________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિવાસી સંશોધન તાલીમ કેન્દ્ર અને સંગ્રહાલય
ડૉ. પંકજ દેસાઈ*
આ સંગ્રહાલય આદિવાસી જાતિઓના વૈવિધ્યપૂર્ણ સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ, આભૂષણો અને તેમના જીવન સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ચીજવસ્તુઓની સમજ આપતાં સંગ્રહાલયો ભારતમાં અનેક જગ્યાએ વિકસ્યાં છે. આધુનિક પ્રવાહમાં અનેક જાતિઓની સંસ્કૃતિમાંથી મૌલિકતા નાશ થતી નજરે પડે છે.
કઠાણો, પહેરવેશ, આભૂષણો, બોલી તથા કલામાં આધુનિકતા પ્રવેશી ચૂકી છે. તેનું પરંપરાગત સ્વરૂપ જીવતું રાખવા અને અભ્યાસીઓ માટે સંગ્રહાલયો વિકસાવવામાં આવ્યાં છે. આ બધાં સંગ્રહાલયોમાં આદિવાસી જીવનની સાથે સંકળાયેલાં જુદાં જુદાં પાસાનાં સંશોધનો અને તેમને સંલગ્ન પ્રવૃત્તિઓ પણ થાય છે.
ગુજરાતમાં ગૂજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ, છોટાઉદેપુર અને સાપુતારા એમ ત્રણ આદિવાસી સંગ્રહાલયો આવેલાં છે. આ સિવાય બીજા સંગ્રહાલયોમાં આદિવાસી અને નૃવંશવિષયક વિભાગો આવેલા છે. ભારતમાં દરેક રાજયમાં તે રાજ્યની આદિવાસી જાતિના સંશોધનને લગતું સંગ્રહાલય છે, જેમાં આદિવાસી સંગ્રહાલય દિલ્હી તથા ઠક્કરબાપા સ્મારક સદન ક્રાફર્સ મ્યુઝિયમ છે. મધ્યપ્રદેશમાં છીંદવાડામાં, દાદરાનગર હવેલીમાં, ભોપાલમાં માનવસંગ્રહમાં તેમજ ચેન્નાઈ, પૂના અને વારાણસીમાં આદિવાસી સંશોધન કેન્દ્ર અને સંગ્રહાલય છે. વિશ્વના બીજા દેશો જેમ કે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા વગેરે સ્થળે પણ આદિવાસી જાતિને લગતાં સંશોધન કેન્દ્રો અને સંગ્રહાલયો વિકસ્યાં છે.
આદિવાસી અને નૃવંશવિષયક મ્યુઝિયમ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૬૨માં વિશ્વવિદ્યાલય યુઝિયમ તરીકે અસ્તિત્વમાં આવ્યું. અહીં આદિવાસીઓની ચીજવસ્તુઓ, વાજિંત્રો, ખેતીવાડીનાં ઓજારો, આભૂષણો, રમકડાં અને હસ્તકલાના નમૂના પ્રદર્શિત છે. ગુજરાતની મુખ્ય આદિવાસી જાતિઓનાં આંતરિક રચના સહિતનાં રહેઠાણો અને તેમાં પ્રદર્શિત તેમની જીવનશૈલી, પહેરવેશ, આભૂષણો દર્શાવતાં માટીનાં ઘરોમાં પૂર્ણ કદનાં પૂતળાંઓની સાથે અહીં ગોઠવેલાં છે. આ સાથે જે તે જાતિના વિશિષ્ટ વ્યવસાય પણ પ્રદર્શિત છે. સુરત જિલ્લાની ચૌધરી, કોટવાળિયા, કોંકણા, ગામિત, ઘોડિયા, પટેલ જાતિઓ; વલસાડ જિલ્લાની કોચલા, વારલી, કથોડી, નાયક-નાયકડા જાતિઓ, ઉત્તર ગુજરાતની ગરાસિયા જાતિ, વડોદરાની રાઠવા જાતિ, જૂનાગઢ (સાસણ)ની સીદી જાતિ, પંચમહાલ જિલ્લાની ભીલ અને વસાવા જાતિઓ અને નળકાંઠાની પઢાર જાતિ જે આદિમાનવ પ્રકારની ગણાય છે. તે બધી જતિઓની વિગત અહીં આપણને જોવા મળે છે. કે બીજા વિભાગમાં આદિવાસી જાતિની ધાર્મિક પ્રણાલિકાઓ દર્શાવાઈ છે. આદિવાસીઓ માને છે કે તેનો વ્યવહાર અદશ્ય અતિકુદરતી શક્તિઓ સાથે છે. આના કારણે કુદરતી આપત્તિ, રોગ, મૃત્યુ વગેરેને તે અસર કરે છે અને એ માટે તેમણે કેટલીક આકૃતિઓ બનાવી, ધાર્મિક પ્રણાલિકાઓ અને કલા બંને એક બીજા પર આધારિત છે. દેવ પ્રત્યેની ભક્તિનો કલા પર પ્રભાવ છે. રાઠવાઓનાં પિઠોરા ભીંતચિત્રો, ચૌધરીઓનાં નવા દહાંડનાં ચિત્રો, કણીઓના પચવી, ભીલ ગરાસિયાનાં ગોત્રજનાં ચિત્રો, વારલી જાતિનાં વારલી ભીંતચિત્રો પણ આ સંગ્રહાલયમાં દર્શાવવામાં આવ્યાં છે. આદિવાસીઓના જીવનમાં સંગીત અને નૃત્ય વિવિધ તહેવારોમાં અનિવાર્ય છે. આ સંગ્રહાલયમાં માદિવાસીઓ દ્વારા બનેલાં જુદાં જુદાં પ્રકારનાં ઢોલ, નગારા, વાંસળી, તેમ, મોરલી, ડોબરું અને તડયું (સેક્સીફોન વુિં વાજિંત્ર) વગેરે સંગીતનાં સાધનો પણ પ્રદર્શિત છે. ઘરવખરીનાં વાસણો મોટા ભાગે માટીનાં બનેલાં હોય છે. શાકડાની થાળી અને વાંસની કલાત્મક ગૂંથણીવાળી છાબડીઓ પણ પ્રદર્શિત છે.
» ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ ૧૦૬
For Private and Personal Use Only