________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક્કામાં અગ્રભાગમાં ફૂલવેલની ભાત તથા અંદરના વર્તુળમાં અરબી ફારસી લિપિમાં લખાણ તથા અરબી અંકોમાં ઈ.સ.નું વર્ષ તથા ટંકશાળનું નામ આપેલું જણાય છે, જ્યારે પૃષ્ઠ ભાગમાં બહારના વર્તુળમાં દેવનાગરી લિપિમાં મદારીનાથજીન ઉમરના મહાઈડ શ્રી મનની વહા જી જુન, અંદરના વર્તુળમાં દેવનાગરીમાં વોરી પર ઉપરની લાઇનમાં સિક્કામાં જમણી તરફ કટાર, મધ્યમાં ચંદ્ર તથા ડાબી બાજુ ત્રિશુળનાં ચિહ્નો અંકિત કરેલાં છે. તથા સૌથી નીચે વિ.સં. નું વર્ષ ૧૯૩૧ આપેલું જણાય છે ચિત્ર ૧૫). તામ્રપત્રો :
ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં સિદ્ધરાજ જયસિંહ, કર્ણદેવ સોલંકી, શિલાદિત્ય ૩ જાનું, ઈડર રાજયનાં તામ્રપત્રો, રાષ્ટ્રકૂટ વંશના રાજાઓનાં તામ્રપત્રો નોંધપાત્ર છે. ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં રાષ્ટ્રકૂટ વંશના યુવરાજ ધારાવર્ષ (૧ લા) રાજવીનું દાનપત્ર છે. જે ૧,૧૭૭ વર્ષ જૂનું છે. આ દાનપત્રનાં કુલ ૩ પતરાં છે અને તે પતરાંને એક મજબૂત તાંબાની કડીથી જોડવામાં આવેલ છે તથા કડીમાં ગરુડની આકૃતિ અંજલિ મુદ્રામાં દર્શાવવામાં આવી છે (ચિત્ર ૧૧). શિલ્પો :
ઉપરોક્ત સંગ્રહાલયમાં અનેક વિવિધ પાષાણ અને આરસનાં શિલ્પો સંગૃહીત છે. આ ઉપરાંત મોહેં-જોદડો અને હરપ્પાથી માંડી દ. ભારતનાં પલ્લવકાલીન શિલ્પોનો ખ્યાલ આપે તેવી લગભગ ૪૪ પ્રતિકૃતિઓ સંગૃહીત છે. પાષાણનાં વિવિધ શિલ્પો મુખ્યત્વે અમદાવાદ-વિસ્તારનાં આશાપલ્લી અને કર્ણાવતી જેવાં પ્રાચીન સ્થળોએથી મળી આવેલાં છે. આ શિલ્પો મુખ્યત્વે ૭મી થી ૧૫મી સદી દરમ્યાનનાં છે, જેમાં મુખ્યત્વે ચામરધારિણી, ક્ષેમકરી, નાગબલ્પ, છત, બ્રહ્મશાંતિ યક્ષ, નૃત્ય કરતા ગણપતિ, ચતુર્ભુજ વિષ્ણુ વગેરે નોંધપાત્ર છે. અહીં એમાંનાં કેટલાંક વિશિષ્ટ શિલ્પોની ચર્ચા રજૂ કરવામાં આવી છે. (૧) ચામરધારિણી :
આ શિલ્પ રેતિયા પથ્થરમાંથી અધમૂર્ત સ્વરૂપે કંડારવામાં આવ્યું છે. આ શિલ્પ ૫૯ X ૩૭ x ર૬ સે.મી. માપનું છે. ડૉ. મજમુદારે પાલડી-કર્ણાવતીની પ્રાચીન વસાહતના ખોદકામમાંથી પ્રાપ્ત થયેલ આ શિલ્પને પ્રાફસોલંકીકાલનું, પ્રતિહાર સમયનું, સંભવતઃ ઇસુની દસમી સદી પહેલાનું હોવાનું સૂચવ્યું છે. પરંતુ તે આઠમી સદી પહેલાનું શિલ્પ હોવાનું અનુમાન છે.
આ શિલ્પ ત્રિભંગમાં ઊભેલ નાયિકાના ધમિલ મુકુટને મોઢેરાની ચામરધારિણીની ધમ્મિલ કેશરચના સાથે સરખાવી શકાય છે. લંબગોળ મુખ ઘસાયેલ છતાં તે લાવણ્યથી ભરપૂર લાગે છે. ચામરધારિણીએ કાનમાં રત્નમંડિત કુંડલ અને કંઠમાં બે સરવાળો નિષ્કતાર ધારણ કર્યો છે. અન્ય અલંકારોમાં ભુજાઓ પર કેયૂર અને પગમાં પાદજાલક દૃષ્ટિગોચર થાય છે. ચુસ્ત કટિવસને મેખલા વડે બાંધેલું છે અને તેના પર ઊરુદામના છેડાઓ આકર્ષકપણે ઝૂલતા દર્શાવ્યા છે.
| દ્વિભુજા પૈકી નાયિકાના જમણા હાથમાં ચામર ધારણ કરેલ છે, જે ડોકની પાછળ થઈને ડાબા ખભા તરફ ઢળેલો છે. જ્યારે ડાબો હાથ એની જંઘા પર આકર્ષક રીતે ટેકવેલો છે. સુડોળ દેહયષ્ટિ અને આછા અલંકારો ધારણ કરેલી આ નાયિકાને રોડાનાં અપ્સરા, દેવાંગના કે સુર સુંદરીઓનાં શિલ્પો સાથે સરખાવી શકાય. ૨. ક્ષેમકરી :
ક્ષેમકરી એટલે સુખ-સમૃદ્ધિની દેવી. આગમો અનુસાર એ નવદુર્ગાના સ્વરૂપો પૈકીનું બીજું સ્વરૂપ છે. આ શિલ્પ ૬૭ x ૨૯ સેં.મી.ના માપનું સ્વતંત્ર સ્વરૂપનું છે, જેમાં ચતુર્ભુજ દેવી સમપાદ સ્થિતિમાં ઊભેલ છે. દેવીના શીર્ષ પરની કેશરચનામાં ચૂડામણિનો બંધ શોભે છે. ક્ષેમકરીએ કાનમાં ગોળ કુંડલ, કંઠે નિષ્કાર, તેમજ વનમાળા ધારણ કરેલ છે. ચાર હાથ પૈકી નીચલો જમણો હાથ વરદ મુદ્રામાં, ઉપરના જમણા હાથમાં ત્રિશુલ ધારણ કરેલ છે,
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ ૯૯૯
For Private and Personal Use Only