________________
શ્રીસમવસરણસ્તવ
ત્યાર પછી પ્રભુ નીચેથી ત્રીજા (ઉપરથી પહેલા) કિલ્લામાંથી ઉત્તર દ્વારેથી નીકળી બીજા કિલ્લામાં ઈશાનખૂણામાં રહેલ દેવછંદામાં આવે છે. બીજા પહોરમાં ગણધર ભગવંત દેશના આપે છે. તે અસંખ્ય ભવોને કહે છે.
૨૨૨
પ્રભુથી બહારના પગથિયા સુધી જો દોરી રાખવામાં આવે તો તેનું માપ ૮,૨૦૦ ધનુષ્ય, ૨૧ હાથ, ૧૦ અંગુલ થાય. આ એકબાજુનું માપ છે. બીજી બાજુ પણ આ જ રીતે માપ જાણવું.
પ્રભુથી બહારના કિલ્લાના કાંગરાની બહારની ભૂમિ સુધી દોરી રાખવામાં આવે તો તેનું માપ ૬,૪૦૦ ધનુષ્ય ૩ હાથ ૧૧ અંગુલ થાય. આ એક બાજુનું માપ છે. બીજી બાજુ પણ આ જ રીતે માપ જાણવું.
ગોળ સમવસરણમાં ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહા૨ના કિલ્લાનો છેડો ૪,૦૦૦ ધનુષ્ય દૂર છે.
૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ + ૧,૩૦૦ ધનુષ્ય + ૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ = ૩,૯૦૦ ધનુષ્ય + ૯૯ ધનુષ્ય + ૯૬ અંગુલ = ૩,૯૦૦ ધનુષ્ય + ૯૯ ધનુષ્ય + ૧ ધનુષ્ય = ૪,૦૦૦ ધનુષ્ય.
ગોળ સમવસરણમાં ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના પગથિયાનો છેડો ૬,૫૦૦ ધનુષ્ય દૂર છે. ભૂમિથી બહારના કિલ્લા સુધી ૧૦,૮૦૦ પગથિયા છે. દરેક પગથિયું ૧ હાથ પહોળું છે. માટે ૧૦,૦૦૦ પગથિયાની પહોળાઈ
૧૦,૦૦૦ હાથ છે, એટલે
૨,૫૦૦ ધનુષ્ય છે.
૧૦,૦૦૦
૪
=