં મહત્ત્વનાં પાષાણશિલ્પો, કાંસા અ માટીની મૂર્તિઓ તથા લાકડાના ફોતરણીયુક્ત નમૂનાઓ છે. શિલ્પોમાં, ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના રોડા શામળાજી વગેરેમાંથી મળી આવેલાં ગુપ્ત સમયનાં તથા તે પછીના સમયનાં શિલ્પો, મધ્યયુગીન જૈન તીર્થકરો મૂર્તિઓનો સમાવેશ થાય છે. આમાં, ખાસ કરીને ગુપ્ત સમયની ગુજરાતમાંથી મળી આવેલી શિવ, ચામુંડા, ગણે અને માતૃકાઓની મૂર્તિઓ, ગુજરાતના બનાસકાંઠામાંથી મળી આવેલો સુંદર માતૃકાના શિલ્પોને સમૂહ ઉત્ત, ગજરાતમાંથી મળી આવેલી પાંચમી સદીની શિવ-પાર્વતીની મૂર્તિ, બંગાળમાંથી મળેલી વિષ્ણુની મૂર્તિ, દક્ષિા ભારતમાંથી મળેલી તીર્થકરની મૂર્તિ વગેરે ઉલ્લેખનીય શિલ્પો છે.
ધાતુ પ્રતિમાઓમાં વડોદરાની નજીક આવેલા અકોટામાંથી મળી આવેલી જૈન તીર્થકરોની અને દેવદેવીઓની પ્રતિમાઓની પ્રતિમાઓ ઉલ્લેખનીય છે. આ વિભાગમાં પ્રવેશતા મૂકવામાં આવેલ જૈનમંડપ એમાં જીવંત-સ્વામી ઋષભ દેવ અંબિકા વગેરેની કાંસાની લેખયુક્ત પ્રતિમાઓ ઉલ્લેખનીય છે.
૧૬મીથી ૧૯મી સદી દરમ્યાન ગુજરાતમાં વિકસેલ કાષ્ઠકલા કોતરણીનો ઉત્કૃષ્ઠ નમૂનો છે. તે સિવાય પણ ભરૂચમાંથી મળી આવેલા સંદર કોતરકામ કરેલા કાષ્ઠના નમૂનાઓ અહીં પ્રદર્શિત કરેલા છે.
કલા વિભાગમાં ભારતના વિભિન્ન ભાગોમાંથી એકત્ર કરેલા કાપડ ઉપરની કામગીરીના, હાથીદાંત ઉપર કરેલા કોતરકામને માટીકામના, ધાતુકામના, સ્થાપત્યના વિવિધ નમૂનાઓ પ્રદર્શિત કર્યા છે. તદૂઉપરાંત ચિત્રોના સંગ્રહમાં ગુજરાતના જૈન અને હિન્દુ લઘુચિત્રો ઉપરાંત રાજસ્થાની, મુઘલ ચિત્રો, પહાડી શૈલી જેવી કે મંડી, બોલી, કાંગારા, કુલ વગેરેના વિષય પ્રમાણેના ચિત્રોનું પ્રદર્શન આકર્ષણ ઊભું કરે છે. વળી, ગાયકવાડ રાજાઓના સમયમાં વડોદરા રાજયમાં કલાનો જે વિકાસ થયો, તે દર્શાવતો એક ખાસ વિભાગ રાખવામાં આવ્યો છે, જે વડોદરા ખંડ' તરીકે ઓળખાય છે. તેમાં લાકડા ઉપરના કોતરકામના નમૂનાઓ, લઘુચિત્રો....કિનખાબ, કાચ ઉપરના ચિત્રકામના નમૂનાઓ, હથિયારો વગેરેના ઉત્તમ નમૂના દર્શાવવામાં આવ્યા છે.
ચીની સંસ્કૃતિનું નિરૂપણ કરતી ગૅલરીમાં કેટલાંક સુંદર ચિત્રો તથા શિલ્પો, દસ્તાવેજો, કાંસાની મૂર્તિઓ હાથીદાંત, કાઠ, કાપડ, માટી, વગેરેમાં કરેલી સુંદર કારીગરીના નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે.
તિબેટો-નેપાલિઝ ગેલરીમાં, મોટા ભાગના મુખ્ય લામાઓની આકૃતિઓ તથા હિન્દુ દેવગણોને નિરૂપતી કાંસાની મતિઓનો ઘણો મોટો સંગ્રહ દર્શાવવામાં આવ્યો છે. વળી, તેમાં કર્મકાંડમાં વપરાતાં પાત્રો અને હસ્તપ્રતો તિબેટના મંદિરોની ધજાઓ વગેરે પણ જોઈ શકાય છે. વળી, બૌદ્ધ દેવોનું નિરૂપણ કરતાં લઘુચિત્રો સાથેની તાડપત્ર ઉપર લખેલી પ્રજ્ઞા પારમિતાની હસ્તપત્ર તથા વિભિન્ન મુદ્રાઓ દર્શાવતી બુદ્ધની આકૃતિઓવાળી નેવારી હસ્તપત્ર અહીં ખાસ નોંધનીય છે.
જાપાનીઝ ગેલરીમાં શિલ્પો, કાષ્ઠકામ તથા લેકર કામ, ચિત્રો, સુશોભિત ધાતુકામ, કાપડ ઉપરની કામગીરી,
પથિક- દીપોત્રાવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૧૯
For Private and Personal Use Only