________________
सिरिअंगुलसत्तरी
ભાવનાએ કરી દેખાડે છે
-
जं भरहखित्तपयरं बासीया छस्सया असी सहसा । तेवन्नं वि य लक्खा जोयण माणेण सिद्धमिणं ॥ २८ ॥
૧૯૯
અર્થ - જે ભરતક્ષેત્રનું પ્રત૨ કહેતાં સઘલું થઈને ત્રેપન લાખ એંસી હજાર છસોને બ્યાસી યોજન હોય. (૨૮)
એટલું પ્રમાણ કેમ થાય ? તે કહે છે - दाहिणउत्तर भरद्धविजयगिरिपयरमीलणे एयं । संपज्जइ जं दीसड़ खित्तसमासम्मि इयं वृत्तं ॥ २९ ॥
અર્થ - દક્ષિણભરતાર્ધ-ઉત્તરભરતાર્ધનું પ્રત૨ વિજયગિરિ કહેતાં વૈતાઢ્યનું તલું એ મેલવતાં એ પૂર્વોક્ત ૫૩,૮૦,૬૮૨ હોય. તેનું કારણ તો ક્ષેત્રસમાસને વિષે એવું કહ્યું છે. (૨૯) તે બતાવે છે -
लक्खट्ठारस पणतीससहस्सा चउसया य पणसीआ । बारस कला छविकला दाहिणभरहद्धपयरं तु ॥ ३० ॥ અર્થ - અઢારલાખ પાંત્રીસહજા૨ ચારસોને પંચ્યાસી અને કલા ૧૨ વિકલા ૬ એટલું દક્ષિણભરતાદ્ધનું પ્રતર છે. (૩૦)
सत्तहिया तिन्निसया बारस य सहस्स पंच लक्खा य । बारस कला उ पयरं वेअड्डगिरिस्स धरणितले ॥ ३१॥ અર્થ - પાંચ લાખ બાર હજા૨ ત્રણસોને સાત જોજન અને કલા ૧૨ એટલું વૈતાઢ્યનું તલ છે. (૩૧)
अडसीया असया बत्तीससहस्स तीसलक्खा य । बारस कला उ अहिया उत्तरभरहद्धपयरं तु ॥ ३२ ॥