________________
૧૯૨
सिरिअंगुलसत्तरी
जे पुण एय पमाणं ऊणा अहिया व तेसिं मेयं तु । आयंगुलं न भण्णइ किंतु तदाभासमेवत्ति ॥ ५ ॥
અર્થ - જે યુગને વિષે પુરુષ એકસો આઠ અંગુલ ઊંચો હોય તેનું જે અંગુલ તે આત્માંગુલ કહેવાય. (ભરતચક્રવર્તી વિગેરેનો) (૪) જે પુનઃ વલી એ પ્રમાણ ૧૦૮ અંગુલરૂપ થકી ઊના અથવા અધિકા હોય તેહને આત્માંગુલ ન કહીએ, કિંતુ આત્માંગુલાભાસ કહીએ એટલે આત્માંગુલ સરિખું દીસે છે પણ આત્માંગુલ નહિ.(૫)
હવે પ્રમાણાંગુલ વખાણે છે –
जं भरहस्सायंगुलमेयं तु पमाणअंगुलं होइ । उस्सेहंगुलचउसयमाणा सूई इहं भणिया ॥ ६ ॥
અર્થ - ભરતચક્રીનું આત્માંગુલ તે પ્રમાણાંગુલ થાય. ચારસો ઉત્સેધાંગુલે એક સૂચી પ્રમાણાંગુલ હોય. ઈહ પ્રમાણાંગુલને વિષે સૂચી કહી તે લાંબપણે ચારસો ઉત્સેધાંગુલનું જેટલું લાંબપણું થાય તેટલું પ્રમાણાંગુલનું લાંબપણું થાય. એ પ્રમાણાંગુલની લંબાઈ કહી (૬)
હવે પ્રમાણાંગુલનું જાડપણું તથા પહોલાઈ કહે છે - एगंगुलबाहुल्लं अड्ढाइयमंगुलाई तं पिहुलं । एवं च खित्तगणिए उस्सेहंगुलसहस्सं तं ॥ ७ ॥
અર્થ - તે પ્રમાણાંગુલ એક અંગુલ જાડું હોય, અઢી ઉત્સેધાંગુલ પહોલું હોય. હવે લાંબુ તથા પહોલું થઈ પ્રમાણાંગુલને વિષે ઉત્સેધાંગુલ કેટલા થાય ? તે કહે છે - એવં આ પ્રકારે ક્ષેત્રગણિત કહેતાં લાંબપણુ તથા પહોલપણુ એકઠું કરતાં એક પ્રમાણાંગુલે સહસ્ર ઉત્સેધાંગુલ હોય. (૭)