________________
શ્રીસમવસરણસ્તવ
૨ ૧૯
ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ આ પાંચ પર્ષદાઓ ઊભી ઊભી દેશના સાંભળે છે.
શેષ સાત પર્ષદાઓ બેઠી બેઠી દેશના સાંભળે છે.
આ બાર પર્ષદાઓ નીચેથી ત્રીજા કિલ્લામાં (ઉપરથી પહેલા કિલ્લામાં) હોય છે.
પૂર્વદ્વારમાંથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદી “નમો તિર્થીમ્સ' કહી ગણધર ભગવંતો અને અતિશયવાળા મુનિઓ અગ્નિખૂણામાં બેસે છે. પછી પૂર્વદ્વારમાંથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદી “નમો હિન્દુસ્સ નમો અઇસેસિઆણં' કહી નિરતિશય મુનિઓ અતિશયવાળા મુનિઓની પાછળ બેસે છે. પછી વૈમાનિક દેવીઓ પૂર્વારમાંથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદી “નમો તિત્કસ નમો અઈસેસિઆણે નમો સાહૂણં' કહી નિરતિશય મુનિઓની પાછળ ઊભી રહે છે. પછી સાધ્વીઓ પૂર્વદ્વારમાંથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદી “નમો તિર્થીમ્સ નમો અઈસેસિઆણે નમો સાહૂણં કહી વૈમાનિક દેવીઓની પાછળ ઊભી રહે છે.
દક્ષિણદ્વારમાંથી પ્રવેશી એ જ રીતે નૈઋત્યખૂણામાં ભવનપતિ દેવીઓ, જ્યોતિષ દેવીઓ અને વ્યંતરીઓ ઊભી રહે છે. ભવનપતિદેવીઓની પાછળ જ્યોતિષદેવીઓ અને તેમની પાછળ વ્યંતરીઓ ઊભી રહે છે.
પશ્ચિમદ્વારમાંથી પ્રવેશી એ જ રીતે વાયવ્ય ખૂણામાં ભવનપતિ દેવો, જ્યોતિષ દેવો, વ્યંતર દેવો ક્રમશઃ પાછળ-પાછળ બેસે છે.