________________
सिरिअंगुलसत्तरी
૧૯૩ એક પ્રમાણાંગુલે સહગ્ન (૧૦૦૦) ઉત્સધાંગુલ કેમ થાય ? તે બતાવે છે –
जम्हा चत्तारि सया अड्ढाइय संगुणा हवइ सहसो। अस्सुवओगो तिविहो जहक्कमेणं इमो होइ ॥८॥
અર્થ - ચારસોને અઢીગુણા કરીયે તો સહસ્ર થાય, જેનું કારણ એક પ્રમાણાંગુલ ચારસો ઉત્સધાંગુલ લાંબુ છે અને અઢી અંગુલ પહોલું છે. ચાર અઢીઉં દસ એટલા માટે એક પ્રમાણાંગુલે લંબાઈ તથા પોલાઈ થઈ સહગ્ન ઉત્સધાંગુલ થાય. એ પ્રમાણાંગુલનો ઉપયોગ ત્રણ પ્રકારે યથાક્રમે આ પ્રમાણે છે. (૮)
उस्सेहंगुलमेगं हवइ पमाणंगुलं सहस्सगुणं । एयस्स खित्तगुणियं पडुच्च परिभासियं एयं ॥९॥
અર્થ - એક પ્રમાણાંગુલે ઉત્સધાંગુલ સહગ્ન થાય. એ પ્રમાણાંગુલને ક્ષેત્રગુણિત પ્રતીત્ય આશ્રીને કહ્યું. (૯)
એ પ્રમાણાંગુલનું પ્રથમ ઉપયોગપણું કહ્યું. હવે પ્રમાણ અંગુલનું ત્રણ ગાથાથી બીજું ઉપયોગપણું કહે છે -
सुत्तम्मि जत्थ भणिओ उसभसुओ भरहनामगो चक्की । आयंगुलेण वीसा समहिय अंगुलसयपमाणो ॥१०॥
અર્થ - જિહાં સૂત્રને વિષે શ્રી ઋષભસ્વામીના પુત્ર ભરતચક્રનું આત્માંગુલથી ૧૨૦ અંગુલ પ્રમાણ કહ્યું છે. (૧૦)
सो सूइअंगुलेणं चउसयमाणेण होइ घित्तव्वो। कहमन्नह पंचसया उस्सेहंगुलधणूणं सो ॥११॥
અર્થ - સ તે ભરત સૂચી પ્રમાણાંગુલ લેવું. તે કેવું છે ? સૂચી પ્રમાણાંગુલ ચારસે ગુણું કીધું છે. અન્યથા એહ જો સૂચી