________________
શ્રીસમવસરણસ્તવ
૨૧૧
ઉપાધ્યાયશ્રીધર્મકીર્તિ વિરચિત
: શ્રીસમવસરણસ્તવ :
પદાર્થસંગ્રહ શ્રીસમવસરણસ્તવ ઉપાધ્યાય શ્રીધર્મકીર્તિ ગણિએ રચેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કરાયો છે.
જિનેશ્વર ભગવંતોને જ્યાં કેવળજ્ઞાન થાય ત્યાં વાયુકુમાર દેવો ૧ યોજન ભૂમિને શુદ્ધ કરે છે. મેઘકુમાર દેવો ત્યાં સુગંધી પાણી વરસાવે છે. છએ ઋતુના અધિષ્ઠાતા વ્યંતર દેવો ત્યાં પુષ્પોની વૃષ્ટિ કરે છે. તે પુષ્પોના ડિંટીયા નીચે તરફ હોય છે. | વ્યંતરો મણિ, સોનું, રત્નથી પૃથ્વીતલની રચના કરે છે. (પીઠબંધ કરે છે.)
અંદરનો કિલ્લો વૈમાનિકદેવો રચે છે. તે રત્નમય છે. તેના કાંગરા મણિના છે.
મધ્યમ કિલ્લો જ્યોતિષદેવો રચે છે. તે અર્જુન સુવર્ણમય છે. તેના કાંગરા રત્નના છે.