________________
सिरिअंगुलसत्तरी
૨૦૭ पुव्वुत्तेणं मज्झिमभंगेणं माणुसाण जं माणं। तेण सयमेव गेहेसु होइ लोगो ठवेअव्वो ॥५६॥
અર્થ - પૂર્વોક્ત કહ્યું મધ્યમ ભાગે જેમ મનુષ્યનું માન તેણે કરી સ્વયમેવ લોક ઘરને વિષે સ્થાપવું. એક એક મનુષ્ય ૧૨,૫૦૦ ધનુષ્યનું છે અને એક એક ઘર ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય ચાંપી રહ્યાં છે. તો ૬૨,૫૦,૦૦૦ એ આંક ઉપર માંડી અને ૧૨,૫૦૦ આ આંક હેઠે માંડીએ પછે પાંચે ભગ દીજે પાંચસે ઉગરે તો એ એક ઘરને વિષે ૫00 મનુષ્ય માય. (૫૬)
जो पुण चउत्थभागो नयरधणूणं गिहेसु नो खित्तो। सो गिहभित्तीअंगणरत्थानिवमग्गजोग्गत्ति ॥५७ ॥
અર્થ - પુનઃ વલી પુરના મનુષ્યને, ચોથો ભાગ ૧૦,૮૦,૦૦,૦૦,૦૦૦ આટલું ઘરના ધનુષ્યમાં હીન ઘાલ્યું તે શું? તે કહે છે. તે ચોથો ભાગ ઘરની ભીંત આંગણુ, શેરી, રાજમાર્ગ ને વાસ્તે જોઈએ એટલા માટે ન ઘાલ્યું. (૫૭)
बत्तीससहस्सा नाडयाण अंतेउरस्स चउसट्ठी । रायवरभवणअंतो भरहेण समं चिय वसंति ॥५८॥
અર્થ - બત્રીસ હજાર નાટક કરનાર પુરુષો ચોસઠ હજાર અંતેઉરી રાજભવન માંહી ભરત ચક્રીની સંઘાતે બેસે છે. (૫૮)
एअंइमं च भणिअंपन्नत्तीए उजंबुदीवस्स। चत्तारी वि सेणाओ नयरीमज्झे न पविसंति ॥५९ ॥
અર્થ - જંબૂઢીપપન્નતીને વિષે એએ પૂર્વોક્ત ઇમં વક્ષ્યમાણ કહ્યું છે. ચારે પ્રકારની સેના નગરીમાંહી ન પેસે. (૫૯)