________________
सिरिअंगुलसत्तरी
૨૦૧ હવે તે ભરતક્ષેત્રને વિષે જે ગાઉ છે, તે એક એક ગાઉને વિષે કેટલાં કેટલાં ગામ છે ? તે બતાવે છે –
दुनिअ तिन्निअ चउरो गामा दीसंति तीसकोडीसु। छन्नवइ गामकोडी लेसुद्देसेण मायंति ॥ ३६ ॥
અર્થ - એકેકા ગાઉને વિષે ગ્રામ બે ત્રણ ચાર દેખીએ છીએ, એણી રીતે ત્રીસ કોટી ગાઉને વિષે છત્રુકોટી ગ્રામ માય. (૩૬)
ત્રીસકોટી ગાઉને વિષે છતૃકોટી ગ્રામ કેવી રીતે માય ? તે ભાવના કરી દેખાડે છે -
अट्ठसु दो दो गामा अट्ठसु पुण तिन्नि तिन्नि कोडीसु। चउरो चउरो चउदस कोडीसुविरोहओ मंति ॥ ३७॥
અર્થ - એક કોટી ગાઉને વિષે બે કોટી ગ્રામ માય. એટલે આઠ કોટી ગાઉને વિષે સોલક્રોડ ગ્રામ માય. વલી આઠ કોટી ગાઉને વિષે ત્રણ ત્રણ કોટી ગ્રામ હોય એટલે આઠ કોટી ગાઉને વિષે ચૌવીસ કોટી ગ્રામ માય. વળી ચૌદ કોટી ગાઉને વિષે ચાર ચાર કોટી ગ્રામ માય, એટલે ચૌદ કોટી ગાઉને વિષે છપ્પન્ન કોટી ગ્રામ માય. આ રીતથી ત્રીસ ક્રોડ ગાઉને વિષે છન્નુ ક્રોડ ગ્રામ અવિરોધપણે મઈ શકે. (૩૭)
सेसा जा चउवीसं किंचूणाओ तयद्धमित्तंमि। ને પટ્ટ-પુર-બ્લડ-ડા માલિયા સુત્તે પે રૂ૮
અર્થ - ભરતક્ષેત્ર પ૩,૮૦,૬૮,૨૦૦ ગાઉ આટલું છે તે માંહેલા ત્રીસ ક્રોડ ગાઉ કહ્યા. હવે શેષ કાંઈક ઉણા ચોવીસ ક્રોડ ગાઉ છે તેનું અર્ધ કાંઈક ઉણા બાર કોટી ગાઉ થાય. તેહને વિષે જેહ પાન, પુર, કર્બટ, ખેટ ઈત્યાદિ જે સૂત્રને વિષે કહ્યાં છે તે સર્વ માય. (૩૮)