________________
૨૦૪
सिरिअंगुलसत्तरी અર્થ - એક પ્રમાણાંગુલ યોજન ઉત્સધાંગુલી નિષ્પન્ન અઢી યોજન લાંબપણે પહોલપણે હોય, અને ઉત્સધાંગુલી નિષ્પન્ન યોજનને વિષે ગાઉ દશ હોય, તો અઢી યોજનને અઢી ગુણા કીજે, સવા છ યોજન થાય. દાયે દાયે સો એટલે સો ગાઉ થાય, અને એક ઉત્સધાંગુલ નિષ્પન્ન યોજન લાંબપણે પહોલપણે ચાર ગાઉ હોય. એટલા માટે ચાર ચોકું સોલ. સોલ ગાઉએ એક ઉત્સધાંગુલ નિષ્પન્ન યોજન, સો ગાઉના યોજન કીજે સોલ છક્ક છશું, સોમાંહીથી છવુ ગયા લાધા યોજન છ, સોલ ગાઉએ એક યોજના. એટલા માટે ઉગરે ગાઉ ચાર તો સોલનો ચોથો ભાગ ચાર એટલે છ યોજન અને એક ગાઉ હોય, તે છ યોજન એક સો આઠ ગુણા કીજે ૬૪૮ થાય. વલી તે છ યોજન ઉપર એક ગાઉ છે. તે ૧૦૮ ગુણા કીજે ૧૦૮ ગાઉ હોય, તો ૧૦૮ ગાઉના ર૭ યોજન થાય, તે ર૭ યોજન ૬૪૮ માહી ઘાલીએ તો ૬૭પ યોજન હોય, દ્વારિકાનગરી ૬૭પ યોજન છે. તે ૬૭૫ પુનઃ વલી એવું ઈણે પ્રકારે જાણવા (૪૭)
ગ્રંથકાર ૬૭૫ યોજન આણવાનો પ્રકાર કહે છે – अड्ढाइआण दुण्हवि अंकाणन्नुन्न ताडणे हुंति । छज्जोयणा सकोसा नयरीपयरं गुणे तेहिं ॥ ४८ ॥
અર્થ - અઢી યોજનને અઢીગુણા કીજે તો સો ગાઉ થાય, તે સો ગાઉને ૧૬ સોલે ભાગ દીજે, છ યોજને એક કોષ હોય, પછી તે છે યોજનને ૧૦૮ ગુણા કીજે ૬૪૮ યોજન હોય, પછે ૧૦૮ ગાઉના યોજન કીજે, ૨૭ યોજન થાય, તે ર૭ યોજન ૬૪૮ યોજનમાંથી નાખીએ તો ૬૭૫ યોજન હોય, એટલે આખી નગરીએ યોજના હોય. (૪૮)
હવે આખી નગરીએ ધનુષ્ય કેટલાં હોય? તે કહે છે –