________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોવાથી તે ભાગને મુનિરનો વિસ્તાર કહેવાય છે અને જેને લઈને મુનિરને થોડી ખ્યાતિ મળી છે. મુનિરસાહેબને એક વખત રજાની જરૂર પડી. બ્રિટિશ શાસનકાળમાં સામાન્ય સંજોગોમાં સરકારી કર્મચારીને ૨જા મળવી મુશ્કેલ હતી, જેથી એમણે રજા મેળવવા તેમની પત્નીની તબિયતનું ખોટું કારણ આપ્યું. દિલ્હીસ્થિત હેડ ઑફિસમાંથી તાકીદ થઈ કે મુનિરે સરકારી હૉસ્પિટલમાંથી સિવિલ સર્જનને પત્નીની તબિયત રૂબરૂમાં બતાવી સર્ટિફિકેટ રજૂ કરવું, મુનિરસાહેબ બરાબર ફસાયા, કારણ કે તેમના બેગમને કોઈ બીમારી હતી જ નહીં. હવે કરવું શું ? ખૂબ માથું ખંજવાળ્યું, પણ કોઈ રસ્તો સૂઝયો નહીં. એટલામાં તેમને જાણવા મળ્યું કે તેમના એક મિત્રના સંબંધી હકીમસાહેબની પુત્ર હાલમાં બીમાર છે અને હકીમસાહેબની કોઈ કારી ફાવતી નથી. તરત જ મુનિર તેમને ત્યાં પહોંચી ગયા અને પોતે અંગ્રેજ સિવિલ સર્જન જેવા ઊંચા ડૉકટરને ઓળખતા હોઈ તેમની પુત્રીને પોતે સાથે રહી ડૉકટરને બતાવી ખપવાની ઓફર કરી. હકીમસાહેબ માની ગયા. મુનિર પરદાનશીન બાનુને લઈ સિવિલ સર્જન પાસે પહોંચ્યા. કહેવાની જરૂરત નથી કે તેમને જોઈતું સર્ટિફિકેટ તો મળી ગયું સાથે એ બાનુની સારી ટ્રીટમેન્ટ પણ થઈ અને ન તો મુનિરની બેગમની હકીકતની ખબર પડી કે ન તો હકીમસાહેબને. અને પેલા અંગ્રેજ સર્જનને તો આ વાતની બંધ ક્યાંથી આવે ? બિચારી બાનુને પણ ક્યાંથી ખબર હોય કે થોડા સમય માટે તેણે મુનિરસાહેબની બીબીનો રોલ મદા કર્યો હતો ! આમ પુરાતત્ત્વને ક્ષેત્રે બધું ધૂળ, પથ્થર અને ઢેફાં જ છે- તે માન્યતા અહીં ખોટી ઠરે છે.
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૦ ૮૪
For Private and Personal Use Only