________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૃત્યના વર્ગોનું સંચાલન પણ બાલભવન દ્વારા કરવામાં આવે છે.
વર્ષમાં બે વાર પ્રવાસ-શિબિર, ઐતિહાસિક સ્થળો તથા પ્રાકૃતિક સ્થળોનું દર્શન અને જંગલ વિસ્તારોનું પ્રમણ વગેરે યોજવામાં આવે છે, તો બાળકોને અતિ પ્રિય એવી બાલ પુસ્તકાલયની પ્રવૃત્તિ પણ અહીં સુંદર વિકસેલ છે.
ટી.વી. અને વિ.સી.આર. દ્વારા અવારનવાર બૌદ્ધિક જ્ઞાનગમ્મતના કાર્યક્રમનો વીડિયો શૉ, ૧૬ એમ.એમ.ના પ્રોજેક્ટર પર ફિલ્મ-શૉ વગેરેનું આયોજન આ સંસ્થા તરફથી કરવામાં આવતું હોય છે.
સંગ્રહાલયના પટાંગણમાં અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં બાળભવનના બાળ કલાકારો હોંશે હોંશે ભાગ લે છે, તો બાલભવન-સોસાયટી, નવી દિલ્હી' તરફથી યોજાતાં સ્પર્ધા વર્કશોપ સેમિનાર વગેરેમાં પણ અત્રેનાં બાળકો સફળ રીતે ભાગ લે છે.
અહીં બાળકો માટે અદ્યતન રમકડાં-ઘર પણ છે, જેનું નિયમને બાળકો જાતે જ કરે છે.
આ સિવાય અન્ય વિભાગોમાં સૌરાષ્ટ્રનું ભરતકામ તેમ મોતીકામના સંગ્રહાલયના નમૂનાઓ, અસ્ત્ર-શસ્ત્ર, પોસ્ટલ ટિકિટો, રામાયણનાં ચિત્રો, મહાત્મા ગાંધીના જીવનના પ્રસંગોની તસવીરો અને વિવિધ ઢીંગલીઓ અહીં દેશપરદેશના પહેરવેશ સાથે રજૂ કરાયેલ છે.
ઉપરાંત ભારતવર્ષના જોવા લાયક સ્થળો અને શહેરોના ચાર્ટ્સ પણ પ્રદર્શિત કરાયા છે.
સંગ્રહાલયની મુલાકાતે વર્ષે દહાડે અંદાજે બે લાખ જેટલા મુલાકાતીઓ આવે છે, જેમાં સ્થાનિક તથા દેશ વિદેશના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
રાજયના નમૂનારૂપ સંગ્રહાલયોમાં ગણના થાય છે એવા આ સંગ્રહાલયનો વહીવટ શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય સમિતિ' સ્વતંત્ર રીતે સંભાળે છે. સમિતિ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષે રૂ. ૪૦,૦૦૦/- જેટલું અનુદાન આપવામાં આવે છે, બાકીનું ભંડોળ લોકફાળો, દાન વગેરેમાંથી એકત્ર કરવામાં આવે છે. એ સામે લગભગ વાર્ષિક ૩ લાખ જેટલો ખર્ચ સંગ્રહાલયના વહીવટ પાછળ કરવામાં આવે છે. પ્રો. હીરાલાલભાઈ શાહ આ સંગ્રહાલય સમિતિના માનાર્હ નિયામક પદે છે.
આમ, શૈક્ષણિક, ઈતિહાસ, પુરાતત્ત્વ, બાળવિકાસ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા શ્રી ગિરધરભાઈ સંગ્રહાલયે ગુજરાત રાજય અને દેશ-પરદેશમાં એક આગવી પ્રતિભા ઊભી કરી છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૦૫
For Private and Personal Use Only