________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર પ્રદેશ આસપાસના વિસ્તારમાં ચિત્રિત થઈ હોવી જોઈએ. “ચૌરપંચાશિકા'નો શબ્દશ: અર્થ છે “ (પ્રેમના)ચોરની પચાસ કંડિકા'. સંસ્કૃત ભાષામાં આ પચાસ કંડિકાની રચના ૧૧મી સદીમાં કાશમીરી કવિ બિલ્ડરે કરેલીઆ કંડિકા
પર ૧૬મી સદીમાં જે ચિત્રો સર્જાયાં તેમાંથી આજે બચેલાં ચિત્રોનો મોટો ભાગ આ સંગ્રહમાં છે. સલ્તનત શૈલીની - આ પ્રાગમુઘલ દુર્લભ ચિત્રશ્રેણી ભારતીય લઘુચિત્રકલામાં એક સીમાસ્તંભ છે અને સમગ્ર વિશ્વમાં અતિપ્રખ્યાત છે.
સંસ્કૃત કંડિકામાં રહેલી ભૂતકાળની સુખી દિવસની ઝંખના (nostalgia)ચિત્રોમાં પણ ફુટ થઈ છે. આ ઝંખના ઉત્કટ કામાવેગ અને પ્રેમાસક્તિ પ્રકટ કરે છે. ઇસ્લામ પ્રભાવિત વેશભૂષા અને ગૃહ સજા પણ જોવા મળે છે. ચિત્રોમાં મૂળ રંગોની પૂરણી બળકટ અભિવ્યક્તિ કરે છે.
સંગ્રહના રાજપૂત ચિત્રોમાં મેવાડ, બિકાનેર, રાધોગઢ, જયપુર, બુંદી, કોટા, માળવા, બુંદેલખંડ ઇત્યાદિ પેટાશૈલીઓનું વૈવિધ્ય છે. તેમાંનાં મેવાડ પેટાશૈલીના કેટલાક ચુનંદા નમૂના ચિત્રકાર જગન્નાથ દ્વારા ચિત્રિત છે. વિષયની દષ્ટિએ જોતાં આ રાજપૂત ચિત્રોમાં બિહારી રચિત “સતસાઈ', વરસના બાર માસનું નિરૂપણ કરતા બારમાસા', વિવિધ રાગોનું આલેખન કરતી “રાગમાળા’ અને સૂરદાસ રચિત “સૂરસાગર'ના આલેખનનું વૈવિધ્ય જોવા મળે છે.
સંગ્રહનાં મુઘલ ચિત્રો શાહજહાં તથા ઔરંગઝેબના જમાનામાં છે અને તે મુખ્યત્વે વ્યક્તિચિત્રો છે. આ વ્યક્તિચિત્રોમાં બાદશાહી દમામનાં દર્શન થાય છે.
પહાડી ચિત્રશૈલીનાં ચિત્રો માટે થઈને પણ આ સંગ્રહ સમગ્ર વિશ્વમાં મોખરે છે, કારણ કે ઊંચી ગુણવત્તા ધરાવતાં સંખ્યાબંધ પહાડી ચિત્રો આ સંગ્રહમાં છે. આ ચિત્રોમાં શૈવ અને વૈષ્ણવ વિષયો કેન્દ્રસ્થાને છે. જેમાં શિવનાં કૌટુંબિક ચિત્રો અને જયદેવ રચિત “ગીતગોવિંદ'ને આલેખતાં ચિત્રો તરત જ ધ્યાન ખેંચે છે. આ ચિત્રોમાં રાત્રીનું નિરૂપણ અનોખું છે. પહાડી ચિત્રોમાં આ ઉપરાંત નાયિકા-ભેદ, કામ ઉપરનાં ભાનુદત્તનાં ભાષ્ય “રાસમંજરી', કોકશાસ્ત્ર તથા કાલી અને છિન્નમસ્ત દેવીનાં બિહામણાં નિરૂપણ છે. પહાડી રાજાઓના રોજિંદા જીવનનાં વ્યક્તિચિત્રો પણ છે. પહાડી શૈલીની બધી જ પેટાશૈલીઓ - જમ્મુ, બોલી, જસરોટા, માણકોટ, કાંગડા, ગુલેર, ચમ્બા, મંડી, તુપુર, કુલુ, બિલાસપુર, ટેહરી, ગઢવાલ વગેરે અહીં જોવા મળે છે.
સંગ્રહમાંનાં કાશ્મીરી લઘુચિત્રોમાં પર્શિયન પોથીનાં ભાગવતનાં દશ્યો તથા મહાદેવનાં તાંત્રિક આલેખન છે. સંગ્રહમાંનાં પર્શિયન લધુચિત્રોમાં લાક્ષણિક પર્શિયન મૂદુ રંગઆયોજન અને નમણી રેખાઓ જોવા મળે છે. સંગ્રહમાંની નેપાળી બૌદ્ધ હસ્તપ્રતમાંનાં ચિત્રોમાં બૌદ્ધ તાંત્રિક દેવીઓનું નિરૂપણ છે. સંગ્રહમાંનાં કંપની શૈલીનાં બે ચિત્રોમાં ભારતીય પરંપરા સાથે યુરોપિયન વાસ્તવવાદનો મેળ જોવા મળે છે.
સંગ્રહનું પ્રદર્શન સમયક્રમ અનુસાર ગોઠવ્યું છે. ઓછામાં ઓછી ૨૫૦ કલાકૃતિઓ હંમેશાં પ્રદર્શિત હોય છે. પ્રસિદ્ધ કલામર્મજ્ઞ કાલે ખંડાલાવાલા લિખિત અને ગુજરાત મ્યુઝિયમ સોસાયટી દ્વારા પ્રકાશિત સંશોધનગ્રંથ ‘પહારી મિનિચર્સ ઈન એન.સી.મહેતા કલેકશન’ વેચાણ માટે ઉપલબ્ધ છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૯૬
For Private and Personal Use Only