________________
શ્રીસમવસરણસ્તવ
૨૨૧
ત્રીજા કિલ્લામાં પૂર્વ વગેરે ચાર દિશાઓના દ્વારોમાં તુંબર, ખટ્વાંગી, કપાલ, જટામુકુટધારી દેવો દ્વારપાળ છે.
આ બધી વિધિ સામાન્ય સમવસરણની જાણવી. જો કોઈ મહદ્ધિક દેવ આવે તો તે એકલો પણ આ બધું કરે.
જો ઈન્દ્રો ન આવે તો ભવનપતિ વગેરે શેષ દેવો સમવસરણ કરે અથવા ન પણ કરે.
જ્યાં તે તીર્થકરની અપેક્ષાએ પૂર્વે સમવસરણ ન થયું હોય, જયાં મહદ્ધિક દેવ કે ઈન્દ્ર વગેરે આવે ત્યાં અવશ્ય સમવસરણની રચના થાય છે.
૮ પ્રાતિહાર્ય વગેરે તો સતત પ્રભુની સાથે જ હોય છે.
જે શ્રમણે પૂર્વે સમવસરણ ન જોયું હોય તે ૧૨ યોજનથી સમવસરણમાં આવે. જો ન આવે તો તેને ચતુર્લઘુનું પ્રાયશ્ચિત આવે.
પ્રભુ પહેલા પહોર સુધી દેશના આપે. પહેલા પહોરને અંતે નગરના રાજા વગેરે દુર્બળ સ્ત્રીએ ખાંડેલા અને સામર્થ્યપૂર્વક છાંડેલા-વીણેલા અખંડ કલમજાતિના ઊંચા આઢક પ્રમાણ ચોખાની બનાવેલ સુગંધયુક્ત બલિને લઈ વાજતે-ગાજતે ધામધૂમપૂર્વક પૂર્વારથી સમવસરણમાં પ્રવેશે છે. તેઓ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી તેઓ તે બલિ પ્રભુ સન્મુખ વિનયપૂર્વક ઉછાળે છે. તે ભૂમિ ઉપર પડે એ પહેલા જ અડધો ભાગ દેવો લઈ લે છે. બાકીના અડધા ભાગમાંથી અડધો ભાગ ગામનો રાજા લઈ જાય છે. બાકી રહેલું શેષ સામાન્ય લોકો લઈ જાય છે. બલિનો એક પણ દાણો જેના માથા પર પડે તેના સર્વરોગો શમી જાય છે અને છ માસ સુધી તેને નવા રોગો થતા નથી.