________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ ભોળાભાઈ જેશીંગભાઈ સંગ્રહાલય, અમદાવાદ
નયના એન. અધ્વર્યુ
ભો. જે. વિદ્યાભવન પુરાતન અવશેષો ધરાવતું સમૃદ્ધ સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં ૧૬,૦૦૦ જેટલી પુરાતન ચીજવસ્તુઓ સંગૃહીત છે. તેમાં ૧૦,૦૦૦ થી વધુ સંસ્કૃત, ગુજરાતી, ફારસી, હિંદી, મરાઠી અને બંગાળી ભાષામાં હસ્તલિખિત હસ્તપ્રતો સંગૃહીત છે, જેમાંની કેટલીક સચિત્ર છે, જેવી કે કલ્પસૂત્ર, દુર્ગા સપ્તશતી, ગીતગોવિંદ, મધુમાલતી તથા શાલિભદ્ર રાસોની હસ્તપ્રત મુખ્ય છે. તાડપત્ર પર લખાયેલી તેલુગુ લિપિની હસ્તપ્રત સંગૃહીત છે. આ ઉપરાંત ૪૦૦૦ જેટલા પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન સિક્કાઓ, ૫૦૦ જેટલાં પ્રાચીન ચિત્રો, ૩૦૦ પાષાણ અને ધાતુનાં શિલ્પો, પાષાણયુગ તેમજ તામ્રપાષાણયુગનાં ઓજારો તથા બીજી ચીજોનો સમાવેશ થાય છે.
આમાંનાં શિલ્પો મુખ્યત્વે બૃદ્ અમદાવાદ વિસ્તારનાં આશાપલ્લી અને કર્ણાવતી જેવાં પ્રાચીન સ્થળોએથી મળી આવેલાં છે. આ શિલ્પો મુખ્યત્વે ૭મીથી ૧૫મી સદીનાં છે.
પાષાણયુગના અવશેષો :
પ્રાચીન, લઘુ અને નૂતન પાષાણયુગના તથા તામ્રપાષાણયુગના કુલ ૮૪ જેટલા પુરાતન અવશેષો સંગૃહીત છે, જેમાં હજારો વર્ષ જૂના માછલી, સાપ તથા કરચલાના અશ્મિભૂત અવશેષો, પથ્થરની કુહાડી, પાનાથી માંડી અકીક પથ્થરની ધારદાર ચીપોના નમૂનાઓનો સમાવેશ થાય છે. મોહે-જો-દડો અને લોથલમાંથી પ્રાપ્ત થયેલ મુદ્દાઓ અને મુદ્રાંકોની પ્રતિકૃતિઓ, લોથલમાંથી પ્રાપ્ત થયેલ માટીનાં વજનિયાં, ત્રિકોણાકાર ટીકડીઓ, ગોફણ-ગાળાઓ તથા ચિત્રાંકિત વાસણોના અવશેષો વગેરે દર્શનીય સામગ્રી છે.
હસ્તલિખિત ગ્રંથો :
સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી, અરબી, ફારસી, ઉર્દૂ, હિંદી, મરાઠી વગેરે... ભાષામાં લખાયેલી લગભગ ૧૦,૦૦૦ જેટલી હસ્તપ્રતોની જાળવણી ક૨વામાં આવી છે, જેમાંની કેટલીક સચિત્ર છે.* સચિત્ર હસ્તપ્રતોમાં દુર્ગા સપ્તશતી, કલ્પસૂત્ર, શાલીભદ્ર રાસો, ગીત ગોવિંદ, મધુ માલતી કથા વગેરે..... હસ્તપ્રતોનો સમાવેશ કરી શકાય. ગીત ગોવિંદની હસ્તપ્રતમાંના ચિત્રમાં (ચિત્ર નં. ૧૦) રાધા અને કૃષ્ણને એકબીજાને પ્રેમ કરતાં દર્શાવ્યાં છે, જ્યારે આજુબાજુ નાયિકાઓ તેમને નિહાળી રહી છે. પ્રસ્તુત હસ્તપ્રત ઘણી જ પ્રાચીન હોવા છતાં તેમાંનો રંગ હજી ઝાંખો થયો નથી. વૃક્ષોની ડાળીઓ તથા ફૂલ પણ તેમના વિશુદ્ધ પ્રેમને નીરખવા માટે ઝૂકી રહ્યાં હોય તેમ લાગે છે.
દુર્ગા સપ્તશતીની સચિત્ર હસ્તપ્રતમાં કુલ ૭૮ જેટલાં ચિત્રો છે, જેના રંગો ખૂબ જ આકર્ષક છે. આ હસ્તપ્રતમાં નવદુર્ગા, શંકર-પાર્વતી વગેરેને લગતાં ચિત્રો દોરેલાં છે.
મધુમાલતીની હસ્તપ્રત ઉર્દૂ લિપિ અને વ્રજભાષામાં લખાયેલી છે. તેનાં ચિત્રો પણ ખૂબ જ સુંદર રીતે આલેખાયેલાં જોવા મળે છે.
હસ્તપ્રતનાં પત્રોમાં પાછળ જમણી તરફ ક્રમાંક, ચારે બાજુ હાંસિયો તથા હાંસિયાને આલંકારિક ફૂલવેલની ભાતથી અલંકૃત કરવામાં આવે છે, જ્યારે તાડપત્રની જે હસ્તલિખિત પ્રતો છે તેમાં વચ્ચે કાણું પાડીને પત્ર એક દોરામાં પરોવવામાં આવે છે. આ પરોવવાની જગ્યાને કુંડસ્થાન કહેવામાં આવે છે, જેમાં અલગ અલગ આકૃતિઓ કરેલી જોવા મળે છે. પ્રાચીનકાળમાં ભૂર્જપત્ર અને તાડપત્ર પર લખાણું કરવામાં આવતું હતું, જ્યારે મધ્યકાલથી કાગળની હસ્તપ્રતો પ૨ લખાણકાર્ય શરૂ થયું. ભૂર્જપત્ર પર અને તાડપત્ર પર અણીદાર શલાકા વડે અક્ષરો કોતરીને * સંશોધન-સહાયક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૯૭
For Private and Personal Use Only