________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪. દૂર :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિવાસીની ગૃહરચના તથા ગ્રામરચના વિશિષ્ટ છે. ખેતરમાં જ ઊંચાણવાળી જગ્યાએ કે ટેકરી પર બનાવેલાં અલગ અલગ ઘરોવાળી તેની ગ્રામરચના અને વાંસ કે કોઠીઓનો ઉપયોગ કરી ઘરમાં બનાવેલા અલગ અલગ ઓરડાઓવાળી તેની ગૃહરચના પર સમયની અસર થતી પણ જોઈ શકાય છે.
તેમની ઘરવખરી પણ જોવા જેવી છે. લાકડાનો, વાંસનો અને તુંબડાનો ઉપયોગ કરી બનાવેલ ઘરવખરીનાં અનેક સાધનો ઉપલબ્ધ સામગ્રીનો સારામાં સારો ઉપયોગ કરવાની તેમની સૂઝશક્તિનાં દર્શન કરાવે છે.
જીવનથી કળાને વિખૂટી પાડીને નહીં, પણ તેના જ એક ભાગરૂપે તેને અપનાવીને તેણે કળાનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેનાં ભીંતચિત્રો, તેનો સેવ પાડવાનો સંચો, રોટલા પર છાપ છાપવાના થાપડા, છાપરાની ધાર ઉપરનું નળિયું, તેનો લંગોટ, તેનાં ઘરેણાં, દેવને ધરાવવાની માટીની આકૃતિઓ-આ સૌ તેની કળાદિષ્ટના નમૂનાઓ છે. ૫. ધંધાકીય સાધનો
માછલાં પકડવાની જાળો, પશુપંખી પકડવાનાં છટકાં, ઝાડ કાપવાનાં કે ઝાડ પર ચડવાનાં સાધન, ખેતીમાં પાણી મેળવવા માટેની સારણો- આ સૌ તેનામાં બુદ્ધિશક્તિ હોવાના પુરાવાઓ છે.
આમ, આ સંગ્રહાલય આદિવાસી જાતિની વિશિષ્ટ જીવનશૈલી, કલાની લાક્ષણિકતા તથા સાહિત્યની સમૃદ્ધિને સાચવી તેનું સંવર્ધન કરે છે. (ચિત્ર ૨૦-૨૩).
સંદર્ભસૂચિ
૧. આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં સંગૃહીત અહેવાલોને આધારે, ૨. ‘ગુજરાતના સંગ્રહાલયો', રમાબહેન ચૌહાણ, ક્યુરેટર, સંસ્કાર કેન્દ્ર, પાલડી, અમદાવાદ.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ = ૧૦૮
For Private and Personal Use Only