________________
૨૧૮
શ્રીસમવસરણસ્તવ
દરેક કિલ્લામાં ચાર દ્વાર હોય છે.
દરેક દ્વારે વ્યંતરો ધ્વજ, છત્ર, મગરનું મુખ, મંગલ, પુતળી, ફૂલની માળા, વેદિકા, પૂર્ણકળશ, મણિમય ત્રણ તોરણ અને ધૂપઘટિકાઓ કરે છે.
ચારે દિશામાં ૧,૦૦૦ યોજનનાં દંડવાળા અને નાની ઘંટડીઓ-પતાકાઓવાળા ૧-૧ ધ્વજ છે. તેમના નામ આ પ્રમાણે છે - ધર્મધ્વજ, માનધ્વજ, ગજધ્વજ, સિંહધ્વજ. તે હાથી અને સિંહના લાંછનવાળા છે.
ઉપરના બધા માપો પોત-પોતાના હાથ વડે જાણવા.
પ્રભુ પૂર્વ દિશાના પગથીયાથી ચઢીને અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપીને ‘નમો તિત્થસ્સ' કહીને પૂર્વના સિંહાસન ઉપર બેસીને પાદપીઠ ઉપર પગ મૂકીને ધર્મ કહે છે. પ્રભુની વાણી ૧ યોજન સુધી પસરે છે, કેમકે સમવસરણની નીચેથી જતા લોકોને પણ સંભળાય છે.
બાર પર્ષદા -
પૂર્વદિશામાંથી પ્રવેશી અગ્નિ ખૂણામાં મુનિઓ, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ હોય છે.
દક્ષિણદિશામાંથી પ્રવેશી નૈઋત્ય ખૂણામાં ભવનપતિદેવીઓ, વ્યંતરદેવીઓ અને જ્યોતિષદેવીઓ હોય છે.
પશ્ચિમદિશામાંથી પ્રવેશી વાયવ્ય ખૂણામાં ભવનપતિદેવો વ્યંતરદેવો અને જ્યોતિષદેવો હોય છે.
ઉત્તરદિશામાંથી પ્રવેશી ઈશાન ખૂણામાં વૈમાનિક દેવો, મનુષ્યો, સ્ત્રીઓ હોય છે.