________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રહાલયના કોમ અને સંસ્કૃતિ વિભાગમાં શૈવ, વૈષ્ણવ, સ્વામિનારાયણ, જૈન, શીખ, પારસી, ખ્રિસ્તી, યહૂદી અને મુસ્લિમ સંપ્રદાયોની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે, જે નિહાળવાથી આ સંપ્રદાયોના રીતરિવાજો તેમ રહેણીકરણીથી સહજ વાકેફ થવાય છે. અમદાવાદમાં ૮૫% હિન્દુઓની વસ્તી છે. ૩% જૈન અને ૧૧૪ મુસલમાનોની વસ્તી છે. ખ્રિસ્તી, પારસી, યહુદી અને શીખ પરિવારો પણ અમદાવાદમાં હળીમળીને રહે છે, એટલું જ નહીં પણ વિવિધ રીતે શહેરના વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે.
શહેરમાં ઉજવાતા વિવિધ તહેવારોમાં મકર સંક્રાંતિ (ઉતરાણ), રથયાત્રા, મહોરમ, નવરાત્ર, દિવાળી મુખ્ય છે. રથયાત્રા એ શહેરનો શિરમોર તહેવાર છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્રજી તથા બહેન સુભદ્રાજીના રથની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી નીકળે છે. આ જ રીતે મહોરમના દિવસે ઇમામ હુસેનની શહાદતની યાદમાં કલાત્મક તાજિયાઓનું જુલુસ શહેરના માર્ગો પરથી પસાર થાય છે. અહીંના “તહેવાર' ના વિભાગમાં ઉતરાણ, રથયાત્રા, મહોરમ, નવરાત્ર તથા દિવાળીના તહેવારની ઉજવણીની ઝાંખી દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને રથયાત્રાનો શણગારેલો રથ તથા કલાત્મક તાજિયો ધ્યાન ખેંચે છે.
પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી સ્થાપત્યકલાક્ષેત્રે અમદાવાદ વિશ્વખ્યાતિ મેળવેલ છે. ભદ્રનો કિલ્લો. ત્રણ દરવાજા અને જુમા મસ્જિદની ધરી પર રચાયેલું કિલ્લાથી સુરક્ષિત અમદાવાદ આડા અવળા રસ્તાઓ અને રહેણાંક માટે બનેલી “પોળો" થી જાણીતું છે. દાદા હરીરની વાવ એની સ્થાપત્યકલાથી જગપ્રસિદ્ધ છે, તો ૧૯મી સદીના હઠીસિંગનાં જૈન મંદિરોની કલા અપ્રતિમ છે. સલ્તનતકાળમાં બનેલી મસ્જિદો, દરગાહ શહેરમાં ઠેર ઠેર જોવા મળે છે. સરખેજનો રોજો, રાણી, સિપ્રીની મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી વગેરે સ્થાપત્ય અને શિલ્પકળાનું લાલિત્ય દર્શાવે છે.
“સ્થાપત્ય” વિભાગમાં શિલ્પ સ્થાપત્ય, સ્મારકોની ઝાંખી, તસવીરો તથા આધુનિક સ્મારકોની પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.
સ્થાપત્યની જેમ લોકકળાના ક્ષેત્રે પણ અમદાવાદ શહેરની ઉદ્યમશીલ પ્રજાએ નામ કમાવી આપ્યું છે. અમદાવાદનું સોના-ચાંદીનું નકશીકામ, તાંબા-પિત્તળનાં વાસણ પરનું નકશીકામ, શુકનનાં તાંબાનાં યંત્રો, કાપડ પર બ્લોક પ્રિન્ટિંગ, કિનખાબ, મશરુ, મોજડી, કઠપૂતળી તથા પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓની કળા જાણીતી છે. આ કલાના નમૂનાઓ લોકકલા વિભાગમાં નિહાળવા મળે છે.
- અમદાવાદ શહેર કેટલીય વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક, શૈક્ષણિક, વ્યાવસાયિક, સેવાભાવી, સાંસ્કૃતિક, મજૂરકલ્યાણ, કલ્યાણની પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓથી સંપન્ન છે. આ સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપતી વિગતો, તસવીરો વગેરે પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે.
આવું સમૃદ્ધ અને નવતર શૈલીથી તૈયાર થયેલ સંગ્રહાલય યતિન પંડયા અને જાણીતા સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ તૈયાર કરેલું છે. આ સંગ્રહાલય તૈયાર કરવામાં શ્રીધર અંધારે, અમિત અંબાલાલ, હકુ શાહ, ઈસ્વર ડેવિડ, પીરાજી સાગરા, નિરંજન ભગત, સુરેન્દ્ર પટેલ, પરમાનંદ દલવાડી, ઉર્દૂ સાહિત્યકાર બોમ્બેવાલા, વિકાસ સતવાલકર, મલ્લિકા સારાભાઈ, હસમુખ બારાડી જેવા વિવિધ વિષયોના નિષ્ણાતોની સલાહ અને મદદ લેવામાં આવી છે, તો આશા રાવલ, અશોક ઠાકોર, આશુતોષ ભટ્ટ, ભારતીબહેન શેલત, છગન ભૈયા, ચીનુભાઈ નાયક, માર્કડ ભટ્ટ, રમા ચૌહાણ, રમેશ દવે, રવિ હરનીશ, સુબ્રતો ભૌમિક, તૃપ્તિ રાવલ અને વારીસ અલ્વી જેવા નિષ્ણાતોની સેવાઓ પણ સંગ્રહાલયને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી થઈ છે.
સંગ્રહાલય દરરોજ સવારના ૧૧ થી રાત્રિના ૮ કલાક સુધી વિનામૂલ્ય મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે. દર સોમવારે તથા જાહેર રજાના દિવસે બંધ રહે છે. અમદાવાદ શહેરનું સમૃદ્ધ એવું આ સંગ્રહાલય માત્ર કલાત્મક અને દુર્લભ વસ્તુઓનો સંગ્રહ જ નથી, પરંતુ શહેરની અસ્મિતા, સંસ્કાર, સંસ્કૃતિ અને ગૌરવને રજૂ કરતું સાચું ૮ “અમદાવાદ દર્શન” બની રહે છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ ૧૧૨
For Private and Personal Use Only