________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લખાણ કાર્ય કરવામાં આવતું અને ત્યારબાદ તેમાં મેશ કે કોલસાનો ભૂકો ઘસવામાં આવતો જેથી અક્ષરો ઊપસી આવતા હતા. આ હસ્તપ્રતોમાં ત્રિપાઠ, પંચપાઠ વગેરે પ્રકાર જોવા મળે છે. સિક્કા સંગ્રહ :
ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં આશરે ૪,000 જેટલા સિક્કાઓ સંગૃહીત છે, જેમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન તથા પ્રજાસત્તાક ભારતના ચાંદી, તાંબાના તથા બિલનના સિક્કા સંગૃહીત છે. સમુદ્રગુપ્તનો એક સોનાનો સિક્કો પણ સંગૃહીત છે, જે વીણાવાદન પ્રકારનો છે. સિક્કાઓમાં બિંબટંક આહત સિક્કા, ક્ષત્રપકાલીન, ગુપ્તકાલીન, કુષાણકાલીન, ઇન્ડો-સાસાનીયન, ગધેયા, ચાલુક્યો, પાંડ્યો તથા દેશી રજવાડાંઓ જેવાં કે કચ્છ, સૌરાષ્ટ્ર, વડોદરા, નવાનગર, જૂનાગઢ, ખંભાત, ભાવનગર, રાધનપુર, લુણાવાડા તથા રાજસ્થાનનાં ઉદેપુર, જેસલમેલ, જયપુર, જોધપુર વગેરેના સિક્કા પણ સંગૃહીત છે. આ ઉપરાંત સલ્તનતકાલીન, મુઘલકાલીન તથા બ્રિટિશકાળના તથા પ્રજાસત્તાક ભારતના અને અન્ય વિદેશી સિક્કાઓ પણ આ સંગ્રહાલયમાં સંગૃહીત છે. આ સિક્કાઓને આધારે રાજાઓની વંશાવળી, સાલ, આર્થિક તથા ધાર્મિક સ્થિતિ તથા ઇતિહાસને લગતી વિગતો જાણવા મળે છે.
બિબટંકુ ચિકિત સિક્કાઓમાં જુદાં જુદાં ચિહ્નો જોવા મળે છે. પારચક્ર, સૂર્યબિંબ, ઉજ્જન ચિહ્ન, પશુ, હાથી, કૂતરું કે હરણ તથા વેદિકા આવૃત્ત વૃક્ષની ડાળી વગેરે જેવા ચિહ્નો જોવા મળે છે.
ક્ષત્રપોના સિક્કામાં અગ્રભાગમાં રાજાનું ઉત્તરાંગ તથા ગ્રીક લિપિમાં લખાણ, જયારે મુખના પાછળના ભાગમાં શક-સંવત બ્રાહ્મી અંકોમાં લખેલો જોવા મળે છે, જ્યારે પૃઇ ભાગમાં ત્રિકૂટ પર્વત, સર્પાકાર રેખા, સૂર્ય તથા બીજના ચંદ્રનું આલેખન જોવા મળે છે, જયારે સિક્કામાં વર્તુળાકારે બ્રાહ્મીલિપિ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં જે તે રાજાનું નામ તથા તેના પિતાનું નામ તેના ઉપનામ સાથે લખેલું જોવા મળે છે. જેમકે રાજ્ઞી મદક્ષત્રપણ તેમના પુત્ર राज्ञो महक्षत्रपस विजयसनस,
ગુપ્ત રાજાઓના સિક્કામાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. ગુપ્તકાળ એ તે સમયનો સુવર્ણકાળ મનાય છે. ગુમ રાજાઓએ સુવર્ણના અને ચાંદીના સિક્કા પડાવ્યા હતા. તેમણે સિક્કાઓમાં ઉત્પતાક, વીણાવાદન, ધનુર્ધર, પરશુ, અશ્વમેધ તથા વ્યાઘનિહન્તા પ્રકારના સિક્કા જેવા અનેક પ્રકારના સિક્કા પડાવ્યા હતા. ગુતોના ચાંદીના સિક્કામાં પણ અગ્રભાગમાં રાજાનું ઉત્તરાંગ અને ગ્રીક લિપિમાં લખાણ તથા પૃષ્ઠ ભાગમાં મધ્યમાં ગરુડ કે મોરનું ચિલ તથા રાજાના બિરુદ સાથે બ્રાહ્મી લિપિમાં નામ લખેલું જોવા મળે છે.
મુઘલકાલીન સિક્કાઓમાં અકબરના સિક્કાઓમાં વિવિધતા જોવા મળે છે. જહાંગીર પણ પોતાના સિક્કાઓમાં વિવિધતા લાવ્યો હતો. જહાંગીરે અકબરની છબી ધરાવતી સોનામહોર પડાવી હતી. જહાંગીરના પ્રત્યેક સિક્કા પર ટંકશાળનું નામ અંકિત થયેલ છે. જહાંગીર રાશિ ચિહ્નવાળા સિક્કા પડાવ્યા હતા. જહાંગીરે સિક્કાઓ પરથી, મહિનાઓનાં નામ રદ કરીને એ પ્રકારના સિક્કાઓ પર જે તે મહિના-સૂચક રાશિનું ચિહ્ન અંકિત કરાવ્યું હતું. ભો. છે. વિદ્યાભવનમાં સિંહ રાશિ અંકિત સિક્કો સંગૃહીત છે, જેમાં સિક્કાના અગ્રભાગમાં સિહની આકૃતિ છે, જયારે પૃષ્ઠભાગમાં અરબી ફારસી લિપિમાં લખાણ જોવા મળે છે (ચિત્ર ૧૪).
દેશી રજવાડાંઓના સિક્કાઓમાં કચ્છના રાજાઓએ જે ચલણી નાણું છાપ્યું હતું તે જુદા જુદા મૂલ્યનું હતું અને તે જુદા જુદા નામથી ઓળખાતું હતું. જેમકે ઢીંગલા, દોકડા, ત્રાંબિયા કોરી વગેરે. મુખ્ય ચલણ કોરી' હતું. એમાં વિનિમયનો દર ૪૮ ત્રાબિયા =૨૪ દોકડા =૧૬ ઢીંગલા =૧ કોરી ગણાતો. કચ્છના રાજાઓએ ૧ર કોરી, ૧ કોરી, ર-૧૨ કોરી, ૫ કોરી, ૧૦ કોરી, ૨૫ કોરી, ૫૦ કોરી અને ૧૦ કોરીના સિક્કા પડાવેલા. આ સિક્કાઓનો અગ્રભાગ મુઘલશૈલી ધરાવે છે. એના પૃષ્ઠભાગમાં મહારાવનું નામ, બિરુદ, સિક્કાનું મૂલ્ય, ટંકશાળનું નામ અને વિ.સં. નું વર્ષ બધું લખાણ નાગરી લિપિમાં લખેલું છે. ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં કચ્છના જે સિક્કા સંગૃહીત છે તેમાં પ્રાગમલજી બીજાની ૫ કોરી છે.
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૯૮
For Private and Personal Use Only