________________
શ્રીકાલસપ્તતિકપ્રકરણ
૯૫ આ પલ્યોપમ - સાગરોપમથી ચારે ગતિના જીવોની કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ મપાય છે. (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમઃ
પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમસાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલા ગ્રોથી ભરી પ્રતિસમય તે વાલાઝોને સ્પષ્ટ ૧-૧ આકાશપ્રદેશોને બહાર કાઢતા બધા સ્પષ્ટ આકાશપ્રદેશો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક બાદર ક્ષેત્ર પલ્યોપમ છે. તે અસંખ્ય ઉત્સર્પિણી પ્રમાણ છે. ૧ બાદર ક્ષેત્ર પલ્યોપમ * ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ બાદર ક્ષેત્ર સાગરોપમ. (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમઃ
પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલાઝોના ટુકડાઓથી ભરી તે ટુકડાઓને સ્પષ્ટ કે અસ્પષ્ટ બધા આકાશપ્રદેશોને પ્રતિસમય ૧-૧ બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જે કાળ લાગે તે એક સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમ છે. તે અસંખ્ય ઉત્સર્પિણી પ્રમાણ છે. ૧ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ * ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ. આ પલ્યોપમસાગરોપમથી દષ્ટિવાદમાં દ્રવ્યપ્રમાણની પ્રરૂપણા થાય છે અને પૃથ્વી વગેરે જીવો મપાય છે.
પ્રશ્ન - સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમમાં જો પ્યાલાના સ્પષ્ટ – અપૃષ્ટ બધા આકાશપ્રદેશો કાઢવાના હોય તો વાલાગ્રના અસંખ્ય ટુકડાઓથી તે પ્યાલાને ભરવાની શી જરૂર ?
જવાબ - સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી દષ્ટિવાદમાં દ્રવ્યો મપાય છે. તેમાંથી કેટલાક દ્રવ્યો વાલાઝથી સ્પષ્ટ આકાશપ્રદેશો જેટલા છે અને કેટલાક દ્રવ્યો વાલાઝથી અસ્પષ્ટ આકાશપ્રદેશો જેટલા છે. માટે દષ્ટિવાદમાં કહેલા દ્રવ્યોને માપવા ઉપયોગી હોવાથી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમમાં વાલાઝના અસંખ્ય ટુકડાથી પ્યાલાને ભર્યો.