________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ખંડિત છે, જ્યારે ડાબા હાથનાં આયુધો દર્શાવતો ભાગ ખંડિત છે. કટિવસને અલંકૃત મેખલા વડે ચુસ્તપણે બાંધેલું જોવામાં આવે છે. મેખલાને સંલગ્ન ઝૂલતા મુક્તાદામ સુરેખ છે. દેવીના પગ પાસે બે બાજુએ એક એક બેઠેલા સિંહની આકૃતિ કંડારી છે, જે ખંડિત થયેલી છે. આ પ્રતિમાની શિલ્પ-શૈલી જોતાં તે આઠમી સદીના અંતભાગની કે નવમી સદીના પ્રારંભની હોવાનું અનુમાન કરી શકાય.
નાગબન્ધ છત :
ભો.જે.વિદ્યાભવનમાં સંગૃહીત આ શિલ્પ વિશિષ્ટ શિલ્પનો નમૂનો કહી શકાય, જે નાગદમન નહિ પરંતુ નાગબન્ધનું આલેખન ધરાવતી છત રૂપે જોઈ શકાય છે. તેનું માન ૮૯ ૪ ૭૪ x ૨૦ સે.મી. છે. દેવ મસ્તકે કિરીટ મુકુટ શોભે છે. અલંકારોમાં કાનમાં કુંડલ, કંઠે ગ્રેવેયક અને એક હાર, ભુજાઓ ૫૨ બાજુબંધ, કાંડે વલય તથા પગમાં પાદજાલક શોભે છે. ચાર હાથ પૈકી જમણો નીચેનો હાથ ખંડિત છે, જ્યારે જમણા ઉપરના હાથમાં ધારણ કરેલું આયુધ ખંડિત છે. ઉપરના ડાબા હાથમાં ધારણ કરેલ આયુધ અસ્પષ્ટ છે, જ્યારે નીચલા ડાબા હાથ વડે કાલીનાગને નાથતા દર્શાવ્યા છે. કાલીનાગની અર્ધકાય મનુષ્યાકૃતિ અંજલિમુદ્રામાં છે. એનો ટિથી નીચેનો સર્પદેહવાળો ભાગ અસ્પષ્ટ દેખાઈ આવે છે. નાગના માનુષી મસ્તક પર સાત ફણાનું છત્ર છે. ચારે તરફ વૃત્તાકારે વીંટળાયેલા સર્પદેહનાં ગૂંચળાં યોગ્ય અંતરે એકબીજાને ગાંઠ પાડતા નાગબન્ધ રચાયા છે. વચ્ચે કેટલીક જગ્યાએ અર્ધ સ્રીદેહવાળી અંજલિ મુદ્રામાં બે-બેની જોડમાં નાગણીઓ દર્શાવી છે. નાગબન્ધની આ છત બારમા-તેરમા સૈકાની હોવાનું પ્રતીત થાય છે. આ શિલ્પમાં દેવ ચતુર્ભુજ હોઈ તેઓ વિષ્ણુ સ્વરૂપે આલેખાયાનું સ્પષ્ટ થાય છે.
ચિત્રો :
ભો.જે.વિદ્યાભવનમાં સંગૃહીત કુલ પ્રાચીન ચિત્રોની સંખ્યા ૫૦૦ જેટલી છે, જેમાં ઘણાંખરાં રાજપૂત, કાંગડા અને મુઘલશૈલીનાં સુંદર ચિત્રો છે. એમાં રાગરાગિણીને લગતાં ચિત્રો, વિષ્ણુના દશાવતારોનાં ચિત્રો તથા પ્રાચીન સમયમાં રમવાના ઉપયોગમાં લેવાતાં રંગીન ગોળાકાર ગંજીફાની (પત્તાં) સંખ્યા આશરે ૨૮૦ જેટલી છે. જે ખૂબ જ સુંદર છે.
અહીં પ્રસ્તુત ચિત્ર હિંડોલ રાગનું છે, જેમાં કૃષ્ણને ઝૂલા પર ઝૂલતા દર્શાવ્યા છે તથા ત્યાં ઊભેલ ચાર નાયિકા તેમને ઝૂલા નાખે છે. આકાશમાં ઘનઘોર વાદળાં છવાયેલાં નજરે પડે છે તથા ઝૂલા પર મોર કળા કરતો દર્શાવ્યો છે. તથા ઉપર દેવનાગરી લિપિમાં લખાણ લખેલું જોવા મળે છે. ચિત્ર પ્રકૃતિના નયનરમ્ય રંગોથી ખૂબ જ આકર્ષક લાગે છે.
આ સિવાય પણ ઉત્તમ વિલાસનાં ચિત્રો ખૂબ જ આકર્ષક છે. આ ચિત્રોમાં અરબી ફારસી ભાષામાં લખાણ અને સુંદર રંગો વડે ચિત્રોને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન ખૂબ જ સુંદર છે.
ફોટોગ્રાફ :
ભારતીય શિલ્પ સ્થાપત્યનો સુરેખ ખ્યાલ આપે તેવા નાના-મોટા કદના લગભગ ૪૦૦ જેટલા ફોટા સંગૃહીત છે, જેમાં મંદિરની ઇમારતનો સ્થાપત્યકીય વિશિષ્ટ ખ્યાલ આપે તેવા અભ્યાસીઓને ઉપયોગી ફોટાઓ છે. આ ઉપરાંત સંગ્રહાલયમાં ભારતીય લિપિઓના ઉદ્ભવ અને વિકાસ દર્શાવતા ૭, ભારતીય મૂર્તિશાસ્ત્રનો વિકાસ દર્શાવતો ૧ અને ભારતીય સિક્કાઓનો ખ્યાલ આપતો ૧ એમ કુલ ૯ આલેખોનો સમાવેશ થાય છે. આમ ભો.જે.વિદ્યાભવનનું સંગ્રહાલય એ એક વિશિષ્ટ અને અલભ્ય હસ્તપ્રતો, સિક્કાઓ, શિલ્પો અને ચિત્રોનો સંગ્રહ ધરાવતનું સમૃદ્ધ સંગ્રહાલય છે, જેને જોવાનો લાભ સર્વેએ લેવા જેવો છે.
પાદટીપ
સોમપુરા, કાન્તિલાલ, ‘બુદ્ધિપ્રકાશ’ ૧૧૨, અંક ૧ લો, પૃ. ૩૦-૩૧ (૧૯૬૫) પરીખ, ડૉ. પ્રવીણચંદ્ર, ‘સામીપ્ય’ સુવર્ણ જયંતી મહોત્સવ વિશિષ્ટ અંક, પૃ. ૬૫-૭૧ પશ્ચિક દીપોત્સવાંક - ઓકટો.-નવે.-ડિસે., ૨૦૦૧ – ૧૦૦
For Private and Personal Use Only