________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં પ્રસિદ્ધ હસ્તપ્રતસંગ્રહાલયો*
ડૉ. ભારતી શેલત, ડૉ. આર. ટી. સાવલિયા
ગુજરાતની ભૂમિ ભૂતકાળનો ભવ્ય સાંસ્કૃતિક અને વિદ્યાકીય વારસો ધરાવે છે. એની વિદ્યા-પ્રવૃત્તિને ઘડતરમાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથસંગ્રહાલયોનું બહુમૂલ્ય પ્રદાન છે.
આ હસ્તલિખિત ગ્રંથસંગ્રહાલયો એટલે પ્રાચીન કાળનાં પુસ્તકાલયો. એમાં તાડપત્ર, કાપડ અને કાગળ પ લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્રગ્રંથોનો સંગ્રહ કરેલો હોય છે. | ગુજરાતમાં આવાં સંગ્રહાલયોની સંસ્થા ઘણી પ્રાચીન છે. ઈ.સ.ની પમી સદીની આસપાસ સૌરાષ્ટ્રનું વલભ એક વિદ્યાધામ તરીકે આખા ભારતમાં વિખ્યાત હતું. તમામ જૈન આગમગ્રંથો, જે અગાઉના કાળમાં મુખપાઠથી ચાલતા હતા, તે આચાર્ય શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના અધ્યક્ષપણા હેઠળ પુસ્તકરૂપે વલભીમાં લખવામાં આવ્યા. ભારતીય વિદ્યાપ્રવૃત્તિના ઈતિહાસમાં આ ઘણો મહત્ત્વનો બનાવ છે. આ રીતે લખાયેલાં પુસ્તકોની અનેક નકલો થઈ હશે અને તે જુદા જુદા ગ્રંથભંડારોમાં રાખવામાં આવી હશે. પ્રાચીન કાલમાં ગુજરાતમાં બૌદ્ધો, જૈનો અને બ્રાહ્મણોની સાહિત્યપ્રવૃત્તિ સારા પ્રમાણમાં ચાલતી હતી. આથી કોઈ પ્રકારનાં પુસ્તકાલયોનું અસ્તિત્વ તો ત્યાં હોવું જ જોઈએ પરંતુ ચૌલુક્યવંશ ના બે ગુર્જર રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમય પહેલાના ગુજરાતના જ્ઞાનભંડાર્ચ વિશે કોઈ વિશ્વાસપાત્ર માહિતી ઉપલબ્ધ નથી. રાજા સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રાચાર્યે ગુજરાતનું પ્રધાન વ્યાકરણ રચ્યું અને ત્યારથી ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિનો મધ્યાહ્નકાળ શરૂ થયો. વિજેતા સિદ્ધરાજે ત્રણસો લક્ષિાઓ પાસે સતત ત્રણ વર્ષ સુધી વિવિધ લેખનકાર્ય કરાવી રાજકીય પુસ્તકાલયો સ્થાપ્યાં અને સિદ્ધહેમવ્યાકરણની સેંકડો પ્રત્યે લખાવી વિદેશનાં પુસ્તકાલયોમાં ભેટ મોકલી. સિદ્ધરાજ પછી રાજા કુમારપાળે પણ એકવીસ જેટલા જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા અને રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમગ્રંથો તથા આચાર્ય હેમચંદ્રના ગ્રંથોની સુવર્ણાક્ષરવાળી ૨૧ પ્રતિ લખાવી હતી. ધોળકાના રાજા વીરધવલના સુપ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલે કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ જ્ઞાનભંડારો સ્થાપ્યાની હકીકત પ્રાચીન ગ્રંથોમાંથી મળી રહે છે. આ પ્રાચીન જ્ઞાનભંડારોમાંની એક માત્ર તાડપત્રીય હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે અને તે ઉદયપ્રભસૂરિએ રચેલ “ધર્માલ્યુદય” કાવ્યની. માંડવગઢના મંત્રી પેથડ શાહે ભરૂચ વગેરે સાત નગરોમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત કેટલાક ધનાઢ્ય ગૃહસ્થોએ પણ જ્ઞાન-સંગ્રહો લખાવ્યા હતા.
જાહેર માલિકોના આવા હસ્તલિખિત ગ્રંથભંડારી રાખવાની પ્રથા જૈનસમાજમાં વિશેષ અંશે પ્રચલિત હતી. ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ધર્મનો વિશેષ પ્રસાર હોઈ ગ્રંથભંડારોની સંસ્થા અહીં ખાસ ધ્યાન ખેંચે છે. આ ગ્રંથભંડારોમાં માત્ર જૈન ધર્મને લગતા જ ગ્રંથો નથી, શાસ્ત્ર અને વિજ્ઞાનના જે વિષયોનું પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં અધ્યયન-અધ્યાપન થતું એ તમામ વિષયોને આવરી લેતા ગ્રંથભંડારો છે. આવા વિષયમાં કાવ્ય, કોશ, છંદ, અલંકાર, જયોતિષ, નાટક,શિલ્પ,દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો.
ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો સહુથી વધારે ખ્યાતિ પામેલા છે. આ ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, હરાપરા, સિનોર, ભરૂચ, સુરત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, ઘોઘા, પાલીતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કેમ્પ, માંગરોળ વગેરે સ્થળોએ અનેક નાનામોટા ગ્રંથભંડારો છે. * “સ્વાધ્યાય', પૃ. ૨૮, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, મે-ગસ્ટ, ૧૯૯૧. + નિયામક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ x અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
- પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૮૫
For Private and Personal Use Only