________________
૨૦૨
सिरिअंगुलसत्तरी હવે પત્તન પુર ઇત્યાદિક કેટલાં છે? તે કહે છે – सव्वे वि तिन्नि लक्खा सत्तरससहस्स पंच अहियं च । सयमेगमणुवरोहा संभवओ हुंति मायंता ॥३९॥
અર્થ - સર્વ થઈ ૩,૧૭,૧૦૫ ત્રણ લાખ સત્તર હજાર એકસોને પાંચ હોય. એમનો અવિરોધપણે સંભવ હોય. (૩૯)
तह पव्वया वि वेअड्डमाइणे एअखित्तमज्झमि । जोइज्जा जं हुंति उवरि पासेसु अ पुराइं ॥ ४० ॥
અર્થ - તથા વલી પર્વત વૈતાઢયાદિક ભરતક્ષેત્રને વિષે છે, તે પર્વત ઉપર અને પાસે જે પુરાદિક તે સર્વત્ર છે. (૪૦)
वग्गागयाण तुरियाईण जह मज्झिमेण भंगेणं । मुल्लगणणा तह जणो मज्झिममाणेण पित्तव्वो ॥४१॥
અર્થ - યથા જેમ વર્ગાગતાનાં સમુદાયે આવ્યા તુરયાઈણ ઘોડાદિક તેલનું મધ્યમ મૂલ ગણીએ ઉત્કૃષ્ટ અને જઘન્ય ન ગણીએ. તથા તેમ જનલોકનું મધ્યમમાન લેવું, ઉત્કૃષ્ટ તો પાંચસો ધનુષ્ય પ્રમાણ અને જઘન્ય તો બે હસ્તનું માન લેવું. (૪૧)
મધ્યમ ભાગે કેટલું હોય ? તે કહે છે - पंचण्हसयाणद्धं सयाई अड्डाइयाइं इह हुंति । पिहुलत्तं पुण पंचमभागे सयगस्समद्धं च ॥ ४२ ॥
અર્થ - પાંચસે ધનુષ્યનું અર્ધ અઢીસો ધનુષ્ય એટલું ઉંચ્ચપણું હોય. પાંચસે ધનુષ્યનો પાંચમો ભાગ એકસો ધનુષ્ય, તેહનું અર્ધ પચાસ ધનુષ્ય, એટલું પોલપણે હોય. (૪૨)
તે મધ્યમમાનના મનુષ્યનું પ્રતર કરતાં કેટલું થાય? તે કહે