________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અનોખું સંગ્રહાલય “કર્ણાવતી અતીતની ઝાંખી', અમદાવાદ
ઈલા અંતાણી*
આપણા સમૃદ્ધ કલા વારસાથી આજની પેઢી વિમુખ થતી જતી હોય એવું લાગે છે, ત્યારે બીજી તરફ આપણા સમૃદ્ધ કલાવારસાના તથા સંસ્કૃતિના જતન માટે સંગ્રહાલયો પ્રયત્નશીલ છે અને નવાં નવાં સંગ્રહાલયો તૈયાર થતાં જાય છે, તેમ જૂના સંગ્રહાલયોની પુનઃ રચના કે પ્રદર્શનમાં વિવિધતા લાવવા પ્રયત્નો થઈ રહેલ છે.
સંગ્રહાલય કે મ્યુઝિયમ તરફ નવી પેઢીને સૂગ છે, એવું અનુભવે લાગ્યું છે. મ્યુઝિયમ એટલે માત્ર પથ્થરોનો સંગ્રહ કે કબાટખાનું હોય એવું નવી પેઢી માને છે. મ્યુઝિયમની મુલાકાત લેવાનું પણ આ પેઢી ટાળે છે. આ હકીકત આપણી ભાવિ પેઢી માટે દુઃખદ છે, પરંતુ હવે નવી પેઢીને આ સમજાવવાનો વખત આવી ગયો છે, કે મ્યુઝિયમો હવે માત્ર અજાયબઘર કે સંગ્રહસ્થાન નથી રહ્યાં. ભાવિ પેઢીના ઉજજવળ વિકાસ માટે કેળવણીના ક્ષેત્રમાં સંગ્રહાલયોનું પ્રદાન વધતું રહ્યું છે, સંગ્રહાલયો વધુને વધુ લોકાભિમુખ બને, લોકો અને સંગ્રહાલયો વચ્ચેનું તાદાત્મ વધુ ગાઢ બને એ માટે પ્રયત્નો કરવાની હવે ખૂબ જ જરૂર છે. જો કે, એ દિશામાં કાર્ય થવાં શરૂ થઈ ગયેલ છે.
સંગ્રહાલયોની રચના હવે એ પ્રકારની થવાની શરૂઆત થઈ ચૂકી છે કે મ્યુઝિયમમાં માત્ર કલાવારસાનો પ્રાચીન સંગ્રહ જ નહીં, પરંતુ પ્રાચીન કાળથી વર્તમાનકાળ સુધી એ કળામાં કેવો ઉતાર-ચડાવ આવ્યો, એનું આજની પેઢીને પ્રત્યક્ષ દર્શન થાય એ રીતે મ્યુઝિયમમાં સંગ્રહનું પ્રદર્શન તેમ રજૂઆત કરવામાં આવી રહેલ છે. આમ થવાથી મ્યુઝિયમને નિહાળવાની રુચિ જળવાઈ રહે છે અને મ્યુઝિયમ વધુ લોકપ્રિય બને છે.
ગુજરાતમાં સૌથી વધુ મ્યુઝિયમ હોવાનું ગૌરવ ધરાવતા અમદાવાદમાં આવું એક વધુ સુંદર મ્યુઝિયમ તૈયાર થયું છે. કર્ણાવતી અતીતની ઝાંખી-શહેર સંગ્રહાલય” નામક સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચમી એપ્રિલ, ર000થી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી લાલકૃષ્ણ અડવાણીના શુભ હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ છે.
અમદાવાદ શહેરનાં અમિતા, સંસ્કારિતા, સંસ્કૃતિ અને ગૌરવને રજૂ કરતું આ સંગ્રહાલય માત્ર દુર્લભ અને કળામય વસ્તુઓનું સંગ્રહસ્થાન ન બની રહેતાં શહેરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, રીતરિવાજો સાથે ગાઢ રીતે જોડાયેલ અમદાવાદના નગરજનોના ઇતિહાસ અને વર્તમાનની તાસીર રજૂ કરતું આ શહેર-સંગ્રહાલય પ્રાચીન અને અર્વાચીન મૂલ્યોનું અનેરું મિલનસ્થાન છે.
વળી,અમદાવાદ શહેરની એ વિશેષતા રહેલી છે કે, અહીં વ્યક્તિ, સંસ્થા અને વેપાર એકબીજા પર અવલંબિત છે, જેને પરિણામે શહેરનાં અર્થવ્યવસ્થા, સ્થાપત્ય, લલિતકળા અને વહીવટ વગેરે એકબીજામાં વણાઈને શહેરની આગવી ઓળખ ઊભી કરે છે.
નવતર એવા આ સંગ્રહાલયમાં અમદાવાદ શહેરનાં પુરાતત્ત્વ, ઈતિહાસ, સંસ્કૃતિ, રીત-રિવાજો, ધર્મ, તહેવાર, કલા, કારીગરી, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, વ્યક્તિગત અને સંસ્થાકીય પ્રદાન વગેરેનું અનોખી શૈલીમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.
સંગ્રહાલય જે ભવનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે તે પાલડી વિસ્તારનું સંસ્કારકેન્દ્રનું ભવન ઈ.સ.૧૯૫૪માં વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ લી કાબુદિયરે તૈયાર કરેલું છે. આ ભવને આધુનિક સ્થાપત્યશૈલીનો એક ઉત્તમ નમૂનો છે.
સંગ્રહાલયના પ્રદર્શિત સંગ્રહને વિવિધ બાર વિભાગોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરનો ઇતિહાસ તપાસતાં એની પ્રાચીનતાનો આજથી પાંચ હજાર વર્ષ સુધીનો જૂનો એનો ઇતિહાસ મળે છે. શહેરની ભૂમિનો સમય દધીચિ ઋષિના સમયનો મનાય છે. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં
* માનદ્ સંપાદક : “વલોકરછડો”, ૩. નાગરની વંડી, છઠ્ઠી બારી, ભૂજ-કચ્છ.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૦૯
For Private and Personal Use Only