________________
શ્રીસમવસરણસ્તવ
૨૨૩
ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના પગથિયાના છેડાનું અંતર = ભગવાનથી અધિષ્ઠિત ભૂમિની નીચેથી ચારે બાજુ બહારના કિલ્લાના છેડાનું અંતર + બહારના કિલ્લાથી બહારના પગથિયાના છેડાનું અંતર.
= ૪,૦૦૦ ધનુષ્ય + ૨,૫૦૦ ધનુષ્ય = ૬,૫૦૦ ધનુષ્ય.
સમવસરણ ભૂમિને સ્પર્શેલ નથી હોતું, પણ ભૂમિથી ઉપર હોય છે. ચારે દિશાના પગથિયા ભૂમિને સ્પર્શેલા હોય છે. ભૂમિથી ૨,૫૦૦ ધનુષ્ય ઉપર ગયા પછી સમવસરણના પહેલા કિલ્લાની શરૂઆત થાય. ભૂમિથી ૧૦,૦૦૦ પગથિયા ઉપર ગયા પછી પહેલો કિલ્લો આવે છે. ૧ પગથિયાની ઊંચાઈ ૧ હાથ છે. તેથી ૧૦,૦૦૦ પગથિયાની ઊંચાઈ ૧૦,૦૦૦ હાથ છે, એટલે કે ૨,૫૦૦ ધનુષ્ય છે. પહેલા ૧૦,૦૦૦ પગથિયા સમવસરણની બહાર છે. તેથી ભૂમિથી ૨,૫૦૦ ધનુષ્ય ઉપર ગયા પછી સમવસરણની શરૂઆત થાય છે.
ગોળ સમવસરણમાં રત્નમય કિલ્લાની પરિધિ = ૧ યોજના ૯૦ ધનુષ્ય ૧ હાથ.
ગોળ સમવસરણમાં સુવર્ણમય કિલ્લાની પરિધિ = ર યોજના ૧૨ ધનુષ્ય.
ગોળ સમવસરણમાં રજતમય કિલ્લાની પરિધિ = ૩ યોજના ૩ર ધનુષ્ય ૧ હાથ.
ચોરસ સમવસરણમાં આ ત્રણે પરિધિઓ સાધિક હોય છે.