________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(મારવાડનું હાલનું સાચોર)થી આવેલા સિદ્ધનાગ નામના એક વિશિષ્ટ એવા શ્રેષ્ઠી થયા. તેમને અંબિની નામની પત્ની હતી. તેને પોઢક, વીરડ, વર્ધન અને દ્રોણક નામના ચાર પુત્ર હતા. તેઓને મહાન પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેઓએ સોનાના જેવી કાંતિવાળી પિત્તળની એક સુંદર અને ઉત્તમ એવી શાંતિનાથ તીર્થકરની પ્રતિમા તૈયાર કરાવી તે આજે પણ અર્થાત્ પ્રશસ્તિ લખાયેલા સમયે દથિપદ્રના શાંતિનાથ મંદિરમાં પૂજાય છે.
આ પ્રશસ્તિના વર્ણનમાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે આ ગ્રંથમાં રાહડના વંશ અને કુટુંબની વિસ્તૃત પરિચય આપેલો છે. તથા તેણે કરેલાં અનેક ધર્મકૃત્યોનો નિર્દેશ કરેલો છે. તેમાં સમય અર્થાત્ સંવતુ, માસ તથા તેના સ્થાનનો પણ ઉલ્લેખ છે. વળી તેની સાથે સાથે જે રાજાના રાજયકાળ દરમ્યાન આ પુસ્તકનું આલેખન થયું તેનો પણ મહત્ત્વનો ઉલ્લેખ ઐતિહાસિક દષ્ટિએ પ્રાપ્ત થાય છે.
પુરાતન ઇતિહાસની દૃષ્ટિએ તાડપત્રી પુસ્તકો અને અન્ય હસ્તપ્રતોનું મહત્ત્વ છે તે આપણે સંક્ષેપમાં જોયું. તે સિવાય સાંસ્કૃતિક ઉપાદાનની દૃષ્ટિથી પણ તેનું અધિક આકર્ષણ છે અને તે ચિત્રકલાની દૃષ્ટિ. તાડપત્રીય પુસ્તકોમાં ધાર્મિક, ધર્મોપદેશક અવસ્થામાં આચાર્યો આલેખાયેલા છે. આ લેખનમાં આચાર્ય સભાપીઠ પર બેઠા હોય અને ધર્મોપદેશ કરતા હોય અને સન્મુખ ભાવ-ભક્તિ-પૂર્વક ઉપદેશ શ્રવણ કરતો ભક્ત-સમુદાય હોય તેવી જ રીતે અન્ય પ્રસંગોચિત દૃશ્યો આલેખાયેલાં હોય છે. ગુફાઓમાં ભિત્તિચિત્રોની જેમ પરંતુ પ્રમાણમાં નાનાં ચિત્રો વિવિધ રંગોથી શોભતાં પ્રાચીન હસ્તપ્રતોમાં આપણા દેશમાં જળવાયેલાં છે તેટલાં બીજા કોઈ દેશમાં મળતાં નથી. આ રીતે ચિત્રકલાના ઇતિહાસ અને અધ્યયનની દૃષ્ટિથી તાડપત્રીય તેમજ પ્રાચીન કાગળની હસ્તપ્રતોમાં સચવાયેલાં ચિત્રો ખૂબ મૂલ્યવાન અને આકર્ષક છે. આ રીતે આપણી સાહિત્યિક સંપત્તિ ખૂબ મૂલ્યવાન બને છે. હસ્તપ્રતોને અંતે લહિયા પણ પોતાનું લખેલું પુસ્તક ચિરકાળ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરતા જણાવે છે :
तैलाद्रक्ष जलाद्रक्ष शिथिलबंधनात् । परहस्तगतां रक्ष एवं वदति पुस्तिका ।। તેનું કારણ એટલું જ કે भग्नपृष्टिः कटिग्रीवा एकदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ છતાં લહિયા સર્વનું માંગલ્ય ઇચ્છે છે કે मंगलं भवतु सर्वसज्जने मंगलं भवतु धर्मकर्मणि । मंगलं भवतु पाठके जने मंगलं भवतु लेखके सदा ।। પુસ્તકમાં અશુદ્ધિ હોય તો પણ દોષ લહિયાને ન દેવા માટે જણાવેલું છે. यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्ध वा मम दोषो न दीयते ॥
પાદટીપ ૧. પૃ. ૭, ‘જ્ઞાનાંજલિ', મુનિશ્રી પુણ્યવિજયજી અભિવાદન ગ્રંથ, પૃ. ૭ ૨. જ્ઞાનાંજલિ, પૃ. ૧૧ ૩. જ્ઞાનાંજલિ, પૃ. ૫૧
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨00૧૮૧
For Private and Personal Use Only