________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની બે હસ્તપ્રતો છે, એમાંની એક પ્રતમાં લક્ષ્મીદેવી અને ચંદ્રદેવનાં ચિત્રો મળે છે.
કાપડ પર ચિત્રાંકનો કરવાની જૈનપરંપરા ઈ.સ.ની ૧૪મી સદી જેટલી પુરાણી છે. એમાં યંત્રો, વિશ્વરચના (Cosmology), યાત્રાસ્થળો અને માંગલિક ચિહ્નો જેવા વિષયોને રજૂ કરતાં કાપડ પરનાં ચિત્રો ભારત અને વિદેશોનાં સંગ્રહાલયોમાં સચવાયેલાં છે. વૈષ્ણવોની જેમ જૈનોમાં પણ કાપડ ઉપર ધાર્મિક ચિત્રો આલેખવાની પ્રથા છે. એને ‘પટ્ટ’ કહેવામાં આવે છે, વીંટો વાળીને આવા પદ્મ મંદિરમાં કે ખાનગી ગૃહોમાં સાચવી રાખવામાં આવતા.
આ પ્રકારના સહુથી પ્રાચીન ચિત્રનો નમૂનો પાટણના સંધના ભંડારમાં સચવાયેલી ‘ધર્મવિધિપ્રકરણ'ની ૧૪મી સદીની હસ્તપ્રતમાં મળે છે. એમાં સરસ્વતીની સાદી આકૃતિ ચિત્રિત કરેલી છે. સંઘવીપાડાના ભંડારમાંનો ૧૫મી સદીનો કાપડ પર ચીતરેલો પંચતીર્થી પટ્ટ ખૂબ પ્રસિદ્ધ છે. આ પટ્ટ ચાંપાનેરમાં તૈયાર થયેલો છે. એમાં સાત ચિત્રોનું આલેખન કરેલું છે. મંદિરના ગર્ભગૃહમાં સર્પછત્ર ધારણ કરતા તીર્થંકર પાર્શ્વનાથની પ્રતિમા, ગિરનાર પર્વતનું દૃશ્ય, સમ્મેતશિખર અને પાવાગઢ ઉપરનાં મહાવીર સ્વામીનાં મંદિરોનાં ચિત્રો મનોહર લાગે છે.
અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં ‘સૂરિમંત્ર પટ’”નું ૧૪મી સદીનું ચિત્ર સંગૃહીત છે. એમાં પૂર્ણ વિકસિત પદ્મ પર બેઠેલા મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વાર્મીનું ચિત્ર આલેખેલું છે. સારાભાઈ નવાબના સંગ્રહમાંનો ઋષભદેવના સમવસરણનો ૧૫મી સદીના મધ્યનો એક પટ્ટ અને જંબુદ્રીપનો ૧૬મી સદીનો એક પટ્ટ નોંધપાત્ર છે. કાપડ પર ચિત્રો આલેખવાની પ્રથા ૧૭મી સદી સુધી નામાં જળવાઈ રહી.
હસ્તપ્રતોની જાળવણી માટે વપરાતી લાકડાની પાટલીઓ ઉપર પણ લધુચિત્રો જોવા મળે છે. આવાં લાકડાની પાટલી પરનાં લઘુચિત્રોના સહુથી જૂના નમૂના રાજસ્થાનના જૈનભંડારોમાં મળે છે. અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં સુરક્ષિત લાકડાની પાટલી પર ભરત અને બાહુબલ વચ્ચેના યુદ્ધપ્રસંગનું આલેખન છે. એક પાટલી ૫૨ તીર્થંકર પાર્શ્વનાથના પૂર્વના દસ ભવો આલેખેલા છે. મુનિ પુણ્યવિજયજી સંગ્રહમાંની એક પાટલી પર મહાવીર ભગવાનના ૨૭ ભવો પૈકીના કેટલાક ભવોનું ચિત્રાંકન કરેલું જોવા મળે છે.
પાટણના બીજા ભંડારોમાં તપાગચ્છ ભંડાર, ભાભાના પાડાનો ભંડાર, વસ્તા માણેકનો ભંડાર, શ્રી હિંમતવિજયજીનો સંગ્રહ વગેરે અત્યંત મહત્ત્વના છે. જો કે આ બધા ભંડારો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારને સોંપાઈ ગયા છે.
ખંભાતના હસ્તપ્રતભંડારો
પાટણની જેમ ખંભાતે પણ સંશોધક વિદ્વાનોને આકર્ષ્યા છે. તેરમા સૈકામાં થઈ ગયેલા ગુજરાતના વિખ્યાત મંત્રી વસ્તુપાલે મોટી ૨કમ ખર્ચીને પાટણ, ભરૂચ અને ખંભાતમાં ગ્રંથભંડારો સ્થાપ્યા હતા.પ હાલમાં ખંભાતમાં મુખ્ય ચાર ગ્રંથભંડારો છે. પાયચંદ ગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો ભંડાર, નેમિસૂરિજીનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથનો ભંડાર સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. એમાં ગ્રંથસંખ્યા બહુ મોટી નથી. પરંતુ એની વિશિષ્ટતા એમાંની પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. એમાં તાડપત્ર ઉપર સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલી આશરે દોઢસો જેટલી હસ્તપ્રતો છે. આ ભંડારની હસ્તપ્રતો ઈ.સ.ની ૧૨મી, ૧૩મી અને ૧૪મી સદી જેટલી પ્રાચીન છે. ગુજરાતની ગ્રંથસ્થ લધુચિત્રકલાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય હસ્તપ્રતોમાંથી મળે છે. આચાર્ય હેમચન્દ્ર, તેમના શિષ્ય અને રાજા કુમારપાલનું વિખ્યાત ચિત્ર બારમા સૈકાની “દશવૈકાલિકસૂત્ર ની લઘુવૃત્તિ'ની હસ્તપ્રતના છેલ્લા પત્ર પર છે. એમાં આસન પર બિરાજમાન હેમચંદ્રાચાર્ય, જમણા હાથમાં તાડપત્ર રાખીને સામે બેઠેલા પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને જાણે પાઠ આપતા હોય એમ લાગે છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલા દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાલની જણાય છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાલ બંનેના જીવનકાળ દરમ્યાન દોરાયેલું હોઈ બે સમકાલીન
પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૮૭
For Private and Personal Use Only