________________
૨૦૬
सिरिअंगुलसत्तरी
કેટલા થાય ? તે કહે છે -
बासट्ठी खलु लक्खा पन्नासं चेव तह सहस्साइं । एएण रासिणा पुरणूण चउभागहीणाण ॥ ५३॥
અર્થ - બાસઠ લાખ અને પચાસ હજાર ધનુષ્ય થાય, એક એક ઘર એટલી ભૂમિકા ચાંપી રહ્યાં છે. જે ઘર ૨,૫૦૦ ધનુષ્ય લાંબપણે પહોલપણે છે તે ઘર ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય ભૂમિકા ચાંપી રહ્યાં છે. તેહવાં એક નગરીમાંહે કેટલાં ઘર છે ? તે કહે છે. ‘એએણ' એહ જ ૬૨,૫૦,૦૦૦ ધનુષ્ય. પુરના ધનુષ્ય ૪૩,૨૦,૦૦,૦૦,૦૦૦ એહ માંહેલો ચોથો ભાગ કાઢીએ. (૫૩)
શું રહે છે ? તે કહે છે -
इअ तिन्नि कोडिसहसा दो कोडिसया उ कोडिचालीसा । तेसिं पुव्वत्तेणं भागंमि रासिणा गहिए ॥ ५४ ॥
અર્થ - ત્રણ સહસ્ર કોટી, બસો કોટી, ચાલીસ કોટી ધનુષ્ય હોય. ૩૨,૪૦,૦૦,૦૦,૦૦૦. એ આંક ઉ૫૨ માંડી હેઠે ૬૨,૫૦,૦૦૦ આ આંક માંડીએ પછે ભાગ દીજે. (૫૪)
ભાગ દેતાં જે લાભે તે કહીએ છીએ
-
लद्धा पंचसहस्सा चउरासीअं सयं च तह एगं । इत्तिअ गिहाणि एअप्पमाणहीणाणिय बहूआणि ॥ ५५ ॥
અર્થ - પાંચ હજાર એકસો અને ચોરાસી એટલાં ઘર એક નગરીમાં માય. જેહનું પ્રમાણ ૬૨,૫૦,૦૦૦ ધનુષ્યનું હોય. એ પ્રમાણથી હીણા પ્રમાણનાં ઘર ઘણાં હોય. (૫૫)
હવે એકૈક ઘરને વિષે મનુષ્ય કેટલાં માય ? તે કહે છે -